________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
ઔરંગઝેબને પશ્ચાત્તાપ
( ૩૫૩ )
કુમારે રાજાની આગલ દેર ઉપર ચઢી નટલાનો ખેલ કરવાનો આરંભ કર્યો અને તેની સ્ત્રી હેઠલ ઢોલ વગાડવા લાગી. રાજાની દૃષ્ટિ પેલી નટડીપર ઠરી. જે નટ નાચતાં નાચતાં હેડલ પડી મૃત્યુ પામે તો નટડીને હું પિતાની કરું–આવા વિચારથી તેણે ઈલા નટને પારિતોષિક આપવામાં ઢીલ કરી. ઈલાકુમારે રાજાનો હદયગત ભાવ જા અને તેથી તેના મનમાં અનેક વિચારો પ્રકટવા લાગ્યા. તત્રસંગે ઇલાકુમારે એક શેડને ત્યાં એક મુનિ ગોચરી ( આહાર) લેવા આવ્યા હતા તેને દીઠા. છિનીએ ગોચરી પધારેલા મુનિવરને વહારવાને અત્યંત આગ્રહ કર્યો તો પણ મુનિવરે ના કહી–આથી તેના મન પર બહુ અસર થઈ.
પરકી આશ સદા નિરાશા, એ હિ જગજનસાસા, તે કાટનાકું કરો અભ્યાસા, લહે સદા સુખવાસા ઈત્યાદિ વિચારો સ્કુર્યા અને ભૂતકાળમાં કરેલાં કૃત્યેની યાદી આવી. અહાહ ! ! હું ધનદત્તશેઠને પુત્ર હતો. ઘરમાં ધનનો પાર નહોતો. હાલ ધનની યાચના માટે આવી દશા આવી છે. અહા કેવી સ્થિતિ પ્રાપ્ત થઈ છે ? માત્ર એક નદીના રૂપમાં મોહ પામવાથી સંપ્રતિ નટના ખેલ કરવા પડે છે. ભૂતકાળમાં કરેલા અશુભ વિચારો પ્રતિ તેને તિરસ્કાર ઉદ્ભવ્યો અને પશ્ચાત્તાપ કરી વાંસના ઉપર આત્મભાવના ભાવતાં ભાવતાં કેવલજ્ઞાન ઉત્પન્ન થયું. રાજાને પ્રતિબોધ દીધે. રાજાને પણ પૂર્વે કરેલા નટી સંબંધી અશુભ વિચારે પ્રતિ તિરસ્કાર છૂટે અને આત્મા શુદ્ધભાવના ભાવી કેવલજ્ઞાન પામે. આ ઉપરથી ભૂતકાળમાં શું શું કર્યું તેની યાદી કરીને વિવેક દષ્ટિએ સત્ય તારવીને આત્મપ્રગતિ કરવાની ખરેખરી શિક્ષા મળે છે. ભૂતકાલનું ચિત્ર મનુષ્યની વર્તમાનની ભવિષ્યની જીવનઘટના ઘડવામાં સતત સાહાચ્ય આપે છે. ભૂતવ્યતિકરો યોગ્યકાલે સ્મરણ કરવાથી હૃદયને અનેક બોધક વિચારોને ખોરાક પૂરી પાડી આત્મગુણભાવનાને પ્રગતિમાન કરે છે. - ગઝેબનાં કૃત્યે અઢારમા શતકના ભારતના ઈતિહાસની ભયંકર ક્ષુબ્ધાવસ્થામાં મુખ્ય સ્થાને છે; તેજ કૃત્યેને ઘટક જ્યારે પિતાની અસ્તદશામાં પ્રવેશ કરે છે ત્યારે પૂર્વકની અમૃતિ તેનામાં નિર્વેદ ઉત્પન્ન કરવાને સફલ થતાં તેજ ઘટનાના સમરણથી હૃદયમાં તીવ્ર અસર અને આશ્ચર્યકારક પ્રગતિની અગ્નિજવાલા ઉત્પન્ન થાય છે. ઔરંગઝેબે રાજ્યસન પ્રાપ્ત કરવાને અને સર્વોપરી સત્તા સ્થાપવાને પ્રપંચ અને કર ઉપાયે કામે લગાડ્યા પણ છેવટે તેની ઉત્તરાવસ્થામાં તેના પુત્રે તેને કારાગૃહમાં પ્રક્ષેપી સ્વપિતૃની પ્રવૃત્તિવત્ દિલ્હીનું સિંહાસન લીધું. તેણે કારાગૃહમાંથી પિતાના પુત્ર ઉપર કેટલાએક પત્ર લખ્યા છે તેના ઉપરથી ઉકત વાત સ્પષ્ટ રીતે જણાય છે, કે તે ભૂતકાળનાં કૃત્યેનું સ્મરણ કરીને છેવટે પશ્ચાત્તાપ કરે છે. આ વખતે તેની ઉંમર એંસી વર્ષ ઉપરાંતની હતી, આ પત્ર પૈકી કેટલાક અમે નીચે આપીએ છીએ.
-
-
For Private And Personal Use Only