________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઔરંગઝેબના પિતાના પુત્ર પર પશ્ચાત્તાપના પો.
( ૩પપ )
દારાને બેઠા બેઠા પગાર આપવાની વાર્તા પડતી મૂકી હતી અને અમારી પાસેથી થે મલે છે તેથી તે અપ્રસન્ન છે. હવે હું જાઉં છું. મેં જે નીચ કૃત્ય કર્યા છે તે માત્ર તારા માટેજ કર્યા છે તેથી મારા તરફ તિરસ્કારની દૃષ્ટિથી જોઈશ નહિ અને મેં તને કડવી શિક્ષા કરી હોય કે કોઈ રીતનું દુઃખ આપ્યું હોય તે તે વિસ્મરણ કરવું; કારણ કે હવે તેનાથી કઈ જાતને લાભ નથી. હવે તેના બદલામાં પ્રાણ આપવાથી પણ કશે ફાયદો નથી. અત્યારે મને અનભવ થાય છે કે મારા શરીરમાંથી પ્રાણ નીકળવા માંડે છે. હાય !
द्वितीय पत्र.
શાહજાદા શાહ અજીમશાહ ! તારું કલ્યાણ થાઓ ! મારૂં ચિત્ત તારામાં જ છે. હવે હું વૃદ્ધ થઈ ગયો છું અને અશક્તિએ મને ઘેરી લીધો છે. મારા શરીરમાંથી શક્તિ તદ્દન જતી રહી છે. જેવી રીતે આ સંસારમાં ખાલી હાથે આવ્યું હતું તેવી જ રીતે ખાલી હાથે જવાને છું. હું શા માટે પેદા થશે અને મારાથી શુભ કર્મ શું કરાયું તે હું જાણી શકતે નથી; પણ સુખને સમય વ્યતીત થયા બાદ દુઃખ અવસ્થંભાવી જ હતું. મેં મારા રાજ્યનું રક્ષણ તથા પ્રજાપાલન કરવામાં દરકાર રાખી નહિ. મારું અમૂલ્ય જીવન નિરર્થક વહી ગયું. મારી બુદ્ધિ અને જે રસ્તે દેરી ગઈ તત્પથગામી હું થયું. મારામાં સારું નરસું પારખવાની શક્તિ હોવા છતાં તે જોવાની કાળજી નહિ રાખવામાં મારે અવિવેકજ પ્રધાન હતું. મેં વિચાર નહીં કર્યો કે જીવન ક્ષણિક છે; ક્ષપિત શ્વાસો આયુષ્યની મર્યાદામાંથી ઓછા જ થાય છે. પુનઃસંપ્રાપ્ત થઈ શકતા નથી તેથી હવે મારું કલ્યાણ થવાની મને આશા નથી. જો કે અત્યારે શારીરિક દુઃખ શાંત છે પણ હવે આ દેહ અસ્થિવિશેષ માત્ર છે. પ્રિય શાહજાદે કામબશ બીજાપુર ગયે છે પણ તેને મારી પાસે જ રહેલે સમજું છું. મારે પ્રિય પૌત્ર પ્રભુકૃપાથી હિંદુસ્થાનમાં આવી પહોંચ્યો છે. જીવન પાણીના પરપોટા જેવું અને કાચની કલઈ સમાન છે. શહેનશાહના મૃત્યુ પશ્ચાત્ પણ કે તેને સ્વામી થશે એ હમેશાં યાદ રાખવું. આ સંસારમાં મેં મારા કર્તવ્યધર્મને સુશ્રુરીયા પૂર્ણ બજા નહિ પણ સંસારની અસારતાથી હું મને અનભિજ્ઞ સમજતું નથી. અને તેથી હવે હું ભયભીત થાઉં છું કે મારી મુક્તિ કેવી રીતે થશે અને ન્યાયપરાયણ ઈશ્વરની સન્મુખ મારી શી ગતિ થશે ? જે કે હું સમજું છું કે ઈશ્વર દયાળુ છે અને તેના ઉપર મારી અતિશય શ્રદ્ધા છે, કિંતુ મારાં ઘોર અને અક્ષમ્ય પાપોના બદલામાં મારા ઉપર તે દયાષ્ટિ કેવી રીતે કરશે તે હું જાણતાં નથી ! આ ભયથી હું કંપિત થાઉં છું. મારા મૃત્યુ પશ્ચાત્ મારી છાયા પણ નહિ રહે. ગમે તે હે પણ હવે તે મેં મારી જીવનનીકા અગાધ સાગરમાં છૂટી મૂકી છે. હવે ગમે તે કઈ પણ પ્રકારની યાતના,
For Private And Personal Use Only