________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
湯
અલ્પ દ્વાષ અને મહા લાભમાં આચરણ કરવું.
( ૨૬૧ )
થઇ શકાય. પેાતાના કરતાં ઉચ્ચ અધિકારી મનુષ્યની ધર્મપ્રવૃત્તિ ખરેખર ઉચ્ચ હોય અને તે કરવાને પાતે લાયક ન હોય અને પેાતાની ધર્મપ્રવૃત્તિ ખરેખર અન્યો કરતાં લઘુ હોય પરન્તુ તેમાં પ્રવૃત્ત થયા વિના આગલ વધી શકાય તેમ ન હોય અને જે સ્થિતિમાં પાતે હાય તેમાં તેજ આવશ્યક કર્તવ્ય તરીકે હાય તા તેને ત્યાગ કરવા તે અધર્મ છે. સ્વાધિકારે જે ચેાગ્ય આદેય તે સ્વધર્મ પ્રવૃત્તિ છે અને તેનાથી ભિન્ન તે પરધર્મ પ્રવૃત્તિ છે. ચમેં નિધનં શ્રેયા વરધર્સે મથાવદ: એના ઉપર્યુંકત ધર્મ પ્રવૃત્તિમાં અર્થ અવતારવામાં આવે તે તે સમ્યગ્ ઘટી શકે છે. ધર્મમાર્ગ પ્રવૃત્તિયેા પરસ્પર એક બીજાને લાભકારી અને વિશ્વસમાજ એક્યમાં સાહાય્યકારી હોવી જોઈએ એવી ષ્ટિએ ધ પ્રવૃત્તિયાનું શાસ્ત્રોમાં કથન કરવામાં આવ્યું છે; કે જેથી સંધ દેશ જનસમાજ, કુટુંબ અને પિંડની પ્રગતિમાં વિધિ ન આવી શકે. ગૃહસ્થવર્ગ પ્રગતિકારક ગૃહસ્થધર્મ પ્રવૃત્તિયેામાં અને સાધુધર્મ પ્રગતિકારક સાધુધ પ્રવૃત્તિ-કઇ કઇ રીતિએ અને કયા કયા અંશે પ્રગતિત્ત્વ રહ્યું છે તેનું પરિપૂર્ણ સ્વરૂપ વોવષ્ટિએ અવળેધીને ધર્મપ્રવૃત્તિયામાં પ્રવૃત્ત થવુ જોઇએ. જે જે કાર્યામાં અલ્પદોષ અને મહાલાલે સમાયલા હોય અને જે કાર્યો ભવિષ્યમાં ધર્મલાભ માટે હોય તેને સજ્જનાએ કરવાં જોઈએ. ગૃહસ્થા પ્રભુની ધૂપદીપ પુષ્પાદિથી પૂજા કરે તેમાં દોષ કરતાં ભાવસ્તવપ્રસંગે ઘણા લાભ થાય છે તેથી તેવા પ્રકારની ધર્મપ્રવૃત્તિયામાં અલ્પદોષો અને મહાલાભા હોવાથી સજ્જનાએ તેવી ધર્મપ્રવૃત્તિયાને કરવી જોઈ એ. પાપના કરતાં પુણ્ય સંવર અને નિર્જરાના ભાગ ધા હાય તેવાં કાર્યાંને ગૃહસ્થાએ કરવાં જોઈએ. દેવતાએ શ્રીતીર્થંકર ભગવાને બેસવાને માટે સમવસરણની રચના કરે છે તેમાં અલ્પદોષ અને મહાલાભ છે. વ્યષ્ટિપરત્વે ગ૭પરત્વે સામ્રાજ્યપરત્વે અને સંઘપરત્વે અલ્પદોષ અને મહાલાભ થવાના હોય તે તે કાર્ય ને સજ્જના કરે છે. એક સાધુના શરીરમાં કીડા પડયા હોય છે તેમાં તેની દવા કરવાથી કીટકાને નાશ થવાની સાથે સાધુને આરોગ્ય થતાં ગૃહસ્થને અલ્પદોષ અને મહાલાભ અવળેધવા, શ્રીવિષ્ણુકુમારમુનિએ નમુચિ પ્રધાનને સાધુ સાધ્વી સંઘની રક્ષાથે પગ તળે કચરી નાખ્યા તેમાં પેાતાને અને સંઘને અલ્પદોષ અને મહાલાભ જાણવા. શ્રીકાલિકાચાની મેન સરસ્વતીને શ્રીઉજ્જયિની નગરીના રાજા ગભિલ્લે પેાતાના જનાનખાનામાં નાખી તેથી શ્રીકાલિકાચાયે અનાર્ય દેશેામાંથી સાડીઓને (શકેાને) ખેલાવી ગભિલ્લ રાજાને રાજ્યગાદીથી ભ્રષ્ટ કરાયે તેવી ધર્મકાર્ય પ્રવૃત્તિમાં અલ્પદોષ અને મહાલાભ અવધવા, નિશીથચૂણીમાં એક વાત આવે છે;-કેટલાક સાધુઓને ગચ્છ કેકણ દેશમાં એક પર્વતની ગુફામાં રહ્યો હતા. ખાચાર્યે સર્વ સાધુઓની વ્યાઘ્રાદિકથી રક્ષા કરવા માટે એક સાધુને ગુહાના દ્વાર પાસે મૂકયા. તેણે રાત્રીના ત્રણ પહેારમાં ત્રણ વાઘને દંડવડે હણ્યા તેમાં અલ્પદોષ અને મહાલાભ અવબોધવા, બૃહત્કલ્પવૃત્તિ વ્યવહારવૃત્તિ નિશીથચૂણી અને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only