________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
( ૩૩૦ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
છે તે તે અન્તરથી ભેગસંયુકત છે. અતએ અત્ર વાચ્ય સારાંશ એ છે કે આત્માની નિઃસં. ગતાથી બાહ્યશભાશુભ પદાર્થોના સંબંધમાં અાવતાં ખાદ્યપદાર્થોની શુભાશુભ અસર પોતાના આત્માપર થતી નથી અને તેથી આત્માના આનંદમય અનન્ત જીવનની પ્રાપ્તિ થાય છે. એક ત્રાષિએ પિતાના કેટલાક તપસ્વી શિષ્ય દર્શન કરવા આવ્યા ત્યારે તેમને સંગી કહીને બોલાવ્યા, અને કેટલાક ગૃહસ્થભકતો આવ્યા તેઓને નિઃસંગી કહીને બોલાવ્યા. આનું કારણ એ હતું કે તપસ્વીઓને વિષયભેગો ભેગવવાની મનમાં પ્રબલવાસનાઓ પ્રગટી હતી અને ગૃહસ્થોના મનમાં જ્ઞાનયોગે પરિપકવ વૈરાગ્ય થવાથી સર્વ સંસારને ત્યાગ કરવાની પ્રબલભાવનાઓ જાગ્રતુ થતી હતી. આ પ્રમાણે અત્તરની દશાથી તપસ્વીઓને સંગી કહ્યા અને ગૃહસ્થભકતોને નિઃસંગી કહ્યા. નિઃસંગતાની ભાવનાથી અનેક પ્રકારની ઉપાધિ આવ્યા છતાં ઉપાધિમાં રાગદ્વેષના સંગી બની જવાતું નથી અને ઉપાધિમાં નિઃસંગ રહેવાથી કેટલાક રોગને શરીરપર હુમલે થતો નથી અને છેક ચિન્તાના અશુભવિચારોને પણ મનપર હમલે થતું નથી, તેથી બાધથી ગમે તેવી દશા હોવા છતાં આત્મા નિઃસંગપણાથી આત્માનંદ ભેગવવા સમર્થ બને છે. એક કલાક પર્યક્ત આત્માને નિઃસંગ ભાવ્યાથી તે સર્વ પ્રકારના બેજાએથી હલ થઈ જાય છે અને અન્ય અજ્ઞાનીઓના કરતાં કરોડગણો અનન્તગુણ નિર્લેપ રહી શકે છે. આત્મા જ્યારે ત્યારે પણ આવી નિઃસંગભાવનામાં આરૂઢ થયા વિના નિબંધ થવાનો નથી. બાહ્યસંગ તો અવશ્ય જ્યાંસુધી શરીર છે ત્યાંસુધી તીર્થકરાદિ સરખાને રહે છે તે અન્યને રહે તેમાં શું આશ્ચર્ય ? અલબત કંઈ આશ્ચર્ય નથી. અતએ આત્માને ઉચિત એ છે કે મનની શુભાશુભ ક૯૫નાથી પિતાને શુભાશુભ સંગી ન માની લે. આત્મા નિઃસંગ છે તેથી આત્મા સ્વયમેવ સિદ્ધ બને છે. એક અમલદાર જેમ પોતાની નોકરી પૂર્ણ થયાથી પોતાનો ચાર્જ અન્ય અમલદારને સેંપી આનન્દથી છૂટે પડે છે તેમ પ્રત્યેક મનુષ્ય નિઃસંગ આત્માને માની કર્તવ્ય કાર્યો કરતાં છતાં અન્તર્થી તે પદાર્થોનો સંબંધ જ પિતાની સાથે નથી એમ માની પ્રવર્તવું, જેથી રતિ અતિ રાગદ્વેષરૂપ આરછાદનોથી પોતાનો આનન્દ ગુણ આચ્છાદિત બની જાય નહિ; બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં છતાં પણ અન્તરથી નિઃસંગ રહેવાથી જ્યારે જોઈએ ત્યારે આત્મા આનંદમાં ઝીલતે માલુમ પડે છે અને તે કઈ જાતના મમત્વના બંધનથી પિતાને આનન્દ ખોઈ બેસતો નથી. અતએ નિઃસંગભાવનાવડે આત્માની નિઃસંગતા પ્રાપ્ત કરવાની જરૂર છે. નિઃસંતાયુકત આત્માને આ સંસારમાં સર્વ કર્તવ્ય કાર્યો કરવાનો અધિકાર છે; કારણ કે તેથી તે બાહ્યસંગેથી બંધાતે નથી. તેને તો આ વિશ્વ એક રમકડા સરખું લાગે છે અને તે અનેક પરિવર્તનોમાં સ્વાત્માને શુભાશુભભાવથી વિમુક્ત રાખે છે. આત્માની નિઃસંગના પ્રાપ્ત કરવાની જરૂર છે એમ પ્રત્યેક મનુષ્ય વિચારીને કર્તવ્ય કાર્યમાં પ્રવૃત્ત થવું જોઈએ. નિઃસંભાવનાથી
For Private And Personal use only