________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું શું કરીશ ? ની વિચારણા.
( ૩૫૧ )
પાય છે; તત્સમયે માતાને કટુકતાદિના કારણે શિશુ પાટુ મારે છે તે પણ માતાના મનમાં કંઈ આવતું નથી તકતુ અન્તરમાં શુદ્ધ પ્રેમ ધારણ કરીને અને વિશ્વના અભિપ્રાય ગમે તેવા શુભાશુભ હે પરન્તુ સ્વકર્તવ્ય એ છે કે વિશ્વના શુભાશુભાભિપ્રાયે પ્રતિ લક્ષ્ય ન આપતાં સ્વકર્તવ્ય ક્ય કરવું અને આત્મસાક્ષીએ શુભ સેવામાર્ગોમાં યથાશક્તિ પ્રવૃત્તિ કર્યા કરવી. સેવાધર્મ સેવવા માટે સેવક બની આત્મલા સર્વવિશ્વને આત્મવત માની સંગ્રહનયથી સત્તાએ સર્વ વિશ્વજીને આત્મરૂપ દેખી માની અને અનુભવીને તેઓની કર્મવડે-માયાવડે થતી ચેષ્ટાઓ પ્રતિ લક્ષ્ય ન આપતાં સેવાકર્તવ્યમાં પ્રતિદિન પ્રવૃત્ત થવું જોઈએ. આત્માએ પરમાત્માને પ્રકાશ કરવા માટે સદવિચારો અને સદાચારો સેવવા. દેવગુરુધર્મની સેવા કરવી. સ્થાવરતીર્થો અને જંગમતીર્થોની સેવા કરવી. સન્શાસ્ત્રોને સેવવાં અને નિમિત્તકારણુ તથા ઉપાદાનકારyવડે આત્મામાં રહેલી પરમાત્મતાને સેવવી એ સેવાધર્મ છે. પરસ્પરોપગ્રો સીવાનામ્ એ સૂત્ર સૂચવે છે કે પરસ્પર એકબીજાની સેવા કરવી એ સ્વફરજ છે. અદ્યપર્યન્ત મનુષ્યદશામાં અનેક જીવને ઉપગ્રહ ગ્રહીને આપણે આ સ્થિતિએ પહોંચ્યા છીએ તે હવે અન્ય સર્વજીના અદ્યપર્યન્ત ગ્રહીત ઉપગ્રહએ દેવું માનીને તે દેવું વાળવા અન્યજીવોના શુભાથે પ્રયત્ન કરવો એ કંઈ ઉપગ્રહોનું દેવું ચૂકાવવા ઉપરાંત અને સ્વફરજ અદા કરવા ઉપરાંત વિશેષ કરી શકતા નથી, તેથી અન્ય જીવોપર ઉપકાર કરતાં કહ્યુvજાર વાર ન ઇચ્છતાં સ્વની અન્ય જીવપ્રતિ ઉપગ્રહપ્રવૃત્તિરૂપ સેવા સદા અદા કર્યા કરવી. સ્વાભાવિક ઉપગ્રહદાનપ્રવૃત્તિ સેવવી એ સર્વજીવપ્રતિ સ્વકર્તવ્ય છે એવું માની સેવકરૂપ બાહ્યગોને પ્રવર્તાવી સ્વફરજ અદા કરવી. બ્રહ્માંડમાં દેખો ! જે સેવક તેજ સ્વામી બને છે તદ્દત જગસેવાથી સેવક બની સ્વામી બનીશ એમ માની સેવાકાર્યમાં પ્રવૃત્ત થા.
અવતરણ—હું શું કરીશ ઇત્યાદિ વિચારપૂર્વક કર્તવ્ય કર્મ કરવાની શિક્ષા આપવામાં આવે છે.
श्लोकः करिष्ये किं कृतं किं किमधुना किं करोम्यहम् । शुभाशुभं परार्थं किं, स्वार्थ किं तद् विचारय ॥ ५७ ॥
શબ્દાર્થ –સંપ્રતિ શું કરું છું, શું કર્યું અને શું કરીશ, શુભ શું કર્યું, અશુભ શું કર્યું, પરાર્થે શું કર્યું, સ્વમાટે શું કર્યું તેને હે ચેતન ! વિચાર કર.
વિવેચનઃ—ઉપર્યુક્ત શ્લોકમાં સેવક થઈ કર્તવ્યકાર્ય કર્યા પશ્ચાત્ સ્વામી બની શકીશ એ આત્માને બ્રહ્માંડના દષ્ટાન્તની સાથે પિંડમાં વિચાર કરવાની શિક્ષા કથવામાં
For Private And Personal Use Only