________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsur Gyanmandir
૨૭.
તપ, સાનસાધન, પરિશ્રમ ઉપદેશ, પરોપકાર, વિહાર અને સંયમમાં જરા પણ શિથિલતા નહિ થવા દેનાર, રાગદ્વેષને પૂર્ણપણે જીતી લેનાર, સમગ્ર વિશ્વને નિજ સમું લેખી તેને માટે ઝૂઝનાર જ સાધ્ય સાધી શક્યા હતા. માનવશક્તિ અપરિમિત છે. કારણ તે મહાસમર્થ આત્માને સ્વામી છે. સ્વર્ગનું સામ્રાજય તેની અંદર સમાયેલું છે, પણ મરજી પ્રમાણે વૈભવ ભોગવવાથી થતા આનંદ કરતાં આત્મસંયમથી વધુ આનંદ થાય છે. “તું હને પીછાન” “ હારે જેવા થવાની ઈચ્છા છે, તે જ :તું છે.' એ સૂત્રને સત્ય પ્રતીતિપૂર્વક લક્ષ્યમાં રાખવાનું છે. સર્વ ધર્મો મળે છે કે “ God is within, The Kingdom of God is within, Know thyself, and you will Get what you wish. Have faith. ” “ પ્રભુ અંદર છે. પ્રભુનું સામ્રાજય અંતરમાં છે. હું તને પીછાન-ઈરીશ તે મેળવી શકીશ, પ્રતીતિ રાખ' આ સૌ બાબત ગુરુમહારાજે કર્મયોગમાં એવી તો અપૂર્વ શૈલીથી સમજાવી છે કે તે સર્વ દેશના, સર્વ ભાષાના, સર્વ દર્શનના લેને ઉપયોગી થઈ પડશે જ, ગુરુમહારાજની સર્વમાન્ય લેખનશૈલી આ ગ્રંથમાં એવી આકર્ષક રીતે ફેલાઈ છે કે તેનું વાચન વાંચક જો તે વિવેકપૂર્વક–ખંતથી વાંચે તે કર્મચાગમાં પ્રવૃત્તિ કર્યા સિવાય રહે જ નહિ, જ્યારે આ મહાન ઉપલેગી ગ્રંથનાં અન્ય ભાષાઓમાં ભાષાંતર થશે ત્યારે તેના સત્ય સિદ્ધાન્તથી વિશ્વ એક દિવસ વિમુગ્ધ થશે ને લેખકને દીવો લઇ શોધવા નીકળશે. અને આનું મુખ્ય કારણ એ જ કે જૈન સાધુ છતાં કર્મ ગ સમસ્ત વિશ્વને ઉપયોગી બનાવવાના ઉદાર હેતુથી તેને વિશ્વના ભિન્ન ભિન્ન મતરૂપી રગે વડે રંગ્યો છે, ને સૌને મોહક અને ઉપયેગી થવા સાથે ભવોભવ તારનાર વધુ થઈ પડવા સરખે બનાવ્યો છે. આત્મામાં ધર્મ છે, આત્મામાં મુક્તિ છે, આત્મામાં સર્વસ્વ છે. મંદિર, મજીદ, અગ્યારી, ઉપાશ્રય, કે ક્રેસમાં જ ધર્મ કે મુકિત નથી પણ આત્મસાધનમાં જ મુક્તિ છે. આ સત્ય સૂત્રને સાક્ષાત્કાર જોવો હોય તે મુમક્ષ એ અવશ્ય એક વાર આ કર્મયોગ સાધંત વાંચી જવો. માત્ર વાંચી જ જ નહીં પણ તેને પચાવી જવો. કર્મવાદી બની “કર્મ કરે તે ખરૂ” માની કર્તવ્ય ભ્રષ્ટ-કાગ ભ્રષ્ટ થવા કરતાં કર્તવ્યનું પ્રખરપણે પ્રતિપાલન કરનાર જ વીર છે. મનને તથા તનને જીતી લેનાર જ વિજયી છે. કારણ જે કાં બે પ્રતિપાલાનમાં ભ્રષ્ટ થાય છે તે વિશ્વના પગ તળે કચરાય છે, અજ્ઞાન રૂપમાં ઉતરે છે, જીવનવિહીન બને છે અને આત્માની પડતી દશા પ્રાપ્ત કરે છે.
પ્રસ્તુત કર્મયોગ અન્ય કર્મયોગ કરતાં વિશેષ ઉપયોગી એટલા માટે જ છે કે તે એકલી સામાજિક, નૈતિક, આર્થિક ને ધાર્મિક પ્રવૃત્તિ જ બતાવી ન અટકતાં છેલ્લા Stage( પાયરી)ની પ્રવૃત્તિ આધ્યાત્મિક પ્રવૃત્તિનું પૂર્ણપણે પ્રતિપાદન નિષ્પક્ષપાત દ્રષ્ટ્રયા કરે છે.-પ્રવૃત્તિ સામાજિક દષ્ટિએ કરવા ઉપરાંત તે ધાર્મિક તેમજ આધ્યાત્મિક દ્રષ્ટ્રયા વિશેષ રીતે કરવી જોઈએ. કારણ એકલી સામાજિક પ્રવૃત્તિથી આત્મસાધન બનતું નથી. અને અંતિમ દયેય તો આત્મપ્રાપ્તિ-આત્મસિદ્ધિ જ છે. આત્મપ્રાપ્તિ જ પરમાત્મપ્રાપ્તિ આપવા સમર્થ છે. જ્યાં લગે આત્મતત્વ ચિહ્યો નહિ, ત્યાં લગે સાધના સર્વ જૂઠી.” તેમજ “જ્ઞાન બીના વ્યવહાર કે કહા બનાવત નાચ, રત્ન કાગે કાચકે, અંત કાચ સે કાચ. '' માટે આમતરવની સત્ય પીછાનની પરમ આવશ્યકતા છે. જે કામગ પ્રવૃત્તિમાં આ સાત્વિકભાવભર્યું આધ્યાત્મિક તવ ભર્યું હોત તે યુરોપ આજે જુદો જ પ્રવૃત્તિમાં હવે; સમાજસુધારા તેમજ દેશવ્યવસ્થા સાથે આંતરપ્રદેશનો વ્યવસ્થા અને આંતરસમાજસુધારા તે અ ાંતમ પેયજ સર્વ મહાત્માઓનું હતું ને તેથી જ તેઓ કર્મવીર, કર્મયોગીઓ તથા મહાત્માઓ હતા ને થશે. આ બાબત તે કર્મયોગમાં વિશેષ રંગથી ખીલી ઉઠે છે. પિતાનું સર્વસ્વ જાણે ગુરુમહારાજ આ વિષય પર ખચી નાંખવા બેઠા ન હેય તેમ આધ્યાત્મિક પ્રવૃતિની ઝીણવટ તેમણે હઝાર ગણે ગળી
For Private And Personal Use Only