SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૪૨ ). શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. UR કરી અને તેમજ મુસલમાનોના રાજ્યકાલમાં કેટલાક બાદશાહી સત્તાધિકારી મુસલમાનેએ હિન્દુઓની રૂપવતી સ્ત્રીઓના હરણમાં સ્વસત્તાનો દુરુપયોગ કર્યો અને તેથી તેઓની પડતી પ્રારંભાઈ ઇંગ્લીશ સરકારના રાજ્યમાં મહાજનરૂપ પુરુષોની સમ્મતિપૂર્વક રાજ્યમાં સુધારાવધારા કરવામાં આવે છે અને કેઈના ધર્મમાં રાજા–સરકાર વચ્ચે આવતી નથી; તેમજ બ્રિટીશ સરકારના તરફથી નિયુક્ત વાયસરોય, ગવર્નર વગેરે સત્તાધિકરિો તરફથી કેટલાક મુસલમાન બાદશાહના જેવા અન્યની કન્યાઓને સ્ત્રીઓને પકડી લઈ જવાના અત્યાચારો થતા નથી; અને સર્વ બાબતમાં ન્યાય મળે છે; તેથી બ્રીટીશ સરકારનું રાજ્ય રામરાજ્ય તરીકે ગણાય છે; તેથી એવું રાજ્ય વિશ્વમાં સર્વત્ર વ્યાપક થવાને યોગ્ય કરી શકે છે. આર્ય રજપુતરાજાઓ અને નવાબાએ બ્રિટીશરાજ્યના કાયદાઓનું સૂપયોગથી અધ્યયન કરી સ્વરાજ્યમાં તે પ્રમાણે પુરુષની સમ્મતિપૂર્વક વર્તવું જોઈએ. પ્રજાને પિતાના આત્મવત્ માનીને બ્રીટીશરાજ્યની પેઠે વર્તવાને માટે સદા હિન્દુરાજાઓએ તત્પર રહેવું જોઈએ; અને આલસ્ય અવિવેક વ્યસન, મજશેખ, વ્યભિચાર, દારૂ વર ગૃહકલહ ગોત્રકલહ ઈર્ષા ઠેષ કુસુપ વગેરે દુર્ગુણોથી દૂર રહેવું જોઈએ. હિન્દરાજાઓ અને નવાબેએ ગવર્નરો વગેરે સૂમપયોગવાળા પુરૂષની સલાહ પ્રમાણે ચાલીને આલસ્યને ત્યાગ કરી ઉદ્યમમાં પ્રવૃત્ત થવું જોઈએ. જે રાજાઓ જે રાજપુત આલયમાં જીવન નિર્ગમન કરે છે તેઓ કુટુંબ અને દેશને ભારભૂત છે. તેવા રાજાઓ અને રજપુતેથી દેશનું કલ્યાણ અને કેમનું કલ્યાણ થઈ શકતું નથી. રાજાઓ અને રાજપૂતોએ પિતાની અને પિતાની કમની પ્રગતિ થાય એવા ઉપાયો બેડો વગેરેને સ્થાપન કરી લેવા જોઈએ. પરસ્પરમાં ગૃહભેદ ગત્રભેદ અને રાજ્યવિભાગ કલેશથી લડી ન કરવું જોઈએ. પરસ્પર એક બીજાનું અશુભ કરવા પ્રાણને પણ પ્રયત્ન ન કરવો જોઈએ. રાજાઓએ રાજપુતેએ અવિવેકથી ધનાદિકમાં અફીણ દારૂ વગેરે વ્યસનોમાં નકામે વ્યય ન કરવો જોઈએ. દારૂથી અને અફીણથી તેઓની પડતી થવામાં બાકી રહી નથી. સામંતસિંહ ચાવડાએ દારૂના ઘેનમાં યકાતઢા બને મૂલરાજલંકીએ ભાણેજના હાથમાં રાજ્ય મૂકયું તેથી તથા અફીણ વગેરે વ્યસનોથી રાજાઓ અને રજપુતોની બુદ્ધિ કટાઈ ગઈ, શરીરશક્તિ ક્ષીણ થઈ ગઈ, અને લક્રમી વગેરેને નાશ થશે. રાજાઓ ઠાકરે અને સામાન્ય રાજપુત કેમમાં વેરઝેર વ્યભિચાર વગેરે દેનો પ્રચાર થવાથી ભારતની પડતીમાં વધારે થયો છે. રાજાઓ રાજાઓના ભાયાત ઠાકોરો વગેરેમાં કુસંપ પ્રવેશ કરીને તેઓને પડતીના નીચેના પગથીયાંઓ પર લાવીને મૂકયા છે. સત્તામદ, રાજ્યમદ વગેરેથી મુક્ત થવાને માટે તેઓએ પુરુષોની સમ્મતિ ગ્રહણ કરીને કેળવણીને પ્રચાર કરવો જોઈએ અને સ્વશકિતને તથા સ્વકેમને ઉદ્ધાર થાય એવા ઉપાયોને આદરવામાં એક વારછવાસને પણ નકામ ન ગુમાવવો જોઈએ. નવાબ અને મુસલમાનોએ વૈરઝેર કુસંપ વગેરેને દેશવટો દઈ કેળવણી For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy