________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
U
ઔરંગઝેબના પેાતાના પુત્રા પ્રત્યે પશ્ચાત્તાપના પત્રા,
( ૩૫૭ )
લીધે મને બહુ ચિંતા થાય છે પણ એવી ચિંતા રાખવાથી હવે શું થાય ? મેં સંસારમાં બીજાને જે જે દુઃખ આપ્યું છે, જે જે પાપે અને દુષ્કર્માં કર્યાં છે તે સર્વનું મૂળ મારી સાથે લઈ જાઉં છું. આશ્ચર્ય થાય છે કે હુ જ્યારે સંસારમાં આવ્યે ત્યારે કંઇ પણ સાથે લાવ્યે નહાતા; પણ હવે પાપને પર્વત સાથે લઈ જાઉં છું.........હું જ્યાં જ્યાં જાઉં છું ત્યાં ત્યાં માત્ર ઇશ્વરનું જ ભાન થાય છે........મે' અગણિત પાપા કર્યાં છે પણ તેને માટે મને શું દંડ આપવાનું નક્કી થયું છે તે હું જાણતા નથી........મુસલમાનાનાં નિર્દોષ રક્તનાં બિંદુ મારા શીર્ષ પર પડયાં છે. હું તને અને તારા પુત્રને ઇશ્વરની છાયામાં મૂકી જાઉં છું અને આ છેલ્લી સલામ કરૂ છું. મને બહુજ દુ:ખ થાય છે. તારી બીમાર માતા ઉદયપુરી બેગમ મારી સાથે જશે. .શાન્તિ... હાય દુ:ખ.........
ઔરંગઝેબના લખેલ પત્રોથી તેની ભૂતજીંદગીનુ તેને સ્મરણ થવાની સાથે તેણે ભૂતકાલમાં જે જે કૃત્યા કર્યાં હતાં તે તેની હૃદયચક્ષુ સામે દેખાતાં હતાં અને તેને તે અંતઃકરણપૂર્વક પશ્ચાત્તાપ કરતા હતા. ખરેખર આ સ્થિતિના ઔરગઝેબ બીજી વાર જન્મી તેવા ઉત્તમ વિચારોની મૂર્તિ અને તે તે ખરેખરા રાજ્ય કરવાને ચાગ્ય બની શકે પણ તે કયાંથી બની શકે? ! તેણે જે જે કર્યું તે તેની સાથે રહેવાનુ'. ઔર'ગઝેબના પત્રો પરથી સાર એ લેવાના છે કે ઔરંગઝેબે પૂર્વ જીંૠગીમાં કરેલાં કૃત્યોની યાદી કરી તે તેને સત્ય જડી આવ્યું. તેમ જે મનુષ્ય પેાતાની ગતજીદગીનાં કૃત્યોની યાદી કરે છે તેને સત્યના પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વજીવનની શુદ્ધતા કરી શકે છે. ઔરંગઝેબની પેઠે પાછળથી પશ્ચાત્તાપ કરવાના પ્રસંગ ન પ્રાપ્ત થાય તે માટે પ્રત્યેક મનુષ્ય પ્રતિક્રિન ગતકાલકૃત શુભાશુભ કાર્યોંને સ્મરણ કરી જવાં અને સ્વજીવની પ્રગતિ થાય એવું સત્ય તારવી કાઢવું અને તે પ્રમાણે પ્રવવું. આત્માની શુદ્ધતા કરવા માટે ભૂતકાલકૃત શુભાશુભ વિચારેય અને શુભાશુભાચારાની યાદી કરવી અને આત્માની ઉચ્ચ દશા કઇ રીતે કેટલી કરી તેને ખાસ વિચાર કરવા; ભૂતકાલ કતવ્યની સ્મૃતિથી : વર્તમાન અને ભવિષ્ય જીવન પર ઉત્તમ અસર થાય છે. મહમદ ગીઝનીને છેવટે કરેલ પાપેા માટે ઘણા પશ્ચાત્તાપ થયા હતા. તેમજ સિક ંદરને સ્વ જીંદગીમાં કરેલ અનીતિ પાપે માટે ઘણા પશ્ચાત્તાપ થયા હતા. ખરેખર છેવટે તેમણે જેવા પશ્ચાત્તાપ કર્યા તેવા યુવાવસ્થાથી પોતાનાં અશુભ કૃત્યો માટે પશ્ચાત્તાપ થયો હોત તો તેએ આ વિશ્વમાં યુદ્ધ-લુંટફાટ મારામારી-કાપ કાપી અને અનેક મનુષ્યનું રક્ત રેડવાના કરતાં તેઓ નીતિ શાન્તિ સાર્વજનિક હિત કાર્યાં દેશવિશ્વસેવા વગેરે શુભ કાર્યના માર્ગે ઉતરી જાત અને તેથી તેઓનું જીવન ઉચ્ચ બનત. ભૂતકાલમાં જે જે શુભાશુભ વિચારે અને શુભાશુભાચારોવાળા પર્યાય સેવેલા હોય છે તેમાંથી સત્યને તારવી શકાય છે અને પાપનેા પશ્ચાત્તાપ કરાય છે
For Private And Personal Use Only