SearchBrowseAboutContactDonate
Page Preview
Page 401
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અહંતાનો ત્યાગ. ( ૩ ). પ્રત્યેક કાર્ય કરતી વખતે ચારે બાજુઓને ઉપયોગ રાખ. ઉપગવિના થપ્પડ ખાઈ બેસીશ. ઉપગવિના પ્રમાદ થશે અને તેથી કાર્યપ્રવૃત્તિમાં અનેક ભૂલો થશે એમ અવધીને ઉપયોગથી પ્રવર્ત. શેલગ મુનિને જ્યારે ઉપગ આવ્યા ત્યારે આત્માનું ભાન આવ્યું અને પ્રમાદને દૂર કર્યો. અઈમુત્તા મુનિએ ઉપગ દીધે ત્યારે જલમાં પાત્રનું નાવ બનાવવાની પ્રવૃત્તિ ખરેખર તેને દોષિત લાગી અને તેથી તે ઈર્યાપથિકી ક્રિયામાં પ્રવૃત્ત થઈ કેવલજ્ઞાન પામ્યા. શ્રી બાહુબલી વનમાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા, તેમના દેહે વલિયે વટાણી અને કાનમાં ચકલીઓએ માળા ઘાલ્યા; આવી તેમની સ્થિતિ છતાં તેમને કેવલજ્ઞાન થયું નહિ. શ્રીષભદેવ ભગવંતે બ્રાહ્મી અને સુંદરીને શિખામણ આપવા માટે બાહુબલી પાસે મોકલ્યા. બાહુબલી પાસે ગમન કરી બેને કહેવા લાગ્યાં કે ઘી મા જથશી , ક ર વ ન દોરેથી મોr | ઇત્યાદિ આવાં વચને શ્રી બાહુબલીના કર્ણમાં અથડાઈને બાહુબલીના હૃદયમાં ઉતરી ગયાં. બાહુબલી વિચારવા લાગ્યા કે બેન મને કથે છે કે ભાઈ, હસ્તીથી હેઠા ઉતરે. ગજપર ચઢવાથી કેવલજ્ઞાન ન થાય. શું હું હાથી પર ચઢયે છું? ના હું હાથીપર ચઢો નથી. હાથી ઘોડા અને રાજ્યપાટને તો ત્યાગ કરીને હું વનમાં ધ્યાન કરૂં છું. હું ગજપર ચઢયે નથી તો પછી ઉતરવાનું તે કયાંથી હોય ? એવામાં પુનઃ બેનને મધુર સ્વર કાનમાં અથડા કે બીજા મોr Taષ ૩ જા રે વન હો એવી અરે હું હસ્તીપર ચઢેલો નથી અને બહેન ! કેમ મને હાથીપરથી હેઠળ ઉતરવાનું કહે છે અને ગજપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય એમ કહે છે ? બાહુબલીએ મનમાં વિચાર કર્યો કે બહેન અસત્ય તો બેલે નહિ. બહેન કહે છે તે ખરૂં કથે છે પણ હું તેને ભાવ જાણી શકતો નથી. આ પ્રમાણે વિચાર કરતાં બાહુબલીએ ઉપગ દીધો ત્યારે ભાન આવ્યું કે ખરેખર હું અભિમાનરૂપ હસ્તી પર ચઢેલ છું. મારા લઘુ બાંધે પ્રથમ દીક્ષા લીધાથી શ્રી ઋષભદેવ પ્રભુ પાસે જતાં તેઓને વંદન કરવું પડે, હું તેમને કેમ વાંદું? જ્યારે કેવલજ્ઞાન થશે ત્યારે સમવસરણમાં પ્રવેશ કરીશું કે જેથી લઘુ બાંધવોને વાંદવા ન પડે. આ અહંકાર ધારણ કરીને હું વનમાં ધ્યાન કરું છું પણ કેવલજ્ઞાન થતું નથી. બહેન કહે છે કે અહંકારરૂપ હસ્તીપર ચઢતાં કેવલજ્ઞાન ન થાય તે ખરેખર સત્ય છે–એમ ઉપગ દઈને તેમણે સમવસરણમાં લઘુ બાંધવોને વંદનનિમિત્તે અને પ્રભુદર્શન નિમિત્તે એક પાદ ઉપાડે કે તુર્ત તેમને કેવલ જ્ઞાન થયું; જ્યારે બાહુબલીને ઉપગ આવ્યું ત્યારે તેમણે સ્વભૂલ દેખી અને તેને ટાળી એટલે તુર્ત તેમને કેવલજ્ઞાન થયું. આ ઉપરથી એટલો સાર લેવાને છે કે પ્રત્યેક કાર્યમાં ઉપયોગથી પ્રવર્તવું કે જેથી ભૂલ ન થાય. અંધકારમય રાત્રીમાં ગમન કરતાં સર્ચલાઈટથી જે પ્રકાશ પડે છે અને તેથી જેટલી ગમનમાં સહાય મળે છે તેના કરતાં ઉપગથી પ્રત્યેક કાર્યમાં અનન્તગુણી સાહાસ્ય મળે ખરેખર હદયમાં અવધારવું. ઉપયોગ એ પ્રત્યેક કર્તવ્ય કાર્યની ચારે તરકની For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy