________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૬ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
૬ કાંતા, ૭ પ્રભા અને ૮ પરાષ્ટિ–એ આઠ દૃષ્ટિનું જૈન ગગ્રન્થમાં વિવેચન કરવામાં આવ્યું છે તેને અનુક્રમે વિકાસ થાય છે. દર્શનગ જ્ઞાનગ અને ચારિત્રયોગ એમ એ રત્નત્રયીનો અનુક્રમે વિકાસ થાય છે. વિશ્વવિદ્યાલયે આદિમાં બી એ. એમ એ. વગેરે પદવીઓ અનુક્રમે પ્રાપ્ત થાય છે. તદ્રત અત્ર પણ અવબોધવું કે જે મનુષ્ય વ્યષ્ટિસંબંધી સેવક બન્યું નથી તે વ્યષ્ટિને સ્વામી બનતું નથી. કશ્ય સારાંશ એ છે કે-આત્માના દર્શનજ્ઞાનચારિત્રાદિ ગુણોને આવિર્ભાવ કરવા માટે પ્રથમ કર્તવ્ય કર્મયોગને જે સેવતો નથી તે આત્મામાં રહેલું પરમાત્મત્વ પ્રકટ કરી શકતો નથી. જે મનુષ્ય વિશ્વસમાજને સુધારવા સમષ્ટિને ગોખલે વગેરે કર્મગીઓની પેઠે ધર્મ-કર્મ-સેવક બનતો નથી તે સમષ્ટિને સ્વામી બની શકતો નથી. વ્યષ્ટિવકત્વ અને સમષ્ટિસેવકત્વને પરસ્પર ગાઢ સંબંધ છે. વ્યછિને જે સેવક થાય છે તે સમષ્ટિને સેવક થાય છે. વ્યષ્ટિને જે સેવક બની સમષ્ટિને સેવક બને છે તે લેકેત્તર સેવાફલદષ્ટિએ ત્રિભુવન હિતકારક જગતુપૂજ્ય તીર્થકરપદને પ્રાપ્ત કરી શકે છે. વ્યષ્ટિ અને સમષ્ટિ વ્યક્તિ અને સમાજના સેવક બનીને પ્રથમ સર્વ જીનું શ્રેય થાય એવા સેવાધર્મોમાં પ્રવૃત્ત થવાની જરૂર છે. સેવક બની સર્વજીવોની રક્ષા માટે પ્રગતિ કરવામાં સેવાધર્મને અંગીકાર કરવામાં આવશે તેમજ સ્વામી બની શકાશે, અન્યથા તે વિના આકાશકસમવતુ સ્વામી થવાની આશા રાખવી એ વ્યર્થ છે. જે વૃક્ષ પ્રથમ મૂળીયાં અને કંધેવડે યુક્ત ન બની શકે તે પુષ્પફલ પ્રાપ્ત કરવાને કદાપિ અધિકારી બની શકશે નહિ. આત્મોન્નતિ માટે આત્માની અને વિશ્વની સેવા કરવાની અત્યંત આવશ્યકતા છે. આપણે હાલ જે દશામાં છીએ તે ખરેખર અન્ય જીવોની સેવાપ્રવૃત્તિના ઉપગ્રહવડેજ અવધવું. આત્માની ઉન્નતિમાં સર્વ સંસારી જીને તરતમાગે ઉપકાર હોય છે એમ અનુભવ થયા વિના રહેશે નહિ. આત્માની વ્યાવહારિક તથા આન્તરિક પ્રગતિમાં પૃથ્વી જલ અગ્નિ વાયુ વનસ્પતિ અને ત્રસજીને આત્મગ સહજે પ્રતીત થાય છે. આત્મા કર્મોન્નતિવડે સેવક બનતે બનતો અને સિદ્ધ બને છે. પરસ્પર સેવાધર્મ વડે સેવક બનવાથી આત્મોન્નતિ યોગ્ય એવી પ્રવૃત્તિ થઈ શકે છે. પ્રવૃત્તિ કરવી એ સેવકનું લક્ષણ છે. શિયાઓ વડે કાર્યમાં પ્રવૃત્ત થવું એ સ્વપરિભાષાએ સેવકગ છે અને એ સેવકયોગની સિદ્ધિ કરવાથી સિદ્ધ પરમાત્મા બની શકાય છે. કર્મક-સેવક જે પ્રથમ વિશ્વની સેવા કરીને બને છે તે વિશ્વને સ્વામી અર્થાત્ પરમાત્મા બની શકે છે. ઈશુક્રાઈસ્ટે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે મનુષ્યોને સેવાધર્મ દર્શાવ્યું હતું. ગૌતમબુદ્ધ વિશ્વતિજીનું શ્રેયઃ કરવા પરોપકારાદિકાયૅવડે સેવા કરવાનું સ્વરસેવકેને જણાવ્યું છે. આ વિશ્વમાં સર્વ જીવોનો ઉદ્ધાર ખરેખર સેવક બનીને સેવાધર્મકર્મોમાં પ્રવૃત્ત થવાથી થાય છે. જે મનુષ્ય વિશ્વહિતાર્થે અનેક શુભ માર્ગો દ્વારા જીવની ઉત્કાન્તિ થાય એવા પ્રયત્ન કરે છે તેઓ પરભવમાં ઈન્દ્ર ચંદ્ર નાગેન્દ્રાદિની પદવીઓને પ્રાપ્ત કરે છે. ઇશુક્રાઈસ્ટે મનુષ્યની સેવા
For Private And Personal Use Only