________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૭૨ )
શ્રી કર્મણ ગ્રંથ-સવિવેચન.
ધર્મના વિચારોથી ભિન્ન વિચારવાળા મનુબે પર વૈર અને અશુભ કરવાની દૃષ્ટિમાં ઉમેરે કરે છે એવો કેઈપણ ધર્મ આ વિશ્વમાં જીવવાને લાયક હોતો નથી. કારણકે તે મહિના વિચારોને પૂજનારો છે પશ્ચાત્ ભલે તે અમુક ઈશ્વરના નામથી પ્રગટ હોય પરંતુ તે મનુષ્ય પર વૈરદષ્ટિ વા રાક્ષસદષ્ટિ કરાવતા હોય અને ધર્મના નામે વિશ્વમાં રકતની નદીઓ વહેવરાવતો હોય તો એવા મોહગર્ભિત ધર્મને અને તેના દેવ તથા તેના ગુરુને કરેડે ગાઉ દૂરથી નમસ્કાર હે. કઈ પણ ધર્મના નામે અભિમાની અન્ય ધર્મવાળા મનુષ્યોના આત્માને તિરસ્કારની અને નીચદષ્ટિથી દેખવું એ કોઈપણ રીતે ધર્મના નામને છાજે તેમ નથી. વિશ્વવર્તિ પ્રત્યેક આત્માની સાથે સર્વ જીવોના શુદ્ધ પ્રેમથી ઐયરને રમીને તેઓના હૃદયની ઉન્નતિ કરનારો અને સંપૂર્ણ વિશ્વવર્તિ જીવોના દુઃખના નાશ કરવા જે શુદ્ધતાને પ્રેરે છે તે જ ધર્મ ખરેખર વિશ્વમાં જીવવા એગ્ય છે. પરસ્પર એક બીજા મનુષ્યનાં જ્યાં હૃદય પૂજાય છે અને એકબીજાના દુઃખમાં ભાગ લેવામાં જ્યાં ધર્મની મહત્તા મનાય છે તે ખરેખરો ધર્મ છે અને તેજ ધર્મની રક્ષા કરવી ઘટે છે. મોહથી મનુષ્યો અધર્મને ધર્મ માનીને પરસ્પર જીવોની પ્રગતિમાં ભાગ લઈ શકતા નથી. ધર્મમાર્ગના વિચારોમાં હિ તે દાવાનલ સમાન છે માટે મેહનિદ્રાનો ત્યાગ કર્યા વિના ? થવાનો નથી. એક મનુષ્ય ધર્મનો ડેળ કરી ભક્ત બને અને તે દૂધપાક વગેરે ઉડાવે અને સામા ગરીબ લોકે ટળવળે તેના સામું દેખે નહિ; શું છે તેની પ્રભુભક્તિ છે? પ્રત્યેક મનુષ્યમાં વા પ્રત્યેક પ્રાણીમાં પ્રભુ માનીને તેની સેવાભકિત ન કરવામાં આવે અને તેઓને પોતાના આમસમાન માની તેઓની સાથે એકહદયતા ધારણ કરવામાં ન આવે ત્યાંસુધી પ્રભુના નામે અનેક પડકારો કરવામાં આવે હૈયે શું ? ખરેખર કંઈ નહિ. અન્ય જીવોને પિતાના આત્મા સમાન દેખવામાં કઈ જાતને બાહ્યનિમિત્તાવડે મોહ ન ઉપજે ત્યારે સમજવું કે હવે કંઈ મેડનિદ્રા ટળવા માંડી છે અને જાગ્રતું થઈ વિશ્વમાં ઉત્તમ કાર્ય કરવાનું આવ્યું છે. મને પડદે પોતાના પરથી ખસતાં અન્ય મનુષ્યના વાસ્તવિક આત્માઓને દેખવાની શકિત પ્રગટવાની સાથે મૈત્રી પ્રમોદ માધ્યશ્ય અને કાયભાવના પ્રકટવી જોઈએ અને તે આચારમાં મૂકાવાની સાથે તેને અનુભવું આવે ત્યારે અવબોધવું કે હવે કંઈ જાગ્રત થવાનું કાર્ય કરવાને ઉઠવાની થતી આવી છે. સર્વ
ના ભલામાં અને તેઓનાં દુઃખ હરવા માટે હૃદયમાં શુદ્ધ પ્રેમ અને સેવાની ભાવનાએ પૂરજોસમાં સિધુના પૂરની પેઠે ઉછળતી હોય ત્યારે સમજવું કે મહનિદ્રાને વિલય થવા લાગ્યો છે અને કંઈક ગ્રતુ દશા થઈ છે. ધર્મના મતભેદ પ્રભેદની ચર્ચાઓના ખંડન-મંડનમાં મેહના ઉછાળા પ્રગટતા હોય ત્યાં ચેતનજી ઊંઘેલા જાણવા અને તેઓને તત્સમયે મહારાજા લુંટતો હોય એમ અવધવું. હારા હૃદયમાં પરમાત્મા છે: મેહ અગર શયતાનવશ જે હારું મન ન થાય તો મનિદ્રાથી મુક્ત થવાને માટે તું લાયક
For Private And Personal Use Only