________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ર૪ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
વિચારો અને આચારોની તે હતી. સગાળશાશેઠની સેવા કરવામાં તેમની પત્ની સદા તત્પર રહેતી હતી અને અતિથિની સેવા કરવામાં કઈ જાતની બાકી રાખતી નહોતી. સગાળશા શેઠ અને તેની પત્નીના એક સદ્ગુરુ હતા. તેની સેવા કરવામાં શેઠ અને શેઠાણી કઈ જાતને આત્મભેગ આપવામાં બાકી રાખતાં નહોતાં. કોઈ દેવતાએ સગાળશા શેઠ અને શેઠાણીની ગુરુસેવા માટે અન્યદેવ આગળ ઘણી પ્રશંસા કરી તેથી અન્યદેવને સગાળશાશેઠ અને શેઠાણી માટે પૂજ્ય લાગણી ઉત્પન્ન થઈ. એક વખત સગાળશા શેઠના ગુરુ તેના ઘેર આવ્યા. ગુરુએ સગાળશાશેઠ અને શેઠાણની પિતાના પ્રતિ ખરી ભક્તિ છે કે નહિ તેની પરીક્ષા કરવા નિશ્ચય કર્યો. શેઠ અને શેઠાણીને તેના કલાઈયા પુત્રને મારી તેનું ભજન બનાવવાનું કહ્યું. તે પ્રમાણે શેઠે અને શેઠાણીએ પુત્ર મારવાની પ્રવૃત્તિ કરી તેમાં ગુરુભક્તિના ગે જરા માત્ર ખંચાયો નહિ. ત્યારે તેમની ખરી ભકિત જાણીને તેમના ગુરુએ તેની આગળ તેના ખરા પુત્રને દેવતાઈ શક્તિદ્વારા રજુ કર્યો અને સગાળશાશેઠની ગુરુસેવાભક્તિરૂપ શુભકાર્ય માટે ઘણી પ્રશંસા કરી –
સગાલશા શેઠની પ્રશંસા. સાચી ભક્તિ તવ મન અહો ધન્ય છે જાત મ્હારી, સાચે સાચે હૃદય વચથી સદ્ગુરૂ ભક્તિ પૂરી; લ્હારા જેવા વિરલ જગમાં સદ્દગુરૂ ભકિત શૂરા, સેવા હારી બહુ ગુણમયી કે ન વાતે અધૂરા. હાલો હાલો નિજ થકી ઘણા ચિત્તમાં જેહ લાગે, હેને માર્યો મમત તજતાં આંચકે નાજ ખાધે; દૈવી લીલા ગુરૂમન તણું સદ્દગુરૂ ભકિત માટે, પાછો ભાગ્યે નહિ નહિ જરા ધન્ય ભક્તિ જ હારી. ધન્ય તવ પત્નીને ધન્ય તવ જાતને, ધન્ય તવ ભકિતને ધન્ય સેવા, પુત્ર તવ મારતાં આંચકો નવ ધર્યો, ધન્ય તવ ભકિતને ભક્તિ દેવાઃ ધન્ય તવ માતને સર્વસ્વાર્પણ કર્યું, ભક્તિમાં ખામી ના કાંઈ રાખી; અમર તવ નામ આ વિશ્વમથે થયું, પામી શ્રદ્ધા તણી સત્ય ઝાંખી. ૩ શ્રદ્ધા ભકિત થકી પૂજ્યા, સદ્ગુરુ સ્વાર્પણ કરી; ધન્ય સેવા ભલી જગમાં, પામ્યા વિરલા જ અહે. ધન્ય શેઠાણી શેઠને, સ્વાર્પણ સેવા કરી ખરે; ચંદ્રભાનુ ઊગે તાવ, ચાદી કા મર જને
For Private And Personal Use Only