SearchBrowseAboutContactDonate
Page Preview
Page 398
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir ( ૨૯૮). શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન. પ્રવૃત્તિનું સમ્યગજ્ઞાન પ્રાપ્ત કર્યા પશ્ચાતું તે પ્રવૃત્તિની જે શ્રદ્ધા થાય છે તે કદાપિ ટાળી ટળતી નથી અને કાર્યની સિદ્ધિ કરવામાં અપૂર્વ શક્તિ બનાવી શકે છે. વિક્રમરાજાને પિતાની કર્તવ્યપ્રવૃત્તિની અને સ્વાત્માની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તે સાહસિક થઈને પ્રત્યેક કાર્ય કરતો હતો. જગદેવ પરમાર અને બાપ્પા રાવલને સ્વકર્તવ્યકર્મની પૂર્ણ શ્રદ્ધા હતી તેથી તેઓ પ્રત્યેક કર્તવ્યકર્મમાં આત્મગ-સર્વસ્વાર્પણ કરવા જરામાત્ર આંચકો ખાતા નહતા. કર્તવ્ય કાર્યની શ્રદ્ધાની સાથે અનેક શ્રદ્ધાઓની જરૂર પડે છે અને તે સર્વે ધારણ કરીને કર્તવ્ય કાર્યપ્રવૃત્તિ સમારંભવી જોઈએ. પૂર્વજ્ઞ સમજણ પૂરા પેર્ચ ક્ષમાવત: મેદવૃત્ત રથમારંધ્ય પ્રવર્તવાથજતઃ એ કલેકને ભાવ જેમ મનન કરવામાં આવે છે તેમ તેમ તેમાં અદ્ભુત ભાવ રહેલો અવાધાય છે કે જેનું વિવેચન કરતાં મહાગ્રન્થ બની જાય. પ્રત્યેક કર્તવ્ય કાર્ય કરતી વખતે આત્માને એવી શિખામણ આપવી કે હે આત્મ! પૂર્ણ શ્રદ્ધા અવલંબીને સુભાવથી પૈર્ય ધારીને અને મેરુપર્વતની પેઠે ધૈર્ય અવલંબને ઉપગથી કાર્યમાં પ્રવૃત્તિ કર. પ્રત્યેક કાર્યને ધૈર્ય ધારીને સુભાવથી કરવું જોઈએ. કઈ પણ સામાન્ય કર્તવ્યમાં પણ સુભાવથી હૈયે ધારણ કરવું જોઈએ કે જેની અસર તેથી મહત્કાર્યો પર થઈ શકે. પ્રત્યેક કાર્ય કરતી વખતે હૃદયમાં શુભ ભાવ ધારણ કરવો જોઈએ અને શુભ ભાવપૂર્વક ધૈર્યને અવલંબવાની આવશ્યક્તા સ્વીકારવી જોઈએ. શુભ ભાવથી કરેલું કૃત્ય વસ્તુતઃ શુભફલપ્રદ થઈ શકે, અતએ અન્ય સામગ્રીઓની ન્યૂનતા છતાં સુભાવ તો રહેવો જોઈએ. જ્ઞાનીઓ હદયના સુભાવ પ્રતિ દૃષ્ટિ દે છે અને અજ્ઞાનીઓ–બાહ્યાત્માઓ બાહ્યક્રિયા દણિ દે છે. જ્ઞાનીઓ હૃદયના સુભાવમાં ઇશ્વરત્વ દેખતા હોય છે અને અજ્ઞાનીઓ બાહ્યષ્ટ પદાર્થોમાં ઇશ્વરત્વ દેખતા હોય છે. જીર્ણ શેઠે શ્રી મહાવીર પ્રભુને આહાર વહરાવવાની સંભાવના ભાવી, તેથી સુભાવના માત્રથી અશ્રુત દેવલોકમાં જવાનું આયુષ્ય બાંધ્યું. નાગકેતુએ ભાવના ભાવતાં કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. શાલિભદ્ર આહીરના ભવમાં મુનિને ખીર વહેરાવી ગોભદ્ર શેઠને ત્યાં અવતાર લેવાનું મહાપુણ્ય પ્રાપ્ત કર્યું. બશેર વા શેર ખીરમાં કંઈ એટલું બધું પુણ્ય રહેલું નહોતું; પરંતુ તે તે આહીરના મનમાં પ્રકટેલી સુભાવનામાં હતું. વિશ્વવર્તી સર્વ ને તીર્થકર પદ પ્રાપ્ત કરવાનું પુણ્ય કહ્યું છે; પરન્તુ તે પુણ્ય કંઈ એકલી બાહ્યાકૃતિથી થતું નથી. અતએ હે આત્મન ! તું પ્રત્યેક કાર્યને કર; પરન્તુ સુભાવથી પૈર્ય ધારણ કરીને કર. પ્રત્યેક કાર્યમાં સુભાવથી પૈર્ય અવલંબને પ્રવર્તવાથી આત્માની શકિતને પ્રતિક્ષણ વિકાસ થતો જાય છે. હૃદયમાં સુભાવ ઘારણ કરે છે. આત્માયત્ત છે. પ્રત્યેક કાર્યને ઉચ્ચ સુભાવપૂર્વક કરવાથી હૃદયભાવનાનું એટલું બધું બળ વધે છે કે તેની બાહ્યમાં પણ અસર થયા વિના રહેલી નથી. સુભકતો-મહાત્માઓ–ગીઓ અને જ્ઞાનીઓ પ્રથમ સુભાવથી ભરી દે છે અને પશ્ચાતું કર્તવ્ય કાર્ય કરે છે. પ્રત્યેક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિની સાથે હૃદયમાં સુભાવ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy