________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( 240 )
શ્રી ક્રયાસ ગ્રંથ-સવિવેચન.
品
એક પ્રકારની રમત રમવાની ટેવ પ્રારંભી તેથી યુવકો અને વૃદ્ધો તેની હાંસી કરવા લાગ્યા. એક માસ પર્યંત પેલા વૃદ્ધે સવ તરફથી સહન કર્યુ અને પેાતાની પ્રવૃત્તિ શરૂ રાખી તેમાં અન્ય યુવકો અને અન્ય વૃદ્ધો પણ ભાગ લેવા લાગ્યા. કોઇપણ વિચાર અને કોઇપણ સત્પ્રવૃત્તિપ્રતિ સર્વ મનુષ્યને એકસરખા મત હાતે નથી તેથી વિશ્વમનુષ્યેાની ટીકા સહન કરીને ઉત્સાહપૂર્વક સત્કાર્ય પ્રવૃત્તિને આરંભવી જોઇએ. સત્કાર્ય પ્રવૃત્તિને સેવતાં પ્રતિપક્ષી તરફથી જે જે વિઘ્ના થાય તેને પહોંચી વળવુ. જોઇએ અને ઉત્સાહ અને ઉચ્ચષ્ટના કટોકટીના પ્રસ`ગે પણ ત્યાગ કર્યા વના સતત ખંતથી પ્રવૃત્ત થવુ જોઇએ. સત્પ્રવૃત્તિથી કાંટાળા અને ખાડાખાઇવાળા માગેને સાફ કરી સડક બાંધી અનેક મનુષ્યાનું શ્રેયઃ કરવુ એ મહાપુરૂષનુ કાર્ય છે; કારણ કે તેઓ કોઇપણ પ્રકારના સ્વાવના મન વચન અને કાયાની શક્તિયેાના ભાગે તે તે સત્કાર્યોને સિદ્ધ કરે છે. જગત્ તરફથી તે ઘણું સહન કરીને જગત્ત્ને સત્પ્રવૃત્તિદ્વારા શાંતિ સમર્પે છે. સત્પ્રવૃત્તિમાં પ્રવર્તતાં પરીક્ષાર્થે જેમ સુવર્ણ છેદાય છે તેમ અનેક પ્રકારની હૃદયઘાતક પીડા સહન કરવી પડે છે. મનુષ્યનાં અનેક પ્રકારનાં માર્મિક વચનાને સહન કરવાં પડે છે. અન્ય મનુષ્યાકૃત અનેક પ્રકારના આરેાપાને સહન કરવાની હૃદયશક્તિને ખીલવવી પડે છે અને સુવર્ણ તાપની પેઠે પરિષદ્ધકૃત દુઃખ તાપથી ગળી જવા જેવા પ્રસંગ પ્રાપ્ત થાય છે; પરન્તુ તેમાં આત્માની સમભાવ ધૈર્ય વગેરે આધ્યાત્મિક શક્તિયાને ખીલવીને દુઃખાના સામુ સ્થિર રહેવુ પડે છે. શ્રી મહાવીર પ્રભુને ધ્યાન કરવામાં અનેક પ્રકારના ઉપસ સહેવા પડયા હતા. તેમણે અનેક પ્રકારની વિપત્તિયેા વેઠી હતી. અનાર્ય દેશ વભૂમિમાં, ચાર હૈરિક વગેરે અનેક દુષ્ટ શબ્દોથી અનાય લેકે તેમને સતાવતા હતા; કેટલાક તેમના સામા પત્થરા ફેંકતા હતા અને કેટલાક ગાળા દેતા હતા. કેટલાક તેમની મશ્કરી કરતા હતા અને કેટલાક તેમને ચર તરીકે માનતા હતા. આ રીતે અના તરફથી જે જે ઉપદ્રવા થયા તે તેમણે સહન કર્યાં અને આ દેશમાં પણ અનેક ઉપસગેમાંને તેમણે સહન કર્યાં અને અન્તે શ્રી વીરપ્રભુએ કેવલજ્ઞાન પ્રાપ્ત કર્યું. આ ઉપરથી અવધવું કે ધાર્મિક સત્પ્રવૃત્તિ કરતાં મુંઝાતાં અને નાસીપાસ થવાના અનેક પ્રસંગેા પ્રાપ્ત થાય છે; પરંતુ તેમાં ન મુંઝાતાં જે મનુષ્ય ઉત્સાહપૂર્વક સતત પ્રવૃત્તિ કર્યાં કરે છે તે અન્તે સલ્લાભને દેખે છે; અર્થાત્ લક્ષણાવડે કહેવાનુ કે તે સલ્લાભને પ્રાપ્ત કરે છે. ઉદયપુરના રાણા પ્રતાપસિંહે ડુંગરે ડુંગર પરિભ્રમણ કર્યું; તેની રાણી અને કરાંને ખાવાના સાંસા પડવા લાગ્યા; વૃક્ષની છાલેા અને વગડાઉ ધાન્યના રોટલા ખાવાને! પ્રસગ આવ્યે1; તેના ઘણા સાથીઓ તેને છેડીને ચાલ્યા ગયા. દરરાજ શત્રુસેના પાછળ પડેલી હોવાથી રાત્રિદ્વિવસ ભટકી ભટકીને થાકી જવાનો સમય આવ્યે. એક વખત તેની પુત્રીના હાથમાંથી વગડાઉ ખિલાડી શટલા લઇ ગઇ અને તેથી પુત્રીનું કરુણાયુકત રૂદન શ્રવણ કર્યું.
For Private And Personal Use Only