SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra ( ૩૫૪ ) www.kothatirth.org શ્રી કમ યાગ ગ્રંથ-વિવેચન. Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private And Personal Use Only 沉 प्रथम पत्र શાહજાદા કામબખ્શ ! મારા ગળાના હાર ! જ્યારે ઇશ્વરની આજ્ઞા અને ઈચ્છા પ્રમાણે મારામાં કૌવત હતું ત્યારે મેં તને જ્ઞાન અને વિચારના ઉપદેશ આપ્યા હતા પણ તે તેના ઉપર અપવ બુદ્ધિ હોવાથી જોઇએ તેટલું ધ્યાન આપ્યું નહિ. તેમજ આવશ્યક શિક્ષા ગ્રહણ કરી નહિ. અધુના મારી જીવનયાત્રા પૂરી થવાનું નગારૂં જોરથી વાગી રહ્યું છે. મેં મારૂ જીવન વ્યર્થ ગુમાવ્યું છે તેથી મારૂં હૃદય દુગ્ધ થાય છે પણ હવે પશ્ચાત્તાપ કરવાથી શું થાય ? હવે તે મને મારાં કરેલાં વિચારશૂન્ય કૃત્ય અને પાપાનુ લ મળવુંજ જોઈએ. મેં આ જગમાં જન્મ ધારણ કરીને કાંઇ આત્માનુ સાકય કર્યું... નહિ તેથી ઇશ્વર ચિકિત થશે, હું વ્યર્થ આબ્યા અને વ્યથ જાઉં છું. મારાં પાપકર્માના પશ્ચાત્તાપ કરવાથી કશું પણ ફળ મળવાનું નથી કારણ કે અનેક અરે ! હજારા નીચ કર્માંથી મારે। આત્મા મલીન થયે છે. મને ચાર દિવસથી જવર આવતા હતા પણ હવે આવતા નથી. હું જ્યાં જ્યાં ષ્ટિ નાંખું છું ત્યાં ત્યાં ઇશ્વરજ દગ્ગોચર થાય છે તેના સિવાય કાંઇ પણ નજરે પડતુ નથી. મારા નોકર ચાકર અને પરિવારનું શું થશે તેની ચિંતા કરવાથી હવે કાંઇ પણ ફળ નથી. ધિક્કાર છે, આ લેાબ અને માયાાલને કે જેથી મારી કેવી ગતિ થશે તેના મને ખ્યાલજ આવ્યા નહિ. મારી કમર તૂટી ગઇ છે, પગ અશકત થઈ ગયા છે, મારામાં હાલવા ચાલવાની અને બેલવાની શક્તિ નથી. માત્ર શ્વાસ લઈનેજ દિવસ પૂરા ક' છું. મેં ઘેર પાપા કરેલાં છે તેને માટે ઇશ્વર શું દંડ આપશે તે તેનેજ માલુમ, મારા મૃત્યુ પશ્ચાત્ મારા સૈન્યની વ્યવસ્થા પુત્રોને કરવાની છે. હું ઇશ્વરને સાક્ષી રાખીને બધા યોગ્ય અધિકાર મારા વારસાને આપું છું. અજીમશાહુ મારી પાસે છે અને તેના ઉપર મારા અતિશય પ્રેમ હતા. તેના પ્રાણના નાશ મેં કર્યાં નથી અને તેથી તે બાબતને અપયશ મારા શીષ પર નથી. હું સંસારને છેડી જાઉં છું અને તને તારા શાહજાદાને અને તારી માતાને ઇશ્વરના રક્ષણ તળે મૂકી જાઉં છું. તે તમારૂં રક્ષણ કરા ! અંતકાલની યાતના આ અને દુઃખ એકાએકથી ચડિયાતાં માલુમ પડે છે. બહાદુરશાહ જ્યાં હતા ત્યાંજ છે પણ તેના પુત્ર હિંદુસ્થાનમાં આવ્યા છે, એદારઅમ્ર ગુજરાતમાં છે, હેતઉનિશાએ આજ સુધી કોઈ વખત દુઃખ જોયું નથી તેથી દુઃખામાં અતિશય ડુબી ગઇ છે. ઉત્તયપુરી બેગમે ઘણું કામ કર્યું છે અને તે મારાં દુ:ખથી દુઃખી થાય છે તથા તેની ઇછા મારી સાથેજ જવાની છે; પણ જે ભાવીમાં હશે તે અનશે. જો તારી સાથે કોઈ કુટુંબી કે દરખારી લાક ખરાબ વર્ત્તન ચલવે તે તેની સાથે સામા નિડુ થતાં પોતાનું કામ કાઢી લેવાને માટે સભ્યતાપૂર્વક વન ચલાવવું. આ ગુણુની હમેશાં જરૂર છે; સમયાનુસાર ચાલવું. પોતાની શક્તિપ્રમાણે જ કોઇપણ કામમાં માથું મારવું, સિપાઈઓના પગાર ચઢી ગયા છે તે ધ્યાનમાં રાખવું;
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy