________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્મયોગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવંત હોય છે.
(૩૨૧ )
કાર્ય પ્રારંભ્યા પશ્ચાત્ તે દુઃખપ્રદ સંગને નાશ કરવા પ્રતિ અલ્પષ અને મહાલાભદષ્ટિએ ખરા અંતઃકરણથી પ્રયત્ન કરવો જોઈએ. આર્યદેશીય રાજપૂતોની પેઠે કાર્યપ્રવૃત્તિ આરંભ્યા પશ્ચાત્ કર્તવ્યરણક્ષેત્રમાં કેશરીયાં કરીને લડવું જોઈએ કે જેથી વિજયશ્રીને આ ભવમાં વા પરભવમાં પણ પ્રાપ્ત કરી શકાય. આ સંબંધી નીચેના પદનું મનન કરવું જોઈએ.
કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ પ્રારંભિત કાર્યપ્રવૃત્તિ ન ત્યાગ; આ પાર કે પેલે પાર વિચારી કાર્યપ્રવૃત્તિમાં લાગ–પ્રારંભિત. ૧ દુ:ખ પડતાં કાયર બનતાં, ના રહેતી નિજલાજ; દેખે જેનેએ નિજ ખોયું, દુઃખ કાતરથી રાજ–પ્રારંભિત. ૨ કરણઘેલો રઝ બહુલું, મળી નહીં કેઈ સહા; દુઃખસંગો જે ન વિચારે, તેને થ એ ન્યાય—પ્રારંભિત. ૩ આકાશ તૂટી પડે નિજ શિરપર, તે પણ લેશ ન ભાગ; ફરજ અદા કર શીર્ષ પડેલી, સુખદુઃખસમયે જાગ–પ્રારંભિત. ૪ શક્તિ વિના ના વિશ્વ જીવાતું, એ કુદરતને ન્યાય; કર્તવ્ય કરતાં મરવું શુભ, શૂરને એહ સુહાય—પ્રારંભિત. ૫ કરી કેશરીયાં કર કરવાનું, જેથી વિશ્વ છવાય;
બુદ્ધિસાગર ધર્મપ્રવૃત્તિ, પ્રગતિ નિશ્ચય થાય—પ્રારંભિત. ૬ સુખદુઃખપ્રદ સંવેગોને પૂર્ણ વિચાર કરીને કાર્ય પ્રવૃત્તિ આદરીને પશ્ચાતું દુઃખ પડતાં ભીફ બની ભાગી જવાથી દેશ ધર્મ જાતિ અને કુલ લાજે છે અને જગમાં કાર્ય કરવાની અયોગ્યતા પ્રાપ્ત થઈ શકે છે. કાર્ય કરતાં વિડ્યો તો આવે છે, એમાં કંઈ આશ્ચર્ય નથી. કેટી વિદને સામા ઊભા રહેવું એજ શૂરનું લક્ષણ છે. ગૃહસ્થ અને ત્યાગીઓ કટીવિદને સહન કરીને સર્વસ્વાર્પણ કરી કાર્યપ્રવૃત્તિથી પાછા ફરતા નથી ત્યારે દેશ કોમ સમાજ સંઘ અને ધર્મને ઉદ્ધાર થાય છે. પ્રત્યેક આત્મમાં વિશ્વને ઉદ્ધાર કરવાની શક્તિ રહેલી છે, તેથી પ્રત્યેક આત્માએ કર્તવ્યોને પ્રારંભીને તેઓને સંપૂર્ણ કરવા પ્રયત્ન કરવો જોઈએ. હે ચેતન ! સારમાં સાર વક્તવ્ય એ છે કે કોટી વિદને સહીને કાર્ય કર. તેથી પાછો ન હઠ.
અવતરણ –આદર્શ કર્મચગી બની અન્ય લેકને શુભકાર્યમાં પ્રવર્તાવ.
૪૧
For Private And Personal Use Only