________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
નિંદા સહન કરવા બળ પ્રાપ્ત કરવું.
( ૨૮૯ )
અર્થાત્ વ્યકિતનું મારાથી શુભ થાય પણ કદાપિ કર્તવ્ય કાર્યો વડે અશુભ ન થાય. આવી રીતે જે વ્યષ્ટિ અને સમષ્ટિનો સંબંધ અને પિતાની જવાબદારી જાણે છે તે કર્તવ્યકાર્યોમાં મુંઝાતું નથી. જે મનુષ્ય પોતાના આત્માને પરમાત્મારૂપ માનીને સત્કાર્યમાં પ્રવૃત્તિ કરે છે તે મન વચન અને કાયાની શકિતવડે પારમાર્થિક કાર્યો કરે છે પણ વ્યષ્ટિ તરીકે જગજીનું અશુભ થાય એવું સપ્રવૃત્તિમાં મુંઝાઈને કરતો નથી. પિતાના આત્માને શુદ્ધ ઉચ્ચ અને નિર્મલ માનીને ઉદ્યોગપૂર્વક જે મનુષ્ય કર્તવ્યકાર્યપ્રવૃત્તિને સેવે છે તેને શુભાશુભભાવાતીતવૃત્તિ હોવાથી મુંઝવણમાં ફસાવાનું થતું નથી. પિતાના કર્તવ્ય કાર્યમાં જેને આત્મશ્રદ્ધા નથી અને જે જગના વિચિત્રાભિપ્રાયથી મુંઝાય છે તે કદી કર્તવ્યસ–વૃત્તિમાં નિયમિત રહી શકતો નથી. આત્મશ્રદ્ધા કર્તવ્ય કાર્ય શ્રદ્ધા અને તેની સાથે માનાપમાનાદિ શુભાશુભ ભાવથી રહિત મન એ ત્રણ ગુણવડે જે મનુષ્ય કર્તવ્ય કાર્યોને કરે છે તે મુંઝાતો નથી. હે મનુષ્ય ! તું આવશ્યક સત્યવૃત્તિમાં મેહ પામીશ તો તેથી ઉચ્ચગુણશ્રેણિનાં ઘણું પગથીઆંથી ખસી પડીશ અને કર્તવ્ય કાર્ય સત્યવૃત્તિથી ભ્રષ્ટ થતાં પુનઃ ઉરચબલ મેળવવું દુર્લભ થઈ પડશે. તારી બાહ્યસમ્પ્રવૃત્તિને અને આન્તર સત્યવૃત્તિને પોતે સાક્ષી થા અને સત્યવૃત્તિ દ્વારા આત્મત્કાન્તિનાં પગથીયાંપર હળવે હળવે અનેક દારુણ પ્રસંગોથી ન મુંઝાતાં ચઢ; સ્વાશ્રયી બન્યાવિના સપ્રવૃત્તિમાં જે જે કંઈ બને છે, જે જે કંઈ દુઃખ વિપત્તિયો પડે છે તે સારા માટે બને છે એવું માની પ્રવૃત્ત થા કે જેથી કેઈપણ પ્રસંગે આત્માને મૂંઝાવાનો પ્રસંગ ન આવે. હે આત્મન્ ! ! ! સત્યવૃત્તિ તે કર્યાવિના છૂટકે થવાનું નથી. સંપ્રતિ જે અધિકાર પરત્વે સત્યવૃત્તિની પ્રાપ્તિ થઈ છે તેમાં અનેક ભય શેક ઠેષ અરુચિ વગેરે આત્યંતર કારણે અને બાહ્યવિહ્માદિ હેતુઓથી મુંબઈશ અને પાછા પડીશ તો સંપ્રતિ જે સ્થિતિ છે તેના કરતાં ઉચ્ચસ્થિતિનાં અધિકાર પરત્વે કાર્યો કરવાની શકિતને કેવી રીતે પ્રાપ્ત કરી શકીશ? સંપ્રતિ હને જે સ્થિતિ પ્રાપ્ત થઈ છે છે તેમાં કષ છેદ અને તાપની પરીક્ષાઓથી અનેક દુઃખે ઉદ્ભવતાં છતાં શુદ્ધ સુવર્ણની પેઠે શુદ્ધ રહેવાની જરૂર છે અને તે મુંઝાઈ જતાં ઉરચસ્થિતિ પ્રાપ્ત થઈ શકે તેમ નથી. કર્તવ્ય કાર્યો કરતાં આત્માને કષ છેદ અને તાપની જરૂર છે અને કષ છેદ તાપ સહન કરવામાં કર્તવ્ય કાર્યની કેળવણીની સિદ્ધિ થએલી અવધવી. સત્કાર્ય પ્રવૃત્તિ કરતાં અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. પ્રથમ તે દુનિયા દેરંગી હવાથી પ્રારંભિત સત્કાર્ય પ્રવૃત્તિ કરનાર તરફ અનેક પ્રકારના અભિપ્રાય બાંધે છે તેને સહન કરીને તેમાંથી સત્યગ્રહણ કરવાની શક્તિ પ્રાપ્ત કરવી જોઈએ. દુનિયાના કેટલાક ભાગને અમુક પ્રવૃત્તિ ન રુચે એ બનવાયોગ્ય છે અને તેથી તેઓ તરફથી થતી નિન્દાપ્રવૃત્તિને સહન કરવાનું હૃદયબલ પ્રાપ્ત કરવું જોઈએ. એક મનુષ્ય વૃદ્ધાવસ્થામાં
૩૭
For Private And Personal Use Only