________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વાધિકાર પ્રમાણે કર્ણય કરવું.
( ૨૭૩ )
બાબતનું આશ્ચર્ય થયું ! તેમની દષ્ટિએ કૃષ્ણ બ્રહ્મચારી ન હતા અને તપસ્વી અનાહારી (ઉપવાસી) નહોતો તેથી તેઓએ એક આત્મજ્ઞાની ઋષિને તે બાબતને ખુલાસે પૂક્યો. આત્મજ્ઞાની અષિએ જણાવ્યું કે જેના મનમાં ભેગ ભેગવતાં આસક્તિભાવ અહંભાવ નથી તે તે ભોગી છતાં અભેગી છે અને જે બાહ્યથી અભેગી છતાં કામના આસક્ત અહંવૃત્તિ આદિવડે યુક્ત છે તો તે કોઈ કારણે બાહ્યથી અભેગી છતાં અન્તરથી ભેગી છે. તેમજ જે મનુષ્ય દરરોજ અનેક સરસાહારનું ભજન કરતો હોય પરંતુ તેના મનમાં જે આસક્તિ, અહંવૃત્તિ નથી તો તે ઉપવાસી છે-ઇચ્છાને રોધ કરવો એ તપ છે. જ્યાં ઈચ્છા નથી ત્યાં તપ છે અને જ્યાં ઇચ્છા છે ત્યાં શરીરને અનેક પ્રકારે ક્ષુધા વગેરેથી તપાવે તેપણ તપ નથી. આ પ્રમાણે ઋષિને બોધ સાંભળી રાણીઓ ખુશ થઈ ગઈ. આ વાર્તા પરથી ફક્ત સાર એટલે લેવાને છે કે કર્તુત્વાહંવૃત્તિ, કામના, આસક્તિ, ઈચ્છા વગેરે વૃત્તિ વિના બાહ્યનું કર્તભક્તાપણું તે આધ્યાત્મિકદષ્ટિએ અકર્તા અભેકતાપણું છે એમ અવધવું. કર્તા ભક્તાપણુની વૃત્તિ ટળી જતાં સ્વાધિકારે બાહ્ય કર્તવ્ય કાર્યો કરતાં આત્મા સાક્ષીભાવને અનુભવે છે અને જીવન્મુક્તપણાની ઝાંખીને સમ્યગૃષ્ટિબલે અનુભવ ગ્રહણ કરે છે. વેદાન્તીઓમાં પ્રસિદ્ધ જનકવિદેહીમાં સર્વ પ્રકારની રાજકીય પ્રવૃત્તિનું કતાં ભક્તાપણું હોવા છતાં આધ્યાત્મિક દ્રષ્ટિએ તે અકર્તા અભતા હતા એમ નિશ્ચયિક દૃષ્ટિએ દર્શાવ્યું છે. સ્યાદ્વાદદષ્ટિએ ચતુર્થ ગુણસ્થાનથી અંશે અંશે નિરહંવૃત્તિથી કર્તા ભોકતાપણું છતાં અકર્તાપણું અને અભક્તાપણું સ્વીકારવામાં આવ્યું છે. નિશ્ચયદૃષ્ટિએ વિચારવામાં આવે તો પર જડ વસ્તુઓને કર્તા ભોક્તા આત્મા નથી. જડવસ્તુઓમાં જડનું કર્તુત્વ છે અને આત્મામાં આત્માનું કર્તુત્વ છે. જડવસ્તુઓને કર્તા આત્મા નથી અને આત્માને કર્તા જડ નથી. જડવસ્તુઓ ત્રણ કાલમાં ચેતનત્વને પામતી નથી અને આત્મા ત્રિકાલમાં જડત્વને પામતે નથી. આવશ્યક કર્તવ્યકાર્યોમાં આત્મા પોતે નિમિત્તકારણભૂત છે તેથી અન્ય કાર્યોના કર્તા તરીકે આત્માને માન એ કઈ પણ રીતે એગ્ય નથી. અન્ય જડ વસ્તુઓને કર્તા આત્મા નથી છતાં અન્ય જડવસ્તુઓના કર્તાહર્તા તરીકે આત્માને અર્થાત્ પિતાને માનવો એ એક જાતની બ્રાન્તિ છે એ જ્યારે આત્મામાં દઢ નિશ્ચય થાય છે ત્યારે અહંકર્તા અહંકતા ઈત્યાદિ જે પરવસ્તુઓના કર્તાપણુવિષે દઢ અહત્વાધ્યાસે પડી ગયેલા હોય છે તે ટળવા માંડે છે. હું જ માનો, જેમ તેમ કાજે, તેમ તેમ અજ્ઞાની , ના મને ઘણ (ઉપાધ્યાયજી). પરવસ્તુઓના કર્તાપણની અહંત્વબુદ્ધિથી આત્માની નિર્લેપતા રહી શકતી નથી. પરંભાવના કર્તાપણાનો પોતાનામાં આરોપ ન કરે જોઈએ. આવશ્યક કર્તવ્ય ફરજ તરીકે જે જે દશામાં સ્વસ્થિતિ હોય તે તે દશાના સ્વાધિકાર પ્રમાણે કર્તવ્ય કાર્યોને અનેક કારણએ કરવાં પડે છે, પરંતુ તેમાં મેં આ કર્યું
For Private And Personal Use Only