________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઐક્યના અભાવે અધ:પતન.
( ૩૩૧ )
સર્વમાં છતાં સર્વથી ન્યારા એવો આત્મા અનુભવાય છે. આર્યાવર્તના મનુષ્ય જયારે આત્માની નિઃસંગતાથી ભ્રષ્ટ થયા ત્યારે તેઓ કાર્યો કરવામાં મમત્વભાવનાવડે મહારું હારું માની નીચ કોટી પર આવી ગયા. પૂવે મનુષ્ય નિઃસંગતા૫ આત્માને અનુભવતા અને બાહ્યકર્તવ્ય કાર્યોને કરતા હતા તેથી તેઓ ખાતાં પીતાં હરતાં ફરતાં છતાં ગુણસાગરાદિની પેઠે કેવલજ્ઞાન પ્રાપ્ત કરી શકતા હતા. હાલ મનુ ધર્મના મતમતાંતરમાં દણિરાગી બનીને મૂલધર્મ સામું દેખતા નથી. સત્ય સદા સૂર્યની પેઠે એકસરખું પ્રકાશિત રહે છે. સત્યાનન્દમય સર્વ મનુષ્યોના આત્માઓ છે. દેશકાલાનુસાર સર્વ મનુષ્યો સત્ય ધર્મને શોધી શકે છે. અનેક રૂપમાં અર્થાત્ અનેક પ્રકારે સત્ય બાહિર આવી શકે છે. સ્વાત્મા સત્યરૂપ છે અને તે નિઃસંગરૂપ છે એમ માનીને જ્યારે મનુષ્યો નિઃસંગતાને અનુભવ કરે છે ત્યારે તેઓ કર્મવેગની ઉચ્ચ કોટીને પ્રાપ્ત કરી શકે છે. આત્માને નિસંગ માની નિર્ભય બની સ્વાધિકારે સર્વ કાર્યો કરવા જોઈએ. સર્વ પ્રકારના ભયનું ચૂર્ણ કરીને તેને આકાશમાં ઉડાડી દેવું જોઈએ. ભય એ આત્માને ધર્મ નથી. જે ભય પામે છે તે આત્મા નથી પણ મન છે. જે ભય પામે છે તે વિશ્વના પગ તળે કચરાય છે. જે ભય પામીને કર્મયોગથી ભ્રષ્ટ થાય છે તે અજ્ઞાન કૃપમાં ઉતરે છે. ભય પામનારને જીવવાનો અધિકાર નથી. જેનાથી ભય પામવાનો છે? શું ઈશ્વરથી ભય પામવો જોઇએ? ઈશ્વર કદી ભય કરનાર નથી તે કોઈને દુઃખ આપનાર નથી માટે ઇશ્વરથી ભય ન પામવો જોઈએ. ઈશ્વર પરમાત્મા અનન્ત આનન્દરૂપ છે. તેનાથી ભય કેઈને થયેલ નથી અને થનાર નથી. યમથી ભય પામવો જોઈએ ! ના તે કદાપિ આત્માને નાશ કરી શકે તેમ નથી. પોતાને આત્મા અને યમને આત્મા એકરૂપ છે. તેથી આત્માને આત્માથી ભય નથી અને પુદ્ગલને પુદ્ગલથી ભય નથી. ભય છે તે એક જાતની બ્રાન્તિ છે. શું ત્યારે કર્મથી ભય પામ જોઈએ? ના તે કદી સત્ય નથી. આત્મા ક્ષણવારમાં કર્મને નાશ કરી શકે છે. ભય એક પ્રકૃતિ છે અને તે આત્માથી ભિન્ન છે અને આત્માથી ભિન્ન ભયપ્રકૃતિથી બીવું એ આત્માને મૂળ સ્વભાવ નથી; અએવ કોઈનાથી ભય પામવા જેવું છેજ નહિ. આત્માને કેઈ નાશ કરી શકે તેમ નથી, કારણ કે આત્મા નિત્ય છે. ત્રણ કાલમાં દ્રવ્યરૂપે તે એક સ્વરૂપે રહી શકે છે. મૃત્યુથી ભય પામવાની જરૂર નથી, કારણ કે આત્મારૂપ સાગરમાં મૃત્યુ એ એક પરપોટાના સમાન છે. પરંપરાને નાશ થતાં કદાપિ નિત્ય આત્માનો નાશ થતો નથી. યશ કીર્તિ એ નામરૂપના સંબંધે છે. નામરૂપ એ આત્માને ધર્મ નથી તેથી નામરૂપના યોગે ઉદ્દભવેલ યશ કીર્તિઓમાં આત્માનું કશું કંઈ નથી. નામરૂપની કીર્તિ આદિ માયાજાલમાં આત્માનું કશું કંઈ નથી; અએવ કીર્તિયશ-અપકીર્તિ વગેરે એક સમુદ્રના પરપોટાનાં જેવાં હોવાથી તેના નાશે કંઈ આત્મારૂપ સાગરને નાશ થતું નથી એમ અવધીને મનની ઉપર કઈ પણ જાતના ભયની અસર
For Private And Personal Use Only