________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૨).
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન,
ન મુંઝાતાં દેવલોકની પદવી પ્રાપ્ત કરી. અવન્તીસુકુમાલ નહિ મુંઝાયા અને આત્મજ્ઞાને ઉત્સાહપૂર્વક અન્તરાત્મામાં સ્થિરતા ધારણ કરી તેથી દેવલેકને પામ્યા. ગજસુકુમાલે પણ એ કરતાં વિશેષ દુખ સહન કરીને સ્વાત્માની શુદ્ધતા કરી હતી. તેઓ દ્વારિકાની બહાર મશાનમાં ધ્યાન કરતા હતા. એમના સસરાએ તેમના મસ્તક પર માટીની પાળ બાંધી અને તેમાં ધગધગતા ખેરના અંગારા ભર્યા. આવી સ્થિતિમાં સમતા રાખવી એ મહામુશ્કેલ કાર્ય છે તેમ છતાં અવન્તીસુકમાલ જરામાત્ર મુંઝાયા નહિ. તેમણે સ્વાધિકારપ્રાપ્ય તે સ્થિતિમાં ઉત્સાહપૂર્વક ધ્યાનમાં સ્થિર રહેવાનો પ્રયત્ન કર્યો અને તેઓ પોતાના આત્માને કહેવા લાગ્યા કે, હે આત્મન્ ! હારૂં પરમાત્મસ્વરૂપ છે. હારામાં અને પરમાત્મામાં સત્તાથી કંઈ ભેદ નથી. આખરે સર્વ પ્રકારના પગલિક ભાવથી છૂટવાને ખરે મહત્સવ પ્રાપ્ત થયું છે. હારા સસરાએ ન્હને મુક્તિરૂપ કન્યા પરણાવવા માટે પાઘડી બાંધી છે. એમ માન ! નામરૂપના અનન્ત વિકારોવાળી વૃત્તિ એ તું નથી એવું ખરેખરૂં અનુભવવા માટે આ પ્રસંગ પ્રાપ્ત થયે છે. અનંતભમાં અનંતવાર હું મુંઝાવાથી શરીરો ધારણ કર્યા છે. તું અજર અવિનાશી અખંડ છે. પૃથવી જલ અગ્નિ વાયુ અને આકાશથી તું ન્યારો છે. જે અગ્નિ જેને નાશ કરે છે તે અગ્નિ અને નશ્વર દેહ એ તું નથી તો પશ્ચાત્ દુઃખ સહન કરવામાં શા માટે અરેરે હાય હાય કરવું જોઈએ. શરદ રૂપ રસ ગંધ અને સ્પર્શથી તું ત્યારે છે એવું જે જ્ઞાન હું પ્રાપ્ત કર્યું છે તેને હવે અનુભવ કરવાને પ્રસંગ પ્રાપ્ત થયે છે તે હવે જવા ના દે. આત્માની શુદ્ધતાનું સમરણ કર કે જે હારાથી અભિન્ન છે. શીર્ષ વગેરે શરીરવયવેથી તું ભિન્ન છે. જે બળે છે તે પુદ્ગલ છે અને પુદ્ગલથી તું સદા ન્યારો છે એ અનુભવ હવે સસ્પ્રવૃત્તિથી સફલ કર !!! ત્યારે શુદ્ધધર્મ કદિ કોઈનાથી ત્રણ કાળમાં નષ્ટ થઈ શકે તેમ નથી તે હવે શા માટે ત્યારે ચંચલશરીરાદિની ભીતિ રાખવી જોઈએ? આ પ્રમાણે ગજસુકુમાલ ભાવના ભાવવા લાગ્યા અને બાહ્યતઃ અગ્નિદ્વારા શીર્ષમાં થતી વેદના સહન કરવા લાગ્યા. તેમણે તેમના શ્વસુરપર અંશમાત્ર વૈર લેવાને ભાવ રાખે નહિ.
સ્વાધિકાર પ્રાપ્ત થયેલી દશામાં ધ્યાનરૂપ સપ્રવૃત્તિવડે રમણતા કરવા લાગ્યા. નામરૂપના સંબંધ બંધાએલી શરીરાદિકની સાથે જે જે મહાદિવૃત્તિ હતી તેનાં મૂળે છેદવા લાગ્યા અને અન્તરાત્માને પરમાત્માસ્વરૂપ ભાવવા લાગ્યા. આત્માના શુદ્ધોપગ બળે શાતાશાતાદિ કલ્પનાઓથી પોતાના આત્માને ભિન્ન માનવા લાગ્યા. જે જે દૃશ્યપદાર્થો છે તેમાંથી અહેમમત્વની વૃત્તિને ઉરછેદવા લાગ્યા. આ પ્રમાણે શીર્ષ પર અગ્નિથી થયેલ વેદના સહન કરી આયુષ્યને ક્ષય કરી અનન્તશુદ્ધાત્મસ્વરૂપમાં લીન થઈ ગયા. ગજસુકુમાલ મુનિવર આત્યંતરિક પ્રવૃત્તિ કે જે શુભધ્યાનરૂપ હતી તેમાં શુર તરફથી અગ્નિને ઉપસર્ગ થયેલે સહન કર્યો અને તેઓ શરીરાધ્યાસથી મુંઝાયા નહિ. ચેતનવિનાની
For Private And Personal Use Only