________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૮ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
જાણવાની અને તેને વિચાર કરવાની આર્યોની બુદ્ધિમાં મન્દતા આવી ત્યારથી તેઓની કર્મપ્રગતિમાં વિદ્યાકર્મપ્રગતિમાં વિશ્વકર્મપ્રગતિમાં અને શુદ્રકર્મપ્રગતિમાં હાનિ પહોંચી, તેથી તેઓ સ્વદેશોન્નતિ કરી શક્યા નહિ અને પરદેશીઓની સ્વારીઓથી કચરાઈ અર્ધમુવા જેવા થઈ ગયા. ગમે તે દેશના મનુ હોય પરંતુ જ્યારે તેઓ સુખદુઃખપ્રદ સંગે
ક્યા ક્યા ક્ષેત્રકલાનુસારે છે તેને વિચાર કરતા નથી ત્યારે તેઓ દુઃખથી તપ્ત બને છે. રટલે પણ તેનાં પાસાં બદલીને રોકવામાં નથી આવતે તો તે બળી જાય છે તેમ મનુષ્ય પણ પિતાની સુખદુઃખપ્રદ સંગબાજુઓનો વિચાર કરીને પ્રવૃત્તિ નથી કરી શકતા તે તે અનેક પ્રકારની હાનિને પ્રાપ્ત કરી શકે છે. દેશને રાજાને પ્રજાને કેમને ગૃહસ્થને અને ત્યાગીને સુખપ્રદ અને દુઃખપ્રદ કયા કયા સંયોગો વચ્ચે ઉભા રહેવાનું થયું છે તેઓ પિતે જે તે નથી જાણતા તે તે અધની પેઠે અન્યની કૃપાપર જીવવાને લાયક બની શકે છે. દુઃખપ્રદ સંગોને જાણવામાં આવે છે તે તેને હઠાવી શકાય છે અને સુખપ્રદ સંગને પ્રાપ્ત કરી શકાય છે. મનુષ્ય તાવડીમાં જેમ રોટલીનું પાસું બદલાય છે તેમ દુઃખના સંગથી પરામુખ થઈ સુખસંગ તરફ વળવું જોઈએ. જે ક્ષેત્રકાલે દુઃખપ્રદ સંગને નાશ થાય અને સુખપ્રદ સંગે પ્રાપ્ત થાય એવી ક્ષેત્રકાલે કાર્યપ્રવૃત્તિ આરંભવી જોઈએ. પારસીઓએ દુઃખપ્રદ ઈરાનદેશની તે વખતની સની સ્થિતિ અવલોકી તેથી તેઓ ઇરાનમાંથી નીકળી હિન્દુસ્થાનમાં આવ્યા તેથી તેઓ સ્વધર્મનું અસ્તિત્વ અને સ્વધર્મ કેમનું અસ્તિત્વ સંરક્ષી શકયા. બૌદ્ધો અને અને હિન્દુઓના સમયમાં પિતાની કેમનું અને પોતાના ધર્મનું અસ્તિત્વ ન રહી શકે એવા દુઃખપ્રદ સંગોને દેખી તેઓ તીબેટ ચીન બ્રહ્મદેશ તરફ પ્રયાણ કરી ગયા. કહેવાને સારાંશ એ છે કે સુખપ્રદ સંયેગે જ્યારે પ્રતિકૂલ બની દુઃખપ્રદ સંયોગરૂપે બન્યા ત્યારે તેઓએ અન્ય દેશમાં સ્વધર્મનું અસ્તિત્વ જાળવ્યું. દરેક કેમને દરેક જાતને વિચિત્ર ઘટનાઓ અને દેશની વિચિત્ર ઘટનાઓમાંથી પસાર થવા વારંવાર સુખપ્રદ સંગેના અનુસાર બદલાવું પડે છે. ગુજરાતના કેટલાક જૈનેએ એક સૈકા લગભગથી રસુખદુઃખદ સંયોગને વિચાર કરીને દક્ષિણદેશમાં વ્યાપારાર્થે પ્રવૃત્તિ કરી છે અને તેઓ પુના અહમદનગર માલેગામ ધુળીયા વગેરેમાં સુખી થયા છે. કોઈને કોઈ ક્ષેત્રમાં અને કઈ કાલમાં પુર્યોદય થાય છે. પાલીના રંક શેઠે વલ્લભીપુરમાં પ્રયાણ કર્યું અને ત્યાં તેઓ કરડાધિપતિ બન્યા તાતાર વગેરે જાતના લોકેએ હિન્દુસ્થાન પર સ્વારીઓ કરી અને તેઓ આર્યદેશના સ્વામી બન્યા. આરબોએ હિન્દુસ્થાન પર સ્વારી કરી જેથી તેઓ સુખપ્રદ સંજોગોને પ્રાપ્ત કરી શક્યા. ઇલાંડના લેકે અમેરિકામાં ગયા અને ત્યાં તેઓ સુખી બન્યા. અમુક મનુષ્ય અમુક ક્ષેત્રમાં પાપકર્મથી દુઃખના સગવડે પીડાય છે અને તે જે અન્ય ક્ષેત્રમાં જાય છે તે પુનઃ દુઃખી રહેતો નથી પરંતુ સુખના સંગે પ્રાપ્ત કરીને સુખી બને છે.
For Private And Personal Use Only