________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૨૮ )
શ્રી કયાગ ગ્રંથ-વિવેચન.
品
અને હાલના જમાનામાં ભીમનો ભાઈ કહેવાય છે; તેના ખાલવા કરતાં, કથની કરતાં, ખલના તે મહાશ્ચયના ખેલા કરી ખતાવે છે તેની લેાકેાપર ઘણી અસર થાય છે. શરીર અ'ગકસરત વ્યાયામકારક એવા એક આદર્શ પુરુષ અન્યને સ્વકાર્યમાં સહેજે પ્રવર્તાવી શકે છે. જે જે મહાપુરુષા ભૂતકાલમાં થઇ ગયા છે તેનાં જીવનચરિતા આપણા હૃદય ઉપર વિદ્વત્ કરતાં અત્યંત અસર કરીને સત્કાર્યમાં જોડે છે તેનું કારણ એ છે કે તેઓ આદર્શ - પુરુષ બન્યા હતા. રામનું નીતિમય આદર્શ જીવન તેની પાછળ પણ પુસ્તકાદ્વારા આપણા હૃદયમાં સારી ભાવના પ્રગટાવે છે. શ્રીકૃષ્ણનું શ્રીનેમનાથપ્રતિ શ્રદ્ધા-ભક્તિ-ભાવના અને કમચાગિત્વનું આદર્શજીવન ખરેખર સ્યાદ્વાદષ્ટિએ ઉત્તમ અસર સમનુષ્ય પર કરી શકે છે-ઇત્યાદિ છાંતાથી અવમાધવું કે શુભકાર્યોં કરીને આદર્શ પુરુષ બની અન્યલેકોને શુભકાર્યાંમાં પ્રવર્તાવી શકાય છે. આદર્શ પુરુષ થયા વિના અન્યલેાકેાને શુવિચાર અને શુભકાર્યમાં પ્રવર્તાવવા એ કાર્ય ખરેખર અશકય જાણવું. પ્રથમ પેાતાની જાતથી અન્યોને શુભ અસર કરી શકાય છે. શુભકાર્યો કરતાં પ્રથમ તા અનેક મનુષ્ય સામા થાય છે પરન્તુ ધૈર્ય ધારણ કરીને શુભકાર્યો કરવામાં આવે છે તે પશ્ચાત્ તેની અસર સર્વ લોકેાપર થાય છે. ઇશુક્રાઇસ્ટ શૈલીપર ચઢી--વધસ્તંભપર ચઢી મૃત્યુ પામ્યા; પરન્તુ તેણે તે કાર્યથી બ્રીસ્તિધર્મના વિશ્વમાં પાયે નાખ્યા. સાક્રેટીસે ઝેરના પ્યાલે પીધા, પરન્તુ તેણે તે કાર્યથી પેાતાની પાછળ સેંકડો સોક્રેટીસ ઉત્પન્ન કર્યાં. અતએવ આત્મન્ ! સક્તિવડે શુભકાર્યો કર અને શુભકાર્યો કરી આદર્શ પુરુષ અની અન્ય લોકોને શુભકાર્યોંમાં પ્રવર્તાવ.
અવતરણ—નિઃ સંગાદિરૂપ આત્માને માની કન્યકામાં પ્રવૃત્ત થવાની શિક્ષા કથવામાં આવે છે.
ફોન:
निःसङ्गं निर्भयं नित्यं मत्वाऽऽत्मानं स्वकर्मणि । सदुपायैः प्रवर्तस्व पूर्णधैर्यप्रवृत्तितः ॥ ५३ ॥
શબ્દાર્થ—સ્વકાર્ય માં આત્માને નિઃસ' નિર્ભય નિત્ય અને પૂર્ણ માનીને સપાચાવડે ધૈર્ય પ્રવૃત્તિથી પ્રવૃત્તિ કર.
વિવેચન~મનુષ્ય આત્મજ્ઞાન વિના બાહ્યપ્રવૃત્તિયેથી શુભાશુભભાવમાં ઘેરાઈ જાય છે અને તેથી પેાતાને જગત્માં દબાઈ ગયેલા માની લઇ રકની પેઠે પ્રવૃત્તિ કરે છે અને તેથી તે સ્વયમેવ જગા દાસ બને છે, જડદેહાદિથી આત્મા ભિન્ન છે અને તે સિદ્ધ સમાન છે. આત્મા સર્વ વસ્તુઓના સંબંધમાં આવતાં છતાં સત્તાથી નિઃસંગ છે અને તે વ્યકિતભાવે
For Private And Personal Use Only