SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સપુરુષોની સમૃત સમી કરવી. ( ૩૪૩ ) વડે કોમની પ્રગતિ થાય એવા ઉપાયે આદરવા જોઈએ. સ્વકેમનો ઉદય કરવા માટે અહંકારને નાશ કરવો જોઈએ અને સેવાધર્મ સ્વીકારવું જોઈએ. કેટલાક બ્રાહ્મણ મુકત થાય અને સર્વત્ર બ્રાહ્મણ વિઘાવડે વિભૂષિત બને એવા ઉપાય સપુરુષની સમ્મતિપૂર્વક ગ્રહણ કરવા જોઈએ. જૈન ધર્મના પ્રચારમાં અગિયાર ગણધર વગેરે બ્રાહ્મણવિદ્વાનોએ સાધુઓ બનીને આત્મભેગ આપવામાં બાકી રાખી નથી. બ્રાહ્મણોમાંથી સંકુચિત મતદૃષ્ટિ ઈર્ષ્યા આલસ્ય નિદ્રા કલેશ વૈર કુસંપ અહંકાર અને અસહનશીલતા વગેરે દુર્ગણે જાય અને તેના સ્થાને ઉદ્યમ વિદ્યાભ્યાસ વિશાલદષ્ટિ સમતા સંપ પ્રેમભાવ પરસ્પરનું શ્રેયઃ ઈચ્છવું અને કરવું વગેરે સદ્ગુણોને પરિપૂર્ણ પ્રચાર થાય તે તેઓની ઉન્નતિથી ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રોની પ્રગતિ ત્વરિત થઈ શકે. ક્ષત્રિયોની ઉન્નતિથી બ્રાહ્મણ વૈશ્ય અને શદ્રોની ઉન્નતિ સાથે વ્યાપારીઓ વિજ્ઞાનશાસ્ત્રીઓ વગેરેની પ્રગતિથી સર્વ દેશના લોકે સુખી થઈ શકે છે અને શૂદ્રોની ઉન્નતિથી બ્રાહ્મણદિ ત્રણ વર્ણની પ્રગતિ થઈ શકે છે. પરસ્પર વર્ણોએ એક બીજાને સહાધ્ય આપવામાં સપુરુષોની સમ્મતિપૂર્વક પ્રયત્ન કરે જોઈએ. ત્યાગીઓ અહંકાર બેદરકારી આલસ્ય પ્રપંચ વ્યસન વગેરે મૂકીને સ્વત્યાગાવસ્થાને ઉદ્ધાર કરવા પુરુષની સમ્પતિપૂર્વક પ્રયત્ન કરે તે ત્યાગની પ્રગતિવડે સ્વાસ્તિત્વસંરક્ષક બની શકે. અન્યથા તેઓની પાછળ હવે કંઈ રહેવાનું નથી એમ સમજીને તેઓએ શાન્તિના જમાનામાં કેળવણી ગ્રહણ કરી ચેતવું જોઈએ કે જેથી તેઓ વિધલોકોમાં પગદય કરી શકે. ગૃહસ્થાએ અને ત્યાગીઓએ જમાનાને અવધી સૂપગ દવિ અને સાફોની સમ્મતિ ગ્રહીને કર્તવ્યકાર્યોને અપ્રમત્ત બનીને કરવાં જોઈએ. હે મનુષ્ય ! તું સૂપગષ્ટિવડે પુરૂષની સમ્મતિ રહીને સ્વકર્તવ્ય કાર્યને કર્યા કર ! મનુષ્યભવમાં કયાં કયાં કાર્યો કરવા લાયક છે તેને વિચાર કર. કયાં ક્યાં કાર્યો ગણપણે કરવા લાયક છે અને ક્યાં ક્યાં મુખ્યપણે કરવા લાયક છે તેનો વિચાર કર. સ્વસંબંધી અને પરસામાજિક કર્તવ્ય અમુક દેશકાલભાવાનુસારે ગણ હોય છે તે મુખ્ય થઈ જાય છે અને મુખ્ય કાર્યો ગણરૂપ બની જાય છે. દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવાનુસારે રાત્રિ અને દેવસિક કર્તવ્યકાર્યોમાં ઉત્સર્ગકાલ અને આપત્તિકાલાદિકની અપેક્ષાએ ગૌણ મુખ્યતા ફરતી રહે છે; એવું અવધીને અને પુરૂદ્વારા તેને અનુભવ લઈને સ્વકર્તવ્યકાર્યમાં ગૌણ અને મુખ્યપણાનો નિશ્ચય કરીને કર્તવ્યકાર્યો કર્યા કર. વ્યાવહારિક કાર્યપ્રવૃત્તિ અને ધાર્મિક કાર્યપ્રવૃત્તિમાં સૂક્ષ્મ પગ દછિદ્વારા પુરુષોની સમ્મતિ ગ્રહીને પ્રત્યેક મનુષ્ય પ્રવર્તવું જોઈએ એમ ઉપર્યુકત લોકનો ભાવ છે અને એ પ્રમાણે પ્રવર્તતાં અપક્રાન્તિના માર્ગનો ત્યાગ કરીને આત્મા ઉત્ક્રાન્તિના માર્ગ પર આરહી શકે છે; પ્રત્યેક કર્તવ્ય કાર્યોમાં સૂપગદષ્ટિ અને પુરુષની સમ્મતિ એ બેથી પ્રવૃત્તિ કરતાં પરિતઃ સાનુકૂલ પ્રતિકૂલ સંગપર અત્યંત પ્રકાશ પડે છે અને તેથી જે જે ઠોકર વાગવાની હોય છે તેને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy