SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિવેદન. (પ્રથમવૃત્તિનું) આત્મ શુદ્ધિ પર્યાયમાં રે, રાખે નિજ ઉપયોગ, વ્યવહારે વર્તે તથાપિ, સ્વાદે નિજ ગુણ ભોગ, અધ્યાત્મજ્ઞાની બેગ ધરે વ્યવહાર, પામે નહિ કદી હાર, લેપ વિના કરણી કરે રે, અધિકારે નિજ સર્વ, સૌમાં રહે સૈમાં સદા રે, ત્યારે નહિ ધરે ગd. નિરહંવૃત્તિમય બની રે, પાળે બાહ્યાચાર, અંતર નિજ ગુણ લક્ષમાંરે, પૂણ ૨મણતા પાય. અધ્યાત્મ ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજ સુધારાની પ્રવૃત્તિની પાછળ પડશે કે તેઓ શુષ્ક વિચાર અને નિર્બળતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. ” [ શ્રી. બુ. સા. સુ. ] શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગાનક શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજી એમની સમર્થ વિપકારક લેખિની દ્વારા “કર્મગ' ગ્રંથ વિશ્વના ભલા માટે તેમજ સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક ઉન્નતિ અર્થે શ્રીમદ્ બુદ્ધિસાગરજી ગ્રન્યમાળાના પચાસમાં મણકા રૂપે વાચકે સમક્ષ રજૂ થાય છે. મંથન અન્દરનું વસ્તુસ્વરૂપ, ગ્રંથનું સુન્દર નામ જ સ્પષ્ટ કરી આપે છે; “કમંગ એ સર્વ કાળમાં, સર્વ દેશમાં, સર્વ મંતવ્યોમાં અતિ મહત્વને વિષય છે. શ્રી કૃષ્ણ કુરુક્ષેત્રના મેદાનમાં કર્તવ્યભ્રષ્ટ થવ ની અણિ પર આવી પહોંચેલ અજુનને કર્તવ્યપરાયણ-કર્મયોગી બનાવવાને સ્વમુખે જે વચનો તેને ઉદેશીને કહ્યાં હતાં, તે જ ભગવદ્દગીતા અથવા તે “કમગ' હતો. જે ગ્રંથ અદ્યાપિ ભારતવર્ષનું ઉત્કર્ષ બળ તેમજ ગૌરવ ગણી તે પ્રતિ જનસમૂહ અતિ માનની દ્રષ્ટિએ જોઈ રહ્યો છે અને જેના પર લે, મા. તિલકે તેમજ અન્ય ઉત્તમ લેખકે એ પિતાની બુદ્ધિ અનુસાર ટીકાઓ તેમજ વિવેચનો લખી સારો પ્રકાશ પાડ્યા છે. આ ભગવદ્ગીતા તે “કર્મયોગ જ છે. આળસુ, નિઃસત્વ, કર્તવ્યવિમુખ અને નિવૃત્તિના હાયા હેઠળ માનસિક પ્રવૃત્તિને સેવનારાઓ માટે કર્મયોગ' એ એક વિધુતબળ છે. હિન્દુ અને ખાસ કરીને ગુર્જરરાષ્ટ હમણુ નિવૃત્તિમાં લીન છે. એછી પ્રવૃત્તિ અને કામકાજ વિના નિ:સત્વ dull જીવન વ્યતીત કરનાર શાંતિપ્રિય માનવ આજ ખરો નિવૃત્ત યા તે સજન મનાય છે. પણ ના ! પોતાના સ્વાધિકાર, વય ને દેશસ્થિતિ અનુસાર પ્રત્યેક આત્માએ પિતાના પૂર્ણ પુરુષાર્થ બળે સામાજિક, ધાર્મિક, નૈતિક આધ્યાત્મિક પ્રવૃત્તિ સેવન કરીને તેમાં પિતાની ઉન્નત દશાની સિદ્ધિ પ્રાપ્ત કરવી જ જોઈએ ને આમ પોતાની ફરજના પ્રમાણમાં જે પ્રવૃત્તિ યા તે કમપેગ સાધતા નથી તે માનવ નથી-છવવા નથી;-વિશ્વમાં તે ક્ષુદ્રમાં શુદ્ર કીટક જંતુથી પણ શુદ્ર છે. આ બાબત ગુરુમહારાજે પિતાના કર્મયોગ' ગ્રંથમાં અતિશય સુન્દર ને બેધપ્રદ શૈલીમાં આર્યાવર્તનાં તેમજ પાશ્ચાત્ય દેશનાં અનેક ઐતિહાસિક સામાજિક તેમજ ધાર્મિક દ્રષ્ટાતો આપી સિદ્ધ કરી બતાવી છે. આચાર્ય મહારાજની વિશ્વવિખ્યાત સંસ્કારી લેખિ થી, ભારતવર્ષ હવે અજ્ઞાત નથી. લે, મા. તિલક, સ્વામી વિવેકાનંદ, For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy