________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
BE.
ઉત્સાહથી કાર્યસિદિ.
(૨૯)
શેષ જવસ્તઓથી સ્વાત્માને ભિન્ન માની આત્મામાં સ્થિર થઈ ગયા અને તે દશાને સ્વાધિકાર પરિપૂર્ણ બજાવ્યો. તે પ્રમાણે પ્રત્યેક મનુષ્ય સત્કાર્યપ્રવૃત્તિમાં ક્રોધ માન માયા અને લેભાદિથી ન મુંઝાવું જોઈએ. જે જે કાલે, જે જે ક્ષેત્રે, જે જે દશાએ, જે જે સપ્રવૃત્તિ સેવવાની છે તેમાં અવન્તીસુકુમાલ અને ગજસુકુમાલની પેઠે ન મુંઝાવું જોઈએ અને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિમાં સતત મંડ્યા રહેવું જોઈએ કે જેથી આત્મતિરૂપ સલ્લાભની પિતાને પ્રાપ્તિ થાય અને વિશ્વજનોને પણ આત્મન્નિતિના માર્ગમાં સાહાસ્ય કરી શકાય. ઉત્સાહપૂર્વક કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં પ્રવર્તતાં કદાપિ તે કાર્યની સિદ્ધિ ન થાય તે પણ તે મનુષ્યના કર્મયેગીપણામાં ક્ષતિ આવતી નથી, કારણકે તે સ્વકીય આવશ્યક ફરજ અદા કરવામાં કઈ રીતે આત્મભોગ આપવામાં બાકી રાખી શક્તો નથી. પૃથુરાજચૌહાણ કેદ પકડાયા પણ તેથી તેની કર્તવ્ય ફરજમાં ખામી ગણાતી નથી. નેપલિયન બેનાપાર્ટ વોટર્લની લડાઈમાં અંગ્રેજોને હાથે કેદ પકડાય જેથી તેની વિરતા કર્ત વ્યતા અને ફરજ પ્રવૃત્તિમાં કોઈ જાતની ક્ષતિ આવી શક્તી નથી. શ્રીમહાવીર પ્રભુના મામા ચડારાજા છેવટે લડાઈમાં વિજય ન પામ્યા તેથી તેમની ક્ષાત્રકર્મ પ્રવૃત્તિ રાજ્યકર્મફરજ અને વીરતામાં કઈ જાતની ક્ષતિ ગણાતી નથી; ઉલટી તેમની વીરતા કર્તવ્યકરજ પ્રવૃત્તિ અને આત્મભોગવટે તેમનું આદર્શજીવન વિશ્વમાં ચિરંજીવ બનીને અનેક મનુષ્યોનું શ્રેય સાધી શકે છે એમ વાસ્તવિકરીત્યા અવબેધવું. મનુષ્ય ! હારા સ્વાધિકારે જે જે યોગ્ય કાર્યો કરવાનાં હોય તેમાં ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ કરીશ તે અને સલાભને દેખીશ એમ નક્કી માન. કાર્ય પ્રવૃત્તિમાં ઉત્સાહ એ મહામંગલ છે અને તે કાર્યને પ્રાણ છે. ઉત્સાહ એ મહાત્મામાં પ્રકટતો વીર્યને ઝરો છે; તેથી પ્રત્યેક કાર્યમાં આનંદપૂર્વક પ્રવૃત્તિ કરી શકાય છે. મનુષ્યોને ઉત્સાહ આપવાથી તેઓ બમણું કાર્ય કરી શકે છે તે જેના હૃદયમાં ઉત્સાહને સાગર ઉલ્લસતો હોય તે કર્તવ્ય કર્મ પ્રવૃત્તિમાં સર્વથા આત્મભોગ સમર્પવા શક્તિમાન થાય છે એમાં કંઈ આશ્ચર્ય નથી. જે પ્રવૃત્તિ માટે જેના આત્મામાં ઉત્સાહ પ્રકટે છે તે તે પ્રવૃત્તિમાં વિજયી બને છે. સ્વયેગ્યકાર્યમાં પ્રવર્તતાં સ્વાત્માને ઉત્સાહ પ્રકટાવવાની અનેક ભાવનાઓ ભાવવી અને ઉત્સાહપ્રવર્ધક અનેક મનુષ્યના ચરિત્રનું સ્મરણ કરવું. બુકટવોશીંગ્ટનના ચરિત્ર વાંચે; તેના આત્મામાં કેટલું બધું ઉત્સાહ હતો તે તેના ચરિતપરથી માલુમ પડે છે. એક ગરીબ વિદ્યાર્થી હૃદયમાં ઉત્સાહ ધારણ કરીને સ્વદેશમાં પ્રસિદ્ધ થાય એવી સ્થિતિ પર આવવાને અનેક દુઃખ વેઠવાપૂર્વક આગલ પ્રગતિ કરી શકે છે તે બુકટોશગ્ટનનાં ચરિતથી બસ થશે. અમેરીકામાં બુકટશગ્ટનનું નામ પ્રખ્યાત છે. તે ખરેખર તેની ઉત્સાહપૂર્વક પ્રવૃત્તિ અને કાર્યપ્રવૃત્તિમાં નહીં મુંઝાવાથી જ અવધવું. કાળા માથાનો માનવી શું કરી શક્તા નથી? અર્થાત્ ધારેલ સર્વ કાર્ય સિદ્ધ કરી શકે છે. રાક્ષસવધ કાવ્ય વાંચે અને તેમાં સ્વપ્રતિજ્ઞા પાલ
For Private And Personal Use Only