________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૬૦ ).
શ્રી કમલેગ ગ્રંથ-સવિવેચન.
તે તે શુભા અર્થાત્ કલ્યાણકારિક બંધાતી નથી. દ્રવ્ય ક્ષેત્રકાલ અને ભાવથી ઉત્સર્ગ અને અપવાદ માર્ગે ધર્મપ્રવૃત્તિનો નિશ્ચય કરીને જે મનુષ્ય ધર્મપ્રવૃત્તિને આદરે છે તેઓ સ્વકાર્યની સિદ્ધિ કરે છે. ધર્મમાર્ગની પ્રવૃત્તિ વિના કાર્યની સિદ્ધિ થઈ શકતી નથી એમ સર્વત્ર સ્વાનુભવ સાક્ષી આપે છે તેથી અન્ય પ્રમાણે મેળવવાની જરૂર નથી. શુભ પ્રવૃત્તિ પણ અવસ્થા ભેદે અશુભ બને છે. જે પ્રવૃત્તિ વસ્તુતઃ સ્વાધિકારે નૈતિકારિકા છે તે શુભ અવધવી; પરન્તુ જે સ્વાધિકારે ન્નતિ ન કરનારી હોય તે જગદ્રષ્ટિએ વા શુભદષ્ટિએ શુભ હોય તથાપિ સ્વમાટે તે શુભ પ્રવૃત્તિને ઉપગ ન હોવાથી તે તત્કાળે આદરવામાં તે અશુભ અવબોધવી. ધર્મમાર્ગપ્રવૃત્તિનું દ્રવ્યક્ષેત્રકાલભાવે તેના મૂલદેશે કાયમ રહ્યા છતાં પરાવર્તન થયા કરે છે તેથી દ્રવ્ય ક્ષેત્રકાલભાવે ધર્મમાર્ગ પ્રવૃત્તિયાનું સ્વરૂપ અવધવાની આવશ્યકતાની સાથે તે તે પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાની આવશ્યકતા સ્વીકારવી જોઈએ. આવશ્યક ધર્મમાર્ગપ્રવૃત્તિને પ્રતિદિન નિયમસર આચરીને આત્માની ઉત્ક્રાંતિ કરવી જોઈએ કે જેથી સંસારમાં સ્વપ્રગતિ સ્વાસ્તિત્વસંરક્ષક બીજકોનું સદા ચિરસ્થાયિત્વ રહે. કઈ કઈ ધર્મમાર્ગ પ્રવૃત્તિની સ્વમાટે આવશ્યકતા છે તેનું અભિતઃ જ્ઞાન મેળવવું. પશ્ચાત્ તેમાં પ્રવૃત્તિ કરીને સુધારાવધારે કરવો કે જેથી
ન્નતિમાં ન્યૂનતા રહે નહીં. નિયમસર આપવાદિક કારણ વિના તેની પ્રવૃત્તિ કરવી અને આત્મશક્તિને ખીલવવી જોઈએ. ધર્મમાર્ગ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થતાં કટિ ગમે વિદને નડે તો તેઓના સામું થઈસાહાટ્યક સાનુકૂલશક્તિથી આગળ વધવું. આ પ્રમાણે પ્રતિદિન પ્રવર્તવાથી ધર્મમાર્ગપ્રવૃત્તિગ્ય બની શકાશે. ધર્મમાર્ગ પ્રવૃત્તિના રણક્ષેત્રમાં શ્રીવીરપ્રભુ શ્રીહરિભદ્રસૂરિ સિદ્ધસેન દિવાકર હેમચન્દ્ર ઉપાધ્યાયજી અને વેદાન્તદર્શનીય કુમારિક ભટ્ટ શંકરાચાર્ય રામાનુજાચાર્ય અને વલ્લભાચાર્યની પેઠે ઘુમવું જોઈએ. વેદાન્ત દર્શનીય વિવેકાનન્દ રામતીર્થની પિઠે ધર્મમાર્ગપ્રવૃત્તિમાં ઘુમવું જોઈએ. ધર્મમાર્ગની સંકુચિત પ્રવૃતિને અનેકાન્તદૃષ્ટિવડે ધર્મને સર્વત્ર પ્રચાર થાય એવા હેતુએ વિશાલ કરવી જોઈએ. ધર્મપ્રવૃત્તિનાં જે જે અંગે સડ્યાં હોય તે તે સડેલાં અંગેને સુધારવાં જોઈએ; પરન્તુ ધર્મપ્રવૃત્તિને નાશ ન થાય એવું ખાસ લક્ષ્ય રાખવું જોઈએ. ધર્મપ્રવૃત્તિના. આન્તર અને બાહ્ય સ્વરૂપનું રહસ્ય સમજવું જોઈએ અને અન્યને અવબોધાવવું જોઈએ-એવી ધર્મપ્રવર્તકોની ફરજ છે અને એ ફરજમાં પ્રમત્ત થવાથી સ્વપરને ઘણી હાનિ થાય છે એ ખાસ લક્ષ્યમાં રાખવું જોઈએ. આત્મબેલ ફેરવીને અને ધર્મ પ્રવૃત્તિની પરિસ્થિતિથી વિજ્ઞ થઈને સર્વ સ્વાર્પણ કરીને ધર્મપ્રવૃત્તિ સેવવી જોઈએ કે જેથી ધર્મપ્રવૃત્તિથી નિર્ધારિત કાર્યની સિદ્ધિ થઈ શકે. સાપેક્ષષ્ટિએ ધર્મ પ્રવૃત્તિની પરસ્પર સંબંધતા અવિરતા અને મહત્વતા અવબોધવી જોઈએ કે જેથી કોઈ પણ મનુષ્ય સ્વાધિકાર જે કંઇ ધર્મપ્રવૃતિ કરતો હોય તેને અન્ય કરતાં પોતાની ધર્મપ્રવૃત્તિ હલકી ન લાગે અને તેનાથી ભ્રષ્ટ ન
For Private And Personal Use Only