________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવવી.
( ૨૭૭ )
છે. જે જે અધિકારે જે જે કર્તવ્ય કાર્યો કરવાનો ભાર જે જે અવસ્થામાં શીર્ષ પર આરેપાય છે તે હિંસાદિક સદેષ હોય વા નિર્દોષ હોય તે પણ તે કરવું પડે છે. શ્રી ત્રાષભદેવ ભગવંતે અનેક પ્રકારની શિપકલા પ્રકટાવવાની સ્વાધિકારે કર્તવ્ય ફરજ અદા કરી. તે પ્રવૃત્તિની વિધિ દર્શાવવામાં સદેષતા વા નિર્દોષતા છે? તેના ઉત્તરમાં કથવાનું કે અનેક દૃષ્ટિબિંદુથી પ્રવૃત્તિ સદેષ હોય વા નિર્દોષ હોય તો પણ તે કાર્ય શ્રી ઋષભદેવ ભગવાનને સ્વાધિકાર પ્રાપ્ત હતું–અતએ તેમણે નિલે પદષ્ટિથી સેવ્યું. સ્વાધિકારે બાહુબલિની સાથે કર્તવ્ય યુદ્ધ કરવાની પ્રવૃત્તિને શ્રીભરતરાજાએ સેવી. નીતિદષ્ટિએ સ્વાધિકાર પ્રાપ્ત કર્તવ્ય ફરજને ભરતચકવતિએ યુદ્ધ કરી અદા કરી હતી તેમાં ત્યાગધર્મદષ્ટિએ વ્યવહારતઃ સદેવત્વ છે; છતાં ભરતરાજાએ બાર વર્ષ પર્યન્ત યુદ્ધ કર્યું હતું. શ્રીશાન્તિનાથ કુંથુનાથ અને અરનાથ એ ત્રણને તીર્થકરની તથા ચક્રવર્તિની પદવી હતી, એક ભવમાં ગૃહસ્થાવાસાધિકારે તેઓએ પખંડ સાધવાની પ્રવૃત્તિ સેવી હતી. એકેકને ચોસઠ હજાર સ્ત્રીઓ હતી. ગૃહસ્થાવાસમાં સ્વાધિકાર એ ત્રણ તીર્થકરોએ અમુક દૃષ્ટિએ સદેશ અને અમુક દૃષ્ટિએ નિર્દોષ કર્તવ્ય કાર્યો કર્યા હતાં. શ્રી નેમિનાથ ભગવંતે ગૃહાવાસની સ્થિતિમાં જરાસંધના યુદ્ધમાં ભાગ લઈ યાદવેનું રક્ષણ કર્યું હતું તેમજ ગૃહાવાસમાં સ્વાધિકારે કર્તવ્ય કાર્યો કર્યા હતાં. શ્રી મહાવીર પ્રભુના મામા વિશાલાનગરીના રાજા ચેડામહારાજે પિતાના ભાણેજે શરણે આવ્યા હતા, તે ક્ષત્રિયના ધર્મ પ્રમાણે કોણિકરાજાને પાછા નહિ આપવાને માટે કેણિક રાજાની સાથે બાર વર્ષ સુધી યુદ્ધ કર્યું હતું અને તેમાં લાખે મનુષ્યોનો સંહાર અને સ્વનાશને પ્રસંગ પ્રાપ્ત થયા છતાં કર્તવ્ય યુદ્ધનો ત્યાગ કર્યો નહોતો; તેથી તેઓ ક્ષત્રિય ભૂપતિ તરીકે બારવ્રતધારી થઈ વિશ્વમાં આજે પણ અક્ષરદેહે અમર થયા છે. સ્વાધિકારે કર્તવ્ય કાર્ય ઉત્સર્ગમાર્ગે નિર્દોષ હોય અને અપવાદ માર્ગે સદોષ હોય, વ્યવહારથી નિર્દોષ ગણાતું હોય અને નિશ્ચયથી સદેષ હોય, નૈતિકદષ્ટિએ નિર્દોષ હોય અને પ્રાણઘાતકદષ્ટિએ સદેષ હોય, અનુબંધદષ્ટિએ નિર્દોષ હોય અને સ્વરૂપદષ્ટિએ સદેષ હાય-તથાપિ તે કરવા પડે છેતે કર્યા વિના છૂટકો થતો નથી. બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્રજાતિને સ્વસ્વાધિકારે કર્તવ્ય કાર્યોને આજીવિકાદિ હેતુઓએ સંસારનાં અને ધર્મહેતુઓ ધાર્મિક કાર્યો કરવા પડે છે. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રને સ્વાધિકાર પ્રમાણે રાજકીય દૃષ્ટિએ, ધર્મદ્રષ્ટિએ, સ્વસ્તિત્વસંરક્ષકદ્રષ્ટિએ, આજીવિકાદૃષ્ટિએ, અર્થષ્ટિએ, ભેગદષ્ટિએ, નીતિદષ્ટિએ, ધંધાની દૃષ્ટિએ, આદિ અનેક દૃષ્ટિએવડે પ્રવર્તતાં ઉત્સર્ગ માર્ગથી નિર્દોષ અને આપત્તિ આદિ કારણે અપવાદમાર્ગે સદેષકાર્યો કરવા પડે છે તેને ખ્યાલ તેઓ પોતે જ સાનુકૂળ સંપત્તિ વિપત્તિ કાલમાં કરીને પ્રવર્તી શકે છે. અલ્પદોષ અને મહાલાભદૃષ્ટિએ ઉત્સર્ગમાર્ગ અને અપવાદ માર્ગથી કર્તવ્ય કાર્યોને રાજ્યતંત્ર કાયદાઓની પ્રવૃત્તિની પેઠે સર્વ મનુષ્યએ અન્તરથી નિર્લેપ રહી જે અધિકાર પ્રમાણે પિતે ફરજ બજાવવા નિમાયે છે તદનુસારે તેઓએ કરવાં
For Private And Personal Use Only