________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફરજ બજાવવામાં મુંઝાવું શા માટે ?
( ૩૨૫ ).
સંગાળશા શેઠના પુત્ર સંબંધી ગુરુદેવે દેવતાની સહાચ્ચે કૃત્રિમ કેલઈયા પુત્રને મારવાની માયા રચી હતી, પરંતુ તેને સાર એ છે કે શેઠે તે ગુરુસેવામાં જરામાત્ર પણ મન વચન અને કાયાથી સર્વસ્વાર્પણ કરતાં બાકી રાખ્યું નહિ. માતૃપિતાની સેવાભક્તિરૂપ શુભ કાર્ય અને શ્રી ગુરુની સેવાભક્તિરૂપ શુભ કાર્યપર ઉપર પ્રમાણે દૃષ્ટાંતને વાંચી શુભકાર્યપ્રવૃત્તિમાં અડગ-અચલ રહેવું જોઈએ. શુભકાર્યને પ્રારંભ માતૃપિતાની સેવાભક્તિથી થાય છે. જેણે માતૃપિતૃ સેવાભક્તિમાં પ્રવૃત્તિ કરી નથી તે સદ્ગુરુની સેવા કરવાને લાયક બની શકતો નથી. સત્તા લક્ષ્મી અને વિદ્યાવૃદ્ધિ થઈ તે શું થયું ? અલબત કંઈ નહિ. જ્યાં સુધી માતૃપિતૃપ્રેમ જાગ્રત્ થ નહિ અને તેમના ઉપકારનો પ્રતિ બદલે વાળવાને સેવારૂપ શુભકાર્યની ફરજ અદા કરાઈ નહિ ત્યાંસુધી પાયા વિનાના પ્રસાદની પેઠે અન્ય શુભકાર્યો જાણવાં. જે મનુષ્ય માતાપિતાના ઉપકાર જાણવા સમર્થ થયે નથી તે ગુરુ અને દેવનો ઉપકાર જાણવા પણ સમર્થ થતો નથી. શ્રી મહાવીર પ્રભુએ પોતાની માતાને સ્વપર પ્રેમ અવધીને અને માતૃભક્તિથીજ શુભકાર્યગી બની શકાય છે એમ જગતને જણાવવાને ગર્ભમાં સાડા છ માસના હતા ત્યારથી પ્રતિજ્ઞા કરી કે માતા પિતા જીવે ત્યાં સુધી મારે દીક્ષા અંગીકાર કરવી નહિ. તેમણે ઉપર્યુક્ત પ્રતિજ્ઞાને પાળીને માતૃપિતૃભકિતનું આદર્શ દષ્ટાન્ત વિશ્વમાં પ્રકાશ્ય. માતૃ પિતૃ ગુરુ અને દેવની કપટરહિતપણે સ્વાર્પણવૃત્તિથી સેવાભક્તિરૂપ શુભકાર્યની પ્રવૃત્તિમાં સર્વ શુભકાર્યોને સમાવેશ થાય. વ્યવહારથી જે જે શુભ કાર્યો ગણાય છે તેમાં માતૃપિતૃ ગુરુદેવની સેવાભક્તિ એજ પ્રથમ કર્તવ્ય છે. દેવને સર્વસ્વાર્પણ કરવું તે દેવભક્તિ છે. ઉપર ઉપરથી પ્રભુની સ્તુતિ કરવી અને પુષ્પલાદિ ચઢાવવા માત્રથી-ભાવ વિના ખરી દેવસેવા ગણાય નહિ. એક નદીના કાંઠે ઝાડીમાં એક જિનદેવનું મંદિર હતું તેમાં પ્રભુ બિરાજમાન કર્યા હતા. એક મુનિ દેરાસરની પાછળ ધ્યાન ધરતા હતા. એક વણિક દરરોજ પ્રભુ પાસે આવી સર્વ પ્રકારે બાહ્યોપકરણ વડે પ્રભુને પૂજતા હતા. પ્રભુને જલથી ત્વવરાવતો હતો. દીવો કરતો હતો. પુખે ચઢાવતો હતો. વણિક પૂજા કરીને નીકળે એવામાં એક જંગલી ભિલ્લ આવ્યો. તેણે કોગળા કરીને પ્રભુ પર જલ રેડવું અને આકડા વગેરેનાં પુષે તેણે પ્રભુના શરીર પર મૂકયા. પેલા વાણિયાએ તેની નિન્દા કરવા માંડી અને મુનિરાજ જે ધ્યાન ધરતા હતા તેમને કહ્યું કે એક જંગલી ભિલ્લ પ્રભુની આશાતના કરે છે. મુનિયે કહ્યું, હે વણિક! હારા જેવી તે બાહ્યપૂજાવિધિને જાણતો નથી પણ તેના અન્તરમાં બહમાન છે. તે સર્વસ્વાર્પણ બુદ્ધિથી પ્રભુને પૂજે છે. વણિકે કહ્યું કે એ શી રીતે સમજાય? ત્યારે મુનિએ કહ્યું કે, તે અવસરે તને જણાશે. એક દિવસ વણિક વનઝાડીમાં પ્રભુની પૂજા ભક્તિ કરવા આવ્યો. તેણે પ્રભુની બે આંખે કોઈએ કાઢી નાખેલી દીડી તેથી વણિક બહુ ખોટું થયું એમ કથવા લાગે અને મુનિ પાસે આવી સર્વ વાત કહી. એવામાં
For Private And Personal Use Only