________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
આન્તરિક ઉચ્ચ પદવીઓ પર સર્વ વિશ્વના હિતસાધક સેવક બની સર્વ જીવોનું હિત થાય એવી સેવા પ્રવૃત્તિને સેવતાં સેવતાં આગળ ચઢવું જોઈએ કે જેથી કદાપિ પતિત દશા થાય તેની પૂર્વે હજાર સેવકે પિતાનું સંરક્ષણ કરવા અને ઉચ્ચપદ પરથી નીચ પદ પર ન આવવા દેવા સદા અપ્રમત્તવૃત્વા તૈયાર થઈ રહે. સેવાધર્મ એ ખરેખર વિશ્વજીવનને શ્વાસોશ્વાસ છે. જે વિશ્વમાં સેવાધર્મ ન રહે તે મહાપ્રલયની પેઠે વિશ્વના સર્વ ધર્મને નાશ થાય. જનષ્ટિએ મહાપ્રલયને સર્વથા સર્વ વસ્તુનો નાશ એવો અર્થ થતું નથી. સેવાધર્મમાં પ્રવૃત્ત થયેલ સેવક લઘુ લઘુ સેવાધર્મ વર્તુમાંથી પસાર થતે અનન્ત સેવાવર્તેલમાં પ્રવેશ કરે છે. પ્રથમ સેવક બનેલ મનુષ્ય સેવાદૃષ્ટિએ સ્વકુટુંબની, પશ્ચાત્ પાડાની, પિળની પશ્ચાત્ ગામ અગર નગરની, પશ્ચાત્ જ્ઞાતિ મનુષ્યની, પશ્ચાત્ દૃષ્ટિની વિશાળતા થતાં જીલે, પ્રાંત અને દેશના સર્વ મનુષ્યની અને પશ્ચાત્ સર્વ દેશના મનુષ્યની, પશ્ચાત્ પશુઓ, પંખીઓ, જલચરો વગેરેની, પશ્ચાત્ ચતુરિન્દ્રિય, પશ્ચાત્ ત્રીન્દ્રિયોની, પશ્ચાતું હીન્દ્રિયની અને પશ્ચાત્ પૃથ્વીકાય, અપકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાયના જીવની, દેવોની વગેરે સર્વજીની સેવાના અનન્તવર્તેલમાં પ્રવેશ કરી મહામાન મહાપ અભયપ્રદ ષડજીવનિકાયરક્ષક-પાલક વગેરે પદવીઓને પ્રાપ્ત કરે છે. કેટલાક વિદ્વાને પિતાના કરતાં નીચ
જી હોય તેના પર દયા કરવી, પિતાના સમાન હોય તેઓના પર મૈત્રીભાવ ધારણ કરે, અને પિતાના કરતાં ઉરચ હોય તેઓ પર ભક્તિભાવ ધારણ કરીને સેવાધર્મના અનન્તવર્તુલની દિશા દર્શાવે છે. સેવક સેવાધર્મમાં પ્રવિષ્ટ થવું તેને સ્વકર્તવ્ય ફરજ માને છે તેથી તેને સ્વપ્રતિ માન અને અન્યપ્રતિ તિરસ્કાર છૂટતો નથી. તે સ્વકર્તવ્યમાં પ્રવર્તવું એજ સ્વફરજ માનીને સેવાધર્મમાં પ્રવૃત્ત સેવકની માનસિક ભૂમિ શુદ્ધ થતી જાય છે અને તેના આત્મામાં જે જે ગુણોનો પ્રકાશ થવાનો હોય છે તે થાય છે, તે પ્રાપ્ત સ્થાનથી પતિત થતો નથી. સેવક બનીને જે જે ગુણ પ્રાપ્ત કર્યા હોય છે, તે આત્મામાં સદા સ્થિર રહે છે તે ઉપર નીચે પ્રમાણે દષ્ટાન્ત જણાવવામાં આવે છે. વિદ્યાપુર નગરમાં એક મહાત્મા રહેતા હતા. તે અનેક વિદ્યાઓના ભંડાર હતા. તેમની પાસે બે શિષ્ય અભ્યાસ કરતા હતા; પ્રથમ શિષ્ય અહંચંદ્ર હતું તે ગુરુની સેવા કર્યા વિના વિદ્યાઓ શિખતે હતો અને દ્વિતીય સેવાચંદ્ર હતો તે મહાત્માની સેવા કરીને વિદ્યાભ્યાસ કરતો હતો. મહાત્માની ખાવાની પીવાની સેવા કરવામાં સેવાચન્દ્ર સદા તત્પર રહેતા હતા. મહાત્માનું સ્થાન સાફ કરવું, તેમના શયનની વ્યવસ્થા રાખવી, તેમને જે જે વસ્તુઓને ખપ હોય તે તે વસ્તુઓને આજ્ઞાપૂર્વક લાવી આપવી મહાત્મા જે જે કાર્યો બતાવે તે તથાસ્તુ કહી આજ્ઞા શીર્ષ પર ચઢાવી કરવા-ઈત્યાદિ અનેક પ્રકારે વિનય બહુમાનથી તે મહાત્માની સેવામાં સદા પ્રવૃત્ત રહતે હતો. એક વખત મહાત્માએ સ્વ આયુ સંબંધી ઉપગ મૂળે તો સ્વાયુષ્ય અલ્પ જણાયું. અહંચકે સર્વ વિદ્યાઓને અભ્યાસ કરી લીધો હતો પરંતુ સેવાચંદ્ર તે
For Private And Personal Use Only