________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shn Kailassagarsun Gyanmandir
-
ભાવભાવ અવશ્ય બને જ છે.
( ૩૭૩ )
છે. જે મનુષ્ય મેહના વશમાં રહીને દેશસેવા-ધર્મસેવા-વિશ્વસેવા-સંધસેવા-જ્ઞાતિસેવા અને સાર્વજનિક કાર્યો કરવા જાય છે તે જગને લાભના બદલે હાનિ વિશેષ કરી શકે છે અને પિતાના આત્માની ઉન્નતિમાં પ્રવૃત્ત થતાં અનેક સ્થાનમાં આથડી પડે છે. જ્યાં સુધી મેહનિદ્રાના ઘેનથી ઘેરાયલે આત્મા છે ત્યાં સુધી તે અન્ય મનુષ્યના જે છે તેથી તેમને ગમનાગમનની અને ક્યાં જવું તેની સુઝ પડે નહિ અને તેથી તે સ્વાત્મકાર્યો અને પરાત્મકાર્યોનો ભેદ અવધી શકે નહિ તેથી તે જે જે કરે તેમાં આંધળી દળે અને પાડું ખાઈ જાય જેવી દશાને પ્રાપ્ત કરી શકે એમ સંભવી શકે છે. અતએ સર્વથી શ્રેષ્ઠ કાર્ય એ છે કે મેહનિદ્રાનો નાશ કરે. જે મનુષે કુંભકર્ણની નિદ્રાની પેઠે મેહનિદ્રામાં લીન બની ગએલા છે તે મનુષ્ય “ અંધ અંધ પલાયની” પ્રવૃત્તિને સેવનારાઓ જાણવા.
જ્યારે જ્યારે મનુષ્ય મેહનિદ્રામાં લીન થઈ જાય છે અને અન્ય પ્રવાહથી પ્રવૃત્ત થઇ જગતુને અન્ધકારમાં નાખે છે ત્યારે તીર્થકર જેવા મહાપુરૂને પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ જગમાં પ્રવતેલી મહનિદ્રાને હલાવે છે. મેહને હઠાવવા માટે અન્તરમાં ઉપગ રાખવાની જરૂર છે. કપટભક્તિ ડોળથી વા કપટક્રિયાથી મેહનિદ્રાને નાશ થત નથી પરંતુ ઉલટી તે તો વૃદ્ધિ પામે છે. અએવ સરલપણે આત્માની ઉચદશા કરવા માટે આત્માના ગુણોના પ્રતિ લક્ષ્ય દેવું અને જડપદાર્થને વ્યવહારષ્ટિની આવશ્યકતાએ વ્યવહાર કર્યા છતાં અને વ્યાવહારિક આવશ્યક કાર્યો કરવા છતાં અન્તરમાં મેહ ન ધારો જોઈએ. જેમજેમ નિર્મોહદશા થતી જાય છે તેમ તેમ આત્મકાર્યો કરવાની ખરેખરી શક્તિ પ્રગટ થતી જાય છે. જેમ જેમ મોહનિદ્રાનો ત્યાગ કરવામાં આવે છે તેમ તેમ અન્તરમાં સ્વાત્મબોધ થતું જાય છે અને આત્મજાગૃતિવડે સર્વ દૃશ્યારણ્ય પદાર્થો અવલોકાય છે અને સ્વાત્મકાર્યો કરવાને ઉડી શકાય છે તે માટે પિતાના ચેતનજીને કહેવામાં આવે છે કે હે ચેતન ! તું મેહનિદ્રાને ત્યાગ કરી સ્વાત્મબંધથી જાગ્રત થઈ ઉઠ અને ઉત્સાહ વડે સ્વામિકાને કર.
અવતરણ - ઉત્તમ વ્યવહારવડે કન્યાકય વિવેકપુરસર ભવિતવ્યતાનુસારે થવાનું હશે તે થશે એમ માની કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની શિક્ષા દર્શાવવામાં આવે છે.
સ્કોર: कृत्याकृत्यविवेकन कर्तव्यं कार्यमेव यद् । उत्तमव्यवहारेण सेव्यं तत् स्वात्मशर्मदम् ॥ ५९॥ कार्यः कदापि नो शोकः यद्भाव्यं तद् भविष्यति । इति मत्वा प्रयत्नेन प्रवर्तस्व विवेकतः ॥६०॥
For Private And Personal Use Only