SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir - - ( ૩૦૦ ). શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન. કાર્યપ્રવૃત્તિમાં સ્થિર થનારા મનુષ્યો રણમાં શત્રુસૈન્ય સામા સ્થિર થઈ ઉભેલા રાજપુત વીરેના સૈન્યવત્ શંભી શકે છે. રાજપુત યુદ્ધમાં હાર ગોઠવીને એવા સ્થિર થઈ જાય છે કે તેમને ભેદીને પેલી પાર જવું એ અશક્ય કાર્ય થઈ પડે છે; એમ રાજપુતોનો ઇતિહાસ કળે છે. શોધકોએ આજકાલ વિશ્વમાં જે જે મોટી શોધો કરી છે તે ખરેખર સ્થિરતાનું ફળ છે. જે તે સ્વીકાર્યપ્રવૃત્તિમાં આપત્તિ પ્રસંગમાં સ્થિર ન રહ્યા હોત તો મહા ધખોળ ન કરી શક્યા હોત. આ વિશ્વમાં જે જે ધર્મપ્રવર્તક થઈ ગયા છે તેઓ સત્કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય અવલંબીને પ્રવર્યા હતા. યહુદીઓએ ઈશુ કાઈસ્ટને ફાંસીએ ચઢાવ્યું તે પણ ઈશુ ક્રાઈસ્ટ પિતાના વિચારોમાં સ્થિર રહ્યો તેથી તેના મૃત્યુથી તેના વિચારને સત્ય માનનારાઓ આ વિશ્વમાં ચાલીશ કરોડ ઉપરની સંખ્યાધારક મનુષ્ય હાલ વિશ્વમાં વિદ્યમાન છે. મેરવત્ સ્વૈર્ય અવલંબીને કાર્યપ્રવૃત્તિમાં પ્રવર્તવું એ કંઈ ન્હાના બાલકને ખેલ નથી; એમાં તે સર્વસ્વાર્પણ કરવું પડે છે અને કાર્યપ્રવૃત્તિને વળગી રહેવું પડે છે. વેદાન્તમાં ભક્તિધર્મ માનનારી મીરાંબાઈને ભક્તિપ્રવૃત્તિમાં સ્થિરતા ધારણ કરતાં કુંભારાણુ તરફથી ઓછું સહન કરવું પડયું ન હતું. તેણે અનેક જાતની ઉપાધિ સહન કરી હતી. છેવટે તેને ઝેરનો પ્યાલો પીવાનો સમય આવ્યો અને તે તેણે પીધે; પરંતુ દૈવગાત્ જીવતી રહી અને ભક્તિમાં સ્થિર રહી. યુવાવસ્થા હોય, બત્રીશ પ્રકારની રસવતીનું ભેજન મળતું હોય, શરીરની આરોગ્યતા હોય તેમજ અત્યંત વીર્યભર દેડ હાય અને સરૂપવતી યવનવંતી અને હદયગ્રાહી સ્ત્રી આવીને કામની પ્રાર્થના કરતી હોય તે સમયે જેમ બ્રહ્મચર્યમાં સ્થિર રહેવું મહામુશ્કેલ કાર્ય છે–તદ્વત્ કાર્યપ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરવું એ પણ મુશ્કેલ કાર્ય છે. કાર્યપ્રવૃત્તિ સંબંધી બાહ્યાન્તર સ્થિરતા એજ વાસ્તવિક પ્રવૃત્તિ પ્રગતિનું ચિહ્ન અવધવું. આન્તર સ્થિરતાની અસર ખરેખર વાણી કાયા અને કાર્યપ્રવૃત્તિ પર સારી થાય છે અને તેથી બાહ્ય વ્યાધિના તાપ વેઠવા છતાં અન્તરથી નિર્લેપ રહી શકાય છે. રાજા પોતાના રાજાના ધમેં સ્થિરતાવડે પ્રવર્તી શકે છે તેમ પ્રજા પિતાના પ્રજાના ધર્મે સ્થિરતાવડે પ્રવર્તી શકે છે. જે જે મહાત્માઓએ આ વિશ્વમાં હિતકારક કાર્યપ્રવૃત્તિને આરંભી હતી. તેમાં તેઓ શ્રી વીરપ્રભુની પેઠે સ્થિર રહ્યા હતા. કાર્યપ્રવૃત્તિમાં અસ્થિર બનવાથી આત્માની પડતી દશા થાય છે અને વિશ્વમાં પિતાને સાહાસ્ય કરવાને જેઓ રાહ જોઈ રહ્યા હેય છે તેઓ તેનાથી દૂર ખસે છે અને અન્ય કાર્યોની પ્રવૃત્તિમાં પણ ભવિષ્યમાં અસ્થિરતાથી અશુભ પરિણામ આવે છે. અતએ ચાહે થવાનું હોય તે થાઓ પરન્તુ કાર્ય પ્રવૃત્તિમાં ધૈર્ય ધારણ કરીને પ્રવર્તવું જોઈએ અને તેમાંથી કદી પ્રાણને પણ પાછું ન હઠવું જોઈએ. પ્રત્યેક મનુષ્ય મેવત્ સ્વૈર્ય અવલંબીને પ્રત્યેક કાર્યમાં ઉપગથી પ્રવર્તવું જોઈએ. પ્રવર્તાયોજતઃ ઉપગથી કાર્યમાં પ્રવર્ત, ઉપગે કાર્ય કર, For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy