________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કમલેગી દરેક પ્રવૃત્તિમાં ઉત્સાહવંત હોય છે.
(૨૬૫ )
આવ્યું કે અન્ય પક્ષીઓને તેની દયા આવી અને તેઓ પણ સાગરને ઉલેચવા ચાંચ વડે પ્રયત્ન કરવા લાગ્યાં. સર્વ પક્ષીઓએ સભા ભરીને તેમના કાર્યમાં સહાચ્ય આપવાને ગરુડને આમંત્રણ કર્યું, અને જે ગરુડ ન આવે તો પક્ષીસમાજની બહાર મૂકવાને વિચાર કર્યો. ગરુડ પાસે મેકલેલાં પંખીઓ ગયાં અને તેઓએ ગરુડને સર્વ વૃત્તાંત કહ્યું, તેથી ગરુડ પિતાના જાતિ બંધુઓને સહાય આપવા માટે શ્રી કૃષ્ણની પાસે રજા માગવા ગયો. શ્રી કૃષ્ણ જાણ્યું કે જે ગરુડ ત્યાં રોકાશે તે મને અડચણ થશે; માટે તે કાર્ય ત્વરિત કરવા પોતે જાતે જવા વિચાર કર્યો અને કૃષ્ણ-ગરુડ બન્ને પક્ષીસમાજમાં દાખલ થયા, તેથી સમુદ્રદેવતા ભય પામે અને ટીંટડીનાં ઇંડાં પાછાં આપ્યાં. આ કલ્પિત વાર્તા પરથી સાર લેવાનું એ છે કે ઉત્સાહપૂર્વક સત્કાર્યની પ્રવૃત્તિ પ્રારંભાય છે તો તેમાં વિજય મન્યાવિના રહેતો નથી. સત્કાર્યપ્રવૃત્તિમાં આનન્દરસ રેડનાર અને અભિનવજીવનમાં જોડનાર સત્કાર્યપ્રવૃત્તિમાં ખરેખર ઉત્સાહ એ અપૂર્વ શકિત છે. ઉત્સાહથી પરિપૂર્ણ હૃદય ભરી દઈને દેશસેવા જનસેવા વિદ્યાર્થી સેવા સાધુસેવા ધર્મસેવા ધામિકસાહિત્યસેવા વિદ્યાસેવા અને પરમાર્થ સેવા વગેરે જે જે સત્યવૃત્તિ આરંભવામાં આવે છે તેમાં રસપૂર્વક ભાગ લઈ શકાય છે અને તેવા પ્રસંગમાં પ્રસન્નતાને સેવી શકાય છે; અએવ ઉત્સાહપૂર્વક સત્કાર્યપ્રવૃત્તિ કરવાની જરૂર છે. જે દેશના મનુષ્ય સર્વપ્રકારની પ્રવૃત્તિમાં ઉત્સાહ વડે પ્રસન્નતાને પ્રાપ્ત કરી પ્રવર્તે છે તેઓ આનન્દરસને પ્રાપ્ત કરી શકે છે. કોઈપણ કાર્ય કરવું હોય ત્યારે તે સમયે ઉત્સાહપૂર્વક ચિત્તની પ્રસન્નતા સંરક્ષી કરવું. ન્હાનાં બાલો જેમ પ્રત્યેક પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવે છે તેમ પ્રત્યેક સત્કાર્ય પ્રવૃત્તિને ઉત્સાહપૂર્વક સેવવી જોઈએ. સ્વરોગ્ય સર્વ કર્તવ્ય કાર્યોમાં ફરજની દષ્ટિએ ઉત્સાહપૂર્વક પ્રવર્તવું જોઈએ. લઘુમાં લઘુકાર્ય કે જે જગની દષ્ટિએ તુરછસમ ભાસતું હોય તેમાં પણ ઉત્સાહપૂર્ણ હૃદયથી પ્રવર્તવું જોઈએ. અનુત્સાહ અને અપ્રસન્નતા એ એ કાર્ય પ્રવૃત્તિમાં વિદન છે તેથી પ્રત્યેક મનચ્ચે અનત્સાહ અને અપ્રસન્નતાને હજારો ગા દૂર રાખવી જોઈએ. આત્મજ્ઞાનીઓ શોક ઉદાસીનતા અને અનુત્સાહના એક સંકલ્પ માત્રને પણ પિશાચ સમાન ગણીને તેઓને દૂર કરે છે અને ઉત્સાહપૂર્ણ હૃદયથી કાર્ય કરતાં કદાપિ હાર મળે છે તે પણ વિશેષ પ્રકારે કાર્ય કરવામાં ઉઘુક્ત થાય છે અને જ્યાંથી હાર થઈ હોય છે ત્યાંથી અનેક ઉપાયવડે આગળ પ્રગતિ કરે છે. કર્મચગીઓ કે જેઓ આત્મજ્ઞાનપૂર્વક થયેલા છે તેઓની સર્વ પ્રકારની પ્રવૃત્તિમાં જ્યારે દેખો ત્યારે ઉત્સાહ દેખાશે. તેઓ નાસીપાસ થશે તે પણ ઉત્સાહી થઈ સત્કાર્યપ્રવૃત્તિ કરશે. તેઓ પરાજયના ગર્ભમાં પણ ઉત્સાહવડે વિજ્ય દેખી પ્રવૃત્તિ કરીને સ્વાધિકારની આગળ રહેલી દશાને યોગ્ય થવાને અધિકારી બની શકશે. નેપોલિયન બોનાપાર્ટ અને રાજા વિક્રમાદિત્યે જે જે યુદ્ધ કર્યા તેમાં તેઓએ ઉત્સાહને પરિપૂર્ણ સેવ્યું હતું. વિદ્વાન-વ્યાપારી-સૈનિકે
For Private And Personal Use Only