________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૪ ).
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
અને મહાલાભ દષ્ટિએ ભૂતકાળની શાસન પ્રવૃત્તિમાં સુધારાવધારે કરવામાં આવે છે અને તત્વવિરૂદ્ધ અને ધર્મપ્રગતિકારક એવી નવ્યધર્મપ્રવૃત્તિને પણ સર્વસંઘાનુમતે સ્થાપવામાં વા ઉત્પન્ન કરવામાં આવે છે. વર્તમાનમાં અને ભવિષ્યમાં સર્વ જનસમાજને વ્યષ્ટિ અને સમષ્ટિ દ્રષ્ટિએ અનુકૂલ આવે એવી અને વ્યષ્ટિ અને સમષ્ટિની પરિપૂર્ણ ઉન્નતિ કરનાર હોય એવી ધર્મપ્રવૃત્તિને આચરવામાં આવે છે તે જ દેશની અને સમાજની ઉન્નતિ થાય છે; રાજ્યશાસન કાયદાઓ વગેરેમાં વર્તમાનકાલ અને દેશ તથા સમાજનુસાર સુધારવધારે નહિ કરી શકાય તો તેનું અવનતિપ્રદ ભયંકર પરિણામ આવે છે–તદ્વત્ ધર્મ સામ્રાજ્યમાં પણ અવબોધવું. શ્રી મહાવીર પ્રભુના શિષ્ય ગૌતમસ્વામી અને શ્રીપાશ્વનાથના શિષ્ય શ્રીકેશીગણધર બનને ભેગા થયા ત્યારે ચાર મહાવ્રત અને પંચમહાવ્રત સંબંધી ધર્મવાદ શરૂ થયો તેનું સમાધાન વર્તમાનકાલીન વક્ર જડ જીની દશાપરત્વે પંચમહાવ્રત પાલન તરીકે કરવામાં આવ્યું. શ્રી મહાવીર પ્રભુએ વર્તમાનકાલ અને વર્તન માનકાલીન મનુષ્યની બુદ્ધિ શક્તિ વગેરેને ધ્યાનમાં લઈ બાવીશ તીર્થકરના સાધુઓની સમાચારી કરતાં કેટલીક ધર્મ સમાચારી ભિન્ન પ્રકારની રચી; અર્થાત્ સમાચારી રૂપ ધર્મપ્રવૃત્તિ ભિન્ન પ્રકારની કરી એમ અનુભવષ્ટિથી વિચારતાં સત્ય અવબોધાશે. જ્યારે મનુષ્યને ઉપર્યુક્ત અપષ અને મહાલાભપ્રદ પ્રવૃત્તિનો પરિપૂર્ણ અનુભવ થાય છે ત્યારે તેઓની સંકુચિતદૃષ્ટિ ટળવાથી વિચારો અને આચારોમાં સમ્યમ્ સુધારો થાય છે અને તેઓ અલ્પષ અને મહાલાભકારી ધર્મપ્રવૃત્તિમાં સ્વાધિકારે પ્રવૃત્ત થવામાં જરામાત્ર આંચકો ખાતા નથી અને કોઈ મનુષ્ય તેઓને ભમાવવા પ્રયત્ન કરે છે તો તેથી તેઓ ભરમાઈ જતા નથી તેમજ નિર્લેપ વ્યવહાર ધર્મ પ્રવૃત્તિને સેવી ઉચ્ચ દશામાં પ્રવેશ કરે છે. વિશ્વવત સર્વજીને મોટાભાગે ધર્મને મહાલાભ આપનારી અને કંઈક અલ્પષવાળી ધર્મપ્રવૃત્તિ જે જે જણાતી હોય તે તેઓને તરતમ ભેદ વિચાર અને સ્વાધિકાર આવશ્યક ઉપયોગી અને અ૮૫દેષ તથા મહાલાભપ્રદ ધર્મપ્રવૃત્તિને વિવેકથી સેવવી અને સર્વનું શ્રેયઃ કરવું. દ્રવ્યાનુયોગજ્ઞાનાભ્યાસને રંગ લાગતાં આધાકમી આહાર લેતા અલ્પષ અને મહાલાભ શ્રીઆચાર્યોએ દર્શાવ્યો છે. શ્રીમદ્દઉપાધ્યાયે દ્રવ્યગુણપર્યાયના રાસમાં આ સબંધી ઇ ને કો ઢાને સા, આધાવિ નદિ મr,
અતિ ઝાથે શું મળ્યું. હજુદ વારે ફૂપું મેં મુણું ઈત્યાદિથી અલ્પ દેશે અને મહાલાભપ્રદ આહાર ગ્રહણ રૂપ ધર્મપ્રવૃત્તિને જણાવે છે. સાધુઓ અને સાઠવીઓને વિપત્તિઆપત્તિકાલમાં અપવાદે છેદશાસ્ત્રોમાં અલ્પદોષ અને મહાલાભની જે જે પ્રવૃત્તિો સૂચવવામાં આવી છે તે ખાસ ધ્યાનમાં રાખવા ગ્ય છે. વ્યવહાર સૂત્રની વૃત્તિમાં સાધુઓને અપવાદ માર્ગે અલ્પષ અને મહાલાભકારી પંચમહાવ્રત સંબંધી જે જે પ્રવૃત્તિો દર્શાવવામાં આવી છે તે તે ધર્મ પ્રવૃત્તિને દર્શાવતા પૂર્વે પૂર્વાચાર્યોએ તાત્કાલદિક
For Private And Personal Use Only