________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
સરપ્રવૃતિમાં કરી મુંઝાવું નહીં.
( ૨૮૭ )
મુંઝાયાથી માન ન થાતું, હોય માન છે પણ તે જાતું
અરે જે મુંછે તે જન દુઃખથકી ના ઉગરેરે–અરે જે-૧૧ કાર્ય કરંતાં મુંઝ!!! ન ભાઈ, થાશે અને અન્ય સહાઈ
વધાઈ સત્કાર્યોની થાશે જગજશ વિસ્તરેરે–અરે જે-૧૨ શુભ પ્રવૃત્તિ જગમાં સારી, કરેજ તેની છે બલિહારી;
ભાવે બુદ્ધિસાગર ભવપાધિ ઝટ તરેરે—અરે જે-૧૩ ઈંગ્લાંડમાં સતત ઉઘોગી શાપે સતપ્રવૃત્તિમાં જરામાત્ર ન મુંઝાતાં લુઈસ નામના ગુલામ અને સોમર્સેટ નામના ગુલામને ગુલામપણાથી મુકત કર્યા. પ્રથમ શાર્પની સામા અનેક મનુષ્ય થયા પણ તે સતત ઉદ્યોગ અને અમુંઝવણથી જય પામે. પ્રથમ કર્તવ્ય કાર્ય કરનારે જે કાર્ય કરવું તેમાં મુંઝવણ પાછળથી ન પ્રગટે એવા ઉપાય લેવા જોઈએ. પિતાની જાતને દરરોજ મુંઝવણ ન થાય એવા ઉપાયથી કેળવવી જોઈએ. કર્તવ્ય કાર્યો પાછળ અમુંઝવણપૂર્વક પ્રવૃત્તિ કરવામાં આવે તે તેનાં શુભ ફલ મળ્યા વિના રહેતાં નથી. જેણે સત્કાર્ય પ્રવૃત્તિમાં જોડાવું હોય તેણે મુંઝાવાની ટેવને દેશવટે દેવો જોઈએ. સત્કાર્યપ્રવૃત્તિમાં મુંઝાયલા મનુષ્યની બુદ્ધિપર આવરણ આવી જાય છે અને તેથી તે કર્તવ્યપ્રવૃત્તિમાં સત્યની ઝાંખી દેખી શકો નથી. સત્યપ્રવૃત્તિમાં મુંઝાયલે મનુષ્ય પોતાના પાછળ હજારો મનુષ્ય સાહાટ્ય કરવાને તત્પર થાય-થએલા હોય છે તેને તે દેખી શક્તો નથી. કર્તવ્યસત્કાર્યપ્રવૃત્તિમાં ન મુંઝાવાથી તાત્કાલિક જે જે ઉપાય કરવાના હોય તે તે સુઝી આવે છે. ગુર્જરભૂમિપતિ વનરાજ ચાવડો સ્વકાર્યપ્રવૃત્તિમાં ઘણી વખત વિજ્ય ન મળ્યા છતાં મુંઝા નહિ, તેથી તેની બુદ્ધિદ્વારા સત્ય ઉપાયે સુઝયા અને તેથી તેણે પુનઃ ગુજરાતનું રાજ્ય સંપ્રાપ્ત કર્યું. પહેલા ભીમદેવ સેલંકીના પ્રધાન વિમલશાહ ઉપર અનેક આપત્તિ આવી પડી તો પણ તે મુંઝાય નહિ, તે આબુના રાજાની પાસે ગયો અને ચંદ્રાવતીનું રાજ્ય પ્રાપ્ત કર્યું. વસ્તુપાલ અને તેજપાલનું ચરિત વાંચતાં સમજાશે કે તેમને ઘણી મુંઝવણમાંથી પસાર થવું પડતું હતું અને મુંઝવણથી નાસીપાસ ન થવાને માટે અનુપમા તેમને સારી સલાહ આપતી હતી. શ્રી હેમચંદ્રસૂરિએ સમ્પ્રવૃત્તિમાં મોહ ન પામતાં જે જે કાર્ય કરવા ધાર્યા હતાં તે તેમણે કર્યા અને પ્રતિપક્ષીઓથી થતી ઉપાધિદ્વારા જે જે મુંઝવણ ઉભી થતી હતી તે તેમણે ટાળી હતી. કુમારપાલરાજાને સિદ્ધરાજની ગાદી પર બેસતાં અનેક મુંઝવણમાંથી પસાર થવું પડ્યું હતું. શ્રી અભયદેવસૂરિએ આચારાંગાદિ નવાંગની વૃત્તિ રચી; તેમના કાર્યથી વિરુદ્ધલોકોએ તેમની પ્રવૃત્તિમાં અનેક પ્રકારની ડખલો ઊભી કરી પણ તેથી તે જરામાત્ર મુંઝાય નહિ. તેમના શરીરે કઢગ ઉત્પન્ન થયો ત્યારે પ્રતિપક્ષીઓએ કહ્યું કે–તેમણે નવાગેની વૃત્તિ કરી તેથી કોઢ રોગ થયે એમ કચ્યા છતાં તે જરા માત્ર મુંઝાયા નહિ. અમેરિકાના
For Private And Personal Use Only