SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રજાપ્રેમ એજ રાજકર્તવ્ય. ( ૩૩૯ ) આવે છે તેમાં વિજ્ય મળે છે; જર્મનીમાં પ્રિન્સબિસમાર્ક પ્રધાનની બુદ્ધિ વખણાય છે, તેને રાજા તેની સમ્મતિપૂર્વક સર્વકાર્યો કરતો હતો, તેથી તે જર્મનીનાં સર્વ નાનાં રાજ્યનું એક મોટું રાજ્ય કરી શકશે અને તેથી જર્મનીની પ્રગતિ દિનપ્રતિદિન વધવા લાગી. બિસમાર્કે હાલના કૅઝરવિલીયમને કાન્સ અગર રૂશિયાની સાથે મૈત્રી રાખવી એવી સમ્મતિ આપી હતી, પરંતુ તે પ્રમાણે કેઝરથી પ્રવર્તી શકાયું નથી, તેથી જર્મનીને હાલમાં પ્રવર્તતી મહાલડાઈમાં બિસમાર્કની સમ્મતિની અપૂર્વતાનો ખ્યાલ કરે પડે છે. જો તે બિસમાર્કની સલાહ પ્રમાણે પ્રવર્યો હોત તે અમૂલ મનુષ્યરત્નોનો ભોગ આપ્યા વિના સ્વરાજેન્નતિમાં આગળ વધી શકત. કર્તવ્ય કાર્યોના ગુંચવાડામાંથી પસાર થવાને મહાબુદ્ધિશાળી પુરૂષની સલાહ લેવાથી અનેક પ્રકારના લાભ થાય છે એમ ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. સિદ્ધરાજ જયસિંહ પ્રત્યેક યુદ્ધમાં વિજય પામ્યો હતો તેનું કારણ ખરેખર તેના જૈનવણિક પ્રધાન હતા. જૈનવણિક પ્રધાનની સમ્મતિથી તે પ્રજાનું ચિત્ત સ્વપ્રતિ આકર્ષી શક્યો હતો અને ગુર્જર દેશની સીમા વધારી શકયો હતો. ભીમે વિમલમંત્રીની સલાહ પૂર્વક રાજ્ય ચલાવ્યું તેથી તે શાંતિથી રાજ્ય કરી શકે. કુમારપાલે પણ જૈનવણિક પ્રધાનની સમ્મતિપૂર્વક રાજ્ય પ્રવર્તાવ્યું, તેથી તે ગુર્જર દેશની પ્રજાનું ચિત્ત પિતાના પ્રતિ આકર્ષી શકયે. વસ્તુપાલ અને તેજપાલની સલાહપૂર્વક વરધવલે રાજ્ય ચલાવ્યું તેથી તે સ્વરાજ્યનું રક્ષણ કરી શકે; પરંતુ પાછલથી તેના પુત્ર વસ્તુ પાલાદિની અવજ્ઞા કરી તેથી તેના વંશજોનું ગુજરાતમાં રાજ્ય રહ્યું નહિ. પ્રતાપરાણાને ભામાશાહે અનેક પ્રકારના રાજ્યપ્રવર્તક સમ્મતિ આપી હતી અને પુષ્કલ ધનની સાહાટ્ય આપી હતી તેથી તે પુનઃ સ્વરાજ્ય સ્થાપી શક્યા. રાનડે ગોખલે વગેરે સંપુરૂની સલાહ રાજ્યકાર્યોમાં કેટલી બધી ઉપયોગી થઈ પડી છે તે સમસ્ત ભારત અવબોધે છે. શિવાજીને તેના ગુરૂ રામદાસ તરફથી રાજ્યતંત્ર ચલાવવાની ઉત્તમ સમ્મતિ મળતી હતી, તેથી શિવાજીના પર દક્ષિણીઓનો રાગ વધે અને રાજ્ય સ્થાપન સંબંધી સર્વ પ્રકારની તેઓનાથી સાહાસ્ય મળી શકે; સત્યુની સમ્મતિ લઈને આર્યાવર્તના પૂર્વ રાજાઓ રાજ્યતંત્ર ચલાવતા હતા તેથી તેઓની રાજ્યવ્યવસ્થા સારી રીતે રહી શકતી હતી અને તેઓ પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવવા ભાગ્યશાળી બનતા હતા. પ્રજાને પૂર્ણ પ્રેમ મેળવવો એજ રાજ્યપ્રવર્તકેનું મુખ્ય કર્તવ્ય છે. અકબર વગેરે બે ત્રણ સારા બાદશાહ સિવાય અન્ય બાદશાહએ હિન્દુઓનો પ્રેમ જીતવા પ્રયત્ન કર્યો નહિ, તેથી અને દિલ્હીની ગાદીની ચિરસ્થાચિતા તેઓના વંશને માટે રહી નહિ. બ્રિટીશ સરકાર પ્રજાને પ્રેમ આકર્ષાય એવા ઉપાય લે છે અને કોઈના ધર્મમાં આડી આવતી નથી તેથી તેના રાજ્યને હિન્દુઓ રહાય છે. બ્રિટીશ સરકાર પ્રજાના આગેવાન સપુરુષોની સલાહ લઈને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તે છે. પાર્લામેન્ટમાં કન્ઝરવેટીવ અને લીબરલ વગેરે પક્ષેની For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy