SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૩૦૬) શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન. ખામી કહી શકાય. પૃથુરાજ ચૌહાણ, ચંદ્ર અને ગુર્જરધીશે પરસ્પર અમુક સુલેહના કેલકરાવડે ઐકય સાધી ભારતની રક્ષાપ્રગતિ કરવા પ્રયત્ન કર્યો હોત અને પરસ્પરના વાંધાઓ ચૂકવવા માટે એક હેગની કેન્ફરન્સ જેવી સમિતિ નીમી હોત તો તેઓનાં નામે સદા પ્રભુ પેઠે પૂજાત અને તેઓ ભારતની વિદ્યા કળાકીશલ્ય વગેરે સર્વનું રક્ષણ કરી શકત. દ્રવ્યક્ષેત્રકાલભાવનું પ્રત્યેક કર્તવ્ય કાર્યમાં જ્ઞાન કરવું અને તે કર્તવ્ય કાર્યમાં આત્મશક્તિનો ખ્યાલ કરી પ્રવર્તવું એ સર્વથી અગત્યનું કાર્ય છે. એમાં જે વિજયવંત બને છે તે સર્વ કાર્યો કરવામાં સ્વાધિકાર વિજયવંત નીવડે છે. પ્રત્યેક કાર્યની પ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્રકાલભાવે જ્ઞાન કરવાથી આત્મશક્તિપૂર્વક તે કાર્યો થશે વા નહિ તેને ખરેખર ખ્યાલ આવે છે. શાહબુદ્દીને અને અલાઉદ્દીને આર્ય રાજાઓ પર સ્વારીઓ કરવામાં સ્વસૈન્યશક્તિ અને શત્રુપક્ષમાં આતરકલહ અને પરસ્પરની ઈર્ષ્યાથી પરસ્પરને નાશ થાય તેમાં આન્તરપ્રદ વગેરેને પરિપૂર્ણ વિચાર કરીને તેઓએ યુદ્ધો આરંભ્યાં હતાં અને ગુર્જર દેશ વગેરે દેશેને તાબે કરવાની વ્યવસ્થાઓને સારી રીતે જીને તેઓએ ગુર્જ રાદિ દેશને સર કર્યા હતા. તત્સમયે રાજપુત યુદ્ધકલાને પુણ્યને કાલાનુસારે જાણવામાં પશ્ચાત્ પડ્યા હતા તેમજ સ્ત્રી માટે યુદ્ધ, એક બીજાની ઈર્ષ્યા, મોજશોખ, પરસ્પર વિરોધ, ફાટપુટ વગેરે દુર્ગણોના સડાથી સડી ગયા હતા અને તેમાં કેટલાક ઉત્તમ રાજપુત વીર હતા પરંતુ દુર્ગણને ભાગ માટે હવાથી કુસંપથી તેઓ પડતી દશામાં આવી પડયા હતા. મુસલમાને પરસ્પર સંપીલા તથા યુદ્ધકળામાં અપ્રમત્ત હતા તેથી તેઓએ આત્મભેગે આર્યાવર્તનું આધિપત્ય મેળવ્યું–પરંતુ તેઓએ હિન્દુસ્થાનના સર્વ લેકના ધર્મની બાબતમાં અલગ રહીને તથા સર્વત્ર શાતિ પ્રસરાય એવા ઉપાયમાં સદા તત્પર થઈને દેશકાલાનુસારે સર્વ જીના ઉદયાર્થે ભેદભાવ રાખ્યા વિના પ્રવૃત્તિ કરી હતી તે તેઓ આર્યાવર્તમાં દીર્ઘકાલપર્યન્ત રાજ્ય કરી શકત; પરન્તુ સગુણવડે બ્રીટીશ સરકારની પેઠે સર્વ પ્રજાનું શ્રેય કરવું એવું વિરલ નૃપતિઓને આવડે છે. બ્રિટીશ સરકારે દ્રવ્યક્ષેત્રકાલભાવ જાણુંને અને અનેક રાજાઓનાં રાજ્યોની વ્યવસ્થાને અવબોધી જે દ્રવ્યક્ષેત્રકાલભાવે રાજ્યકાર્યાદિ પ્રવૃત્તિને અંગીકાર કરી છે તેથી તેણે અખિલ વિશ્વમાં ચકવર્તિ પદવીને પ્રાપ્ત કરી છે અને તેણે મનબેની પ્રગતિને શિક્ષણદિ પ્રવૃત્તિથી ઉત્તમ પ્રબંધ રચ્યો છે. સાધુઓ સોનું તેણે રક્ષણ કર્યું છે. ગરીબમાં ગરીબ મનુષ્યને પણ કઈ સતાવે નહિ એવા દ્રવ્યક્ષેત્રકલાનુસારે કાયદાઓ રચ્યા છે અને સર્વ બાબતેને પહોંચી વળવાની સુજનાઓપૂર્વક સુવ્યવસ્થાઓ રચીને અનેક સુધારાવધારાઓ કર્યા છે તેથી તેના સમાન અન્ય કોઈ રાજ્ય હાલ ગણાતું નથી. બ્રાહ્મણ ક્ષત્રિયે વૈશ્ય અને શુદ્રોએ આત્મશક્તિની તલના કરીને પરસ્પર એકબીજાની પ્રગતિમાં સાંકલના આંકડાની પેઠે સંબંધિત થઈને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy