________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૮ )
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
કાર્ય કરતા નથી તે મનુષ્ય દેશ અને કોમને એક ભારભૂત સમાન જાણવા. આત્મશકિતથી બહારનું કાર્ય પણ ન કરવું જોઈએ. ભલે ગમે તેવું ઉત્તમ હોય પરંતુ આત્મશકિત બહારનું કાર્ય કરવાથી સ્વ અને પારને કશે લાભ થઇ શકતું નથી. તેમજ આત્મશકિત બહારનું કાર્ય કરતાં સ્વાત્માનો નાશ થાય છે. અતએ મારમરા રિસાય એમ વાકય મૂકવાની જરૂર પડી છે. આત્માની શકિત જાણીને કાર્ય કર. દ્રવ્યક્ષેત્રકાલભાવથી પિતાની શકિતને જાણ અને સ્વયેગ્યકાર્યોને નિયમિતકલાદિ વ્યવસ્થાપૂર્વક કર કે જેથી નિયમિત સુવ્યવસ્થાથી આત્મશકિત પ્રતિદિન વધતી જાય. જે જે કાર્યો કરવાનાં હોય તેઓનાથી જે જે વિરુદ્ધ કાર્યો હોય તેઓનું પણ દ્રવ્ય ક્ષેત્રકાલાદિકથી જ્ઞાન પ્રાપ્ત કરવું કે જેથી પશ્ચાત્ મતિસંમેહથી સ્વાધિકાર વિરુદ્ધ કાર્યમાં અવ્યવસ્થાથી પ્રવૃત્તિ ન થાય. ઉપર્યુક્ત લેક ભાવાર્થને અનેક નાની દષ્ટિથી અવધીને હે કર્મગિન ! ! ! સુવ્યવસ્થાથી સ્વાધિકારે કાર્યો કર.
અવતરણ–અહંમમત્વસંસકારત્યાગપૂર્વક કર્તવ્યમાં સ્થિર થવાનું કથવામાં આવે છે.
अहंममत्वसंस्काराँस्त्यक्त्वा विज्ञाय चेतनम्।
વાર્તાં વરિજ્ઞા, પ્રવૃત્ત હવે સ્થિો મા !! ૫૦ શબ્દાર્થ—અહેમમત્વ સંસકાને ત્યજીને અને આત્માને જાણીને તથા સ્વકર્તવ્યને જાણું સ્વકાર્યપ્રવૃત્તિમાં સ્થિર થા.
વિવેચન-અહેમમત્વના સંસ્કારનો ત્યાગ કરે તે રાધાવેધ સાધવાના કરતાં અનન્ત ગુણ મુશ્કેલ કાર્ય છે. આત્માનું પરિપૂર્ણ રન થયા પશ્ચાત્ અહંમમત્વના સંસ્કારેને ત્યાગ કરી શકાય છે. સફટિકરત્ન સમાન આત્મા નિર્મલ છે. સ્ફટિકરત્નની આગલ રકતપુષ્પ ધરવામાં આવશે તો તેની છાયા પેલા સ્ફટિકરત્નમાં પડવાથી તે રક્ત દેખાશે અને કૃષ્ણવર્ષીય પુષ્પની છાયાગે તે કૃષ્ણ દેખાશે. સ્ફટિકમાં રક્તતા અને ક્ષમતા એ ઉપાધિકૃત છે પરન્તુ ટિકારત્નની તે નથી; તદ્ધતુ આત્મા પણ સ્ફટિકરનના સમાન નિર્મલ છે, પરંતુ રાગદ્વેષના પરિણામે તે રાગી કેવી ગણાય છે. આત્મા વસ્તુતઃ સત્તાએ સિદ્ધ સમાન છે પરંતુ કર્મના સંબંધે સ્વભાન ભૂલી તે પરવસ્તુઓમાં હું અને મારાપણાની બુદ્ધિ ધારણ કરે છે પરંતુ તે બ્રાન્તિ છે. બહિરાત્મભાવથી અહંમમત્વના સંસ્કારો એટલા બધા આત્માની સાથે સંબંધિત થયા છે કે આત્મા જે જે જડવસ્તુઓમાં પિતે નથી તેમાં હું એ પ્રત્યય ધારણ કરે છે. જૈનાગમણિએ કર્મ અને આત્માને અનાદિકાલથી સંયોગ સંબંધ છે અને કર્મને સંબંધ ટળતાં આત્મા સ્વયં પરમાત્મા બને છે
For Private And Personal Use Only