SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રીમાન મણિલાલ નભુભાઈ આદિ સમથ લખનાં આ બાબત પર પુષ્કળ ચર્ચાત્મક વિવેચને ગુજરરાષ્ટ્ર સમક્ષ મોજુદ છે. છતાં આ કર્મયાગ કંઈ ઓર જ પ્રભા અને અવનવાં દર્શન કરાવે છે. કાંગ વિવેચનના પદે પદે ઉભરાતું હેમનું તત્વજ્ઞાનનું, ભાષા, ભાવ અને વેગ સંબંધી વિશાળ જ્ઞાન વાંચકને મુગ્ધ કરી પોતાની સાથે દોરી જાય છે, અને પ્રતીત કરાવે છે. લે. મા. તિલક અગર તે અન્યના . આ બાબતના કંથ કરતાં આ કર્મયોગ ધણી સુન્દર વાની તત્વરસિક વાંચકને પીરસી ર આત્માનંદની ખુમારી અનુભવાવે છે. ‘કમ ગ જેવા ગહન વિષય, તેમાં પણ આધ્યાત્મિક ભાવનાના રસનાપુટ પૂરી ને છણી ઉકષ્ટ રીતે લખવામાં ગુજરરાષ્ટ્રના એક ઉત્તમ સાહિત્યકાર તત્વજ્ઞાનના-ગીર્વાણ ભાષાના પંડિત આચાર્યની કશળ પછી જ્યાં ચિત્ર આલેખવા બેસે ત્યાં શું બાકી રહે? આ કર્મયોગમાં વિશેષ નવીન તે એ જ છે કે જ્યારે લે. મા. તિલક તેમ જ અન્યએ ભગવદ્ગીતાના લેકે લઈ તે પર બુદ્ધિ અનુસાર વિવેચન લખ્યાં છે, ત્યારે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે “કમગન રવતંત્ર કેની રચના કરી, તે પર વિવેચન લખ્યું છે. આમાંની વસ્તુ એકંદર શ્રીમના ઉત્કૃષ્ટ હૃદયમંથનનું માખણ, સારનું સાર છે ને તેથી જ તે વધુ આદરપાત્ર થશે જ. લોકોને તે વધુ પ્રતાતિવાળું ને આદરપાત્ર થવાનું અન્ય સબળ કારણુ ગુરુમહારાજનું સાત્વિક, ત્યાગી, કમલેગી જીવન છે. આમિક પ્રવૃત્તિને-સતત સદુદ્યમને અસ્વીકાર કરતાં કેટલાક પ્રવૃત્તિ પ્રત્યે ઉદાસીનતા બતાવે છે, પણ કર્મયોગ તે તેને માટે સ્પષ્ટ કર્થે છે કે –સ્વાધિકારે વિવેકપૂર્વક કર્તવ્યમાં પ્રવર્તતાં, સર્વસ્વાર્પણ કરવામાં ભીતિનો એક વિકલ્પ પણ ન થાય, એ નિર્ભય આત્મા જ્યારે થાય છે, ત્યારે આત્મામાં સ્થિરતા થાય છે, ને સ્થિરતા ટળી જતાં સંવતનના શિખરે આમા બિરાજમાન થાય છે. આમ આત્મામાંથી શુભાશુભ પરિણામ ટળી જતાં જે કર્મો થાય છે, તે કર્મબંધને માટે થતાં નથી. પણ ઉલટા જે ‘કમે શરા-તેજ ધમ્મ શૂરા ' અને આમ જે દ્રઢ પ્રતિજ્ઞ બની ‘ાર્થ સાધામ વા રેઢું પાતયામિ' એ સૂત્રને પિતાનું કર્મસૂત્ર બનાવી કાર્યમાં નિ:સંદેહ કર્મ યેગી બની વહ્યો જાય છે, અને અડગ પણે નિયમિત રીતે, ઉત્સાહ ને ખંતથી નિકકામ બુદ્ધિ સહિત મં રહે છે, તે કાર્યમાં વિજય મેળવે છે જ. આત્મામાં અમેઘ શક્તિ રહેલી છે. આ વિશ્વમાં તમે જે ધારે તે મેળવી શકે તેમ છે. વિશ્વશાળાનાં ગુપ્ત જ્ઞાનના બારણાં ઠોકે. જો કે તે ગમે તેવાં વજ જેવાં હશે તે પણ વૈર્ય ખંત ઉત્સાહ ને બુદ્ધિથી તુર્તજ ખુલી જશે. ત્રિભુવનનું સામ્રાજ્ય તમે આત્મિક પ્રત્તથી મજબૂત મનોબળથી, અને સતત સદુઘમથી મેળવી શકશે. કારણ વિજયી થવું, દછિત મેળવવું, એ સૌને જન્મસિદ્ધ હક છે. જ્યાં ગમે તેટલી આફત છતાં ભીતિનો લેશ પણ અંશ ન હોય, વિદથી કાયરતાને અવકાશ ન હોય, ત્યાં વિજય છે જ. કાની સિદ્ધિમાં કદાપિ પણ ભય પામવો જોઈએ નહિ. સ્વફરજ અદા કરતાં જે મનુષ્ય નિર્ભય છે તે જ ખરો કર્મયોગી છે. ખરા કર્મયોગીઓ તે પિતાના સાધ્યબિન્દુને લક્ષમાં રાખી કાર્ય કરે જ જાય છે. અને કર્મયોગી-નિષ્કામ કર્મયોગીની ચક્ષમાં ઈશ્વરી પ્રકાશ વહે છે, અને તેથી તેની આંખથી માનવ જાત અંજાઈ જાય છે. મનુષ્ય જ્યાં છે ત્યાં માગ કરી શકે છે. માનવહૃદયમાં સર્વ બ્રહ્માંડ ઉકેલવાની શક્તિ રહેલી છે, પણ તેને ફક્ત કેળવીને પ્રકાશમાં લાવવાની જ જરૂર છે. સર્વ તીર્થકરે, સિદ્ધો અને સાધી જનારાઓ ફકત નાક દાબોને ' થવાનું હશે તે થશે–પ્રારબ્ધમાં હશે તે બનશે ? આવા નિર્માદય વિચારે સેવી બેસી રહ્યા નહોતા, પણ કાર્યમાં મંડયા જ રહ્યા હતા. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy