________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- we
~~~~
( ૩૨૬ )
શ્રી કમંગ ગ્રંથ-સવિવેચન.
~~ ~ ~ ~~~ ~~~~~~~~~~~~ પિલે જંગલી ભિલલ આવ્યો. તેણે પ્રભુની બે આંખે કેઈએ ઉખેડી નાખેલી દીઠી તેથી તુરત પોતાની બે આંખો ઉખેડીને પ્રભુના અને ચાંટાડી અને પ્રભુની સ્તુતિ કરવા લાગ્યા. વણિકને મુનિએ ભિલ્લની આવી સ્થિતિ જણાવી અને કહ્યું કે દેખ! આવી સર્વસ્વાર્પણરૂપ ભકિત વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. હારી ભક્તિ ઉપર ઉપરથી બાહ્યપૂજાના ઉપકરણે અલંકૃત થએલી છે અને તેની ભક્તિ ખરેખરી જીવસાટે બનેલી છે માટે તેની ભક્તિની પ્રશંસા કરવા યોગ્ય છે. હૃદય એજ ભકિતનું સ્થાન છે. પ્રભુ-ગુરુભક્તિમાં બાહ્ય કરતાં પ્રેમ સ્વાર્પણ વગેરેને જોવાની જરૂર છે. આ પ્રમાણે કથી વણિકને બોધ આપે. પેલા જંગલી બિલની ભક્તિથી આસન્ન દેવતા સંતુષ્ટ થયો અને ભિલ્લને નવી બે આંખો આપી. એ દષ્ટાન્તથી પ્રભુભક્તિમાં સ્વાર્પણ-જીવન કરીને પ્રવૃત્ત થવું જોઈએ. પ્રાણીઓ પશુઓ પંખીઓ અને મનુષ્યનું શુભ કરવા માટે તેઓના પ્રતિ પ્રથમ તો શુભભાવનાથી વર્તવું જોઈએ. આ વિશ્વ એ કુદરતને બાગ છે તેમાં સર્વ ને એકસરખી રીતે જીવવાને હક્ક છે. કેઈના પણ જીવવાના હક્કને લૂંટી લે એ મનુષ્યની શુભવૃત્તિનું લક્ષણ નથી. સર્વ વિશ્વ જી સત્તાએ પરમાત્મા છે. પ્રથમ સર્વ વિશ્વ છો તો શુભભાવની અપેક્ષાએ પૂજક બને છે; અને તે સર્વ જીનું શુભકાર્યો વડે શુભ કરવા સમર્થ બને છે. આ વિશ્વવર્તિ જ પ્રતિ તિરસ્કાર વા નીચ દૃષ્ટિથી જોવું એ પોતાના આત્મા પ્રતિ તિરસ્કારવા-નીચ દષ્ટિથી દેખવા બરાબર છે. અએવ કર્મચગીઓએ સર્વ જી પ્રતિ શુભભાવથી દેખવું. વિશ્વવર્તિ મનુષ્ય ગમે તે ધર્મના હોય વા ગમે તે નાતજાતના હોય વા ગમે તે દેશના હોય પરંતુ તેઓના આત્માઓમાં અને મહારા આત્મામાં સત્તાથી ભેદ નથી. તેઓ તે હું છું અને હું તે તેઓ છે. સર્વ જીવોની સાથે મારો આત્મીય સંબંધ છે. કોઈ જીવ મારું અશુભ કરનાર નથી. અજ્ઞાન મહાદિવડે એક જીવ અન્ય જીવ પર શત્રતા રાખે છે તેમાં મેહનો દોષ છે પરન્ત આત્માને દેષ નથી. સર્વ જીવો ગમે તેવા ન્હાના એકેન્દ્રિયાદિથી પંચેન્દ્રિય શરીરમાં રહેલા હોય પરન્તુ તેઓ તે સત્તાની અપેક્ષાએ હુંજ છું. સ્થાનાંગસૂત્રમાં આજ અપેક્ષાએ “ માયા- માતમાં એક આત્મા એમ પ્રથમારંભમાં કથવામાં આવ્યું છે. સર્વ જીવોને સત્તાએ પરમાત્માએ માનીને તેઓને માનવા પૂજવા શુભ કરવું અશુભ ત્યાગ કર એજ ખરેખરી પ્રભુપૂજા વા વિશ્વપૂજા, વિશ્વશુભકાર્ય પ્રવૃત્તિ અવબોધવી. સર્વ વિશ્વવતિ છનું મન વચન કાયાવડે શુભ કરવું જોઈએ. શ્રી મહાવીર પ્રભુએ આજ ઉદેશેસર્વ ની દયા કરવી, સર્વ વિશ્વવર્તિ છેને ન મારવા-ન હણવા, સર્વ જીવોની રક્ષા કરવી, સર્વ જીવોની સાથે મૈત્રીભાવના ધારવી, સર્વ જીના પ્રતિ કઈ ધર્મ, જાત નાત વગેરેનો ભેદભાવ રાખ્યા વિના જે ગુણે પ્રગટ્યા હોય તેઓની પ્રમોદભાવના ધારણ કરવી, સર્વ જીવપ્રતિ કારુણ્યભાવના ધારણ કરવી અને સર્વ પ્રતિ માધ્યશ્ય ભાવના ધારણ
For Private And Personal Use Only