________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shn Kailassagarsun Gyanmandir
( ૨૫૬ )
શ્રી કમગ ગ્રંથ-સવિવેચન.
શકાય છે. જે મનુષ્ય સ્વાધિકાર દશાનો નિશ્ચય કરીને નિર્લેપ વ્યવહારની પ્રાપ્તિ માટે પરિપૂર્ણ પ્રયત્ન નથી કરતે તે ખરેખર આન્નતિના માર્ગથી ભ્રષ્ટ થાય છે. અતએવ ધર્મ કૃત્ય વડે સાંસારિક નિલેપ વ્યવહાર માટે અત્યંત પ્રયત્ન કરે જોઈએ અને પશ્ચાત્ પરિપૂર્ણ આત્મશ્રદ્ધા ધારણ કરી સ્વાશ્રયી બનીને વર્તવું જોઈએ. જળકમળવત નિર્લેપ વ્યવહાર રાખવો એ કંઈ સામાન્ય બાબત નથી. નિર્દભપ્રવૃત્તિ અને ધર્મ ગુરુની પરિપૂર્ણ કૃપા વિના નિર્લેપ વ્યવહારનું સ્વમ જાણવું. તત્વજ્ઞાનિ ધર્મ કાર્યવડે વિશ્વમાં ધર્મ પ્રવર્તાવતા છતા નિર્લેપ વ્યવહાર સંરક્ષવા અધિકારી બને છે. મનમાંથી સર્વ પ્રકારની અહંમમત્વાદિ વૃત્તિની વાસનાઓને હડસેલી મૂકવી અને નામરૂપની પ્રવૃત્તિમાં રહ્યા છતાં નામરૂપની વૃત્તિમાંથી સ્વાત્માને ભિન્ન જાણી સ્વકર્તવ્ય કર્મોને કરતાં આત્મામાં જેઓ મસ્ત રહે છે તે વ્યવહારમાં રહ્યા છતાં નિર્લેપ રહી શકે છે. આવી દશા જ્યાં સુધી થઈ નથી ત્યાં સુધી વિશ્વવ્યાપક અને સર્વ વિશ્વજીવહિતકારક એવી વિશાળ ધર્મ પ્રવૃત્તિ સેવી શકાતી નથી. મનુષ્ય ! તું નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર, યાવતું કાયા તાવત્ જીવનાદિ હેતુભૂત વ્યવહાર છે તેના વિના એક ક્ષણમાત્ર પણ જીવી શકાય તેમ નથી તેથી વ્યવહાર સેવા પડશે પરંતુ તેમાં નિર્લેપતા રહી એટલે સાંસારિકકર્મ સંબંધથી તું ન્યારો થવાને અને મુક્ત રહેવાનો. હે મનુષ્ય! નિર્લેપ વ્યવહાર રાખવા પ્રયત્ન કર. કર્તવ્ય કાર્યોથી ભ્રષ્ટ થઈને વનમાં જઇશ, તે પણ જ્યાં સુધી તે કામ મોહ અને મત્સરાદિ સંસ્કારને હઠાવ્યા નથી ત્યાંસુધી ઘાંચીની ઘાણીના બળદની પેઠે જ્યાંને ત્યાં તું છે. ફકત ઉપરના ડાકડમાલથી કંઈ વાસ્તવિક આત્માની નિર્લેપતામાં ફેરફાર થવાનો નથી. નિર્લેપ વ્યવહારમાં ન ચાલી શકાય તેથી તું કંટાળીને વ્યવહારને ત્યાગ કરીશ તો પણ અન્ય વ્યવહાર તે કરવો પડશે અને તે કર્યા વિના છૂટકે થવાને નથી; તો તું સ્વાધિકાર જે વ્યવહારમાં વર્તતે હોય તેમાં નિર્લેપતા રહે એ માટે માનસિકાદિ પ્રયત્ન સેવ અને કંટાળી ના જા. સર્પની બે વિષવાળી દાઢાઓને પાડી નાખ્યા પશ્ચાતું તે સર્પના વ્યવહારમાં નિર્વિષતા રહી શકે છે તદ્રત કર્તવ્યકાર્યવ્યવહારમાં રાગદ્વેષના અભાવે નિર્લેપતા રહી શકે છે. કર્તવ્ય કાર્યને નિર્લે પવ્યવહાર ધારણ કરવા માટે ક્ષણે ક્ષણે નિર્લેપ ઉપયોગ ધારણ કરવો જોઈએ. નિલે પવ્યવહારમાં જે જે કષા પ્રગટતા હોય તેનાં કારણે તપાસવાં અને કષાયોને વેગ રોકવા પ્રયત્નો કરવા જોઈએ. આત્મા પિતે સર્વ કર્તવ્યકર્મને સાક્ષીભૂત થઈને જે ઉપગે રહીને કર્તવ્ય કરે તે નિર્લેપવ્યવહારને સાધી શકે છે. સર્વવ્યવહારમાં નિર્લેપતા રાખે અને પશ્ચાત્ આગળ વધે–એજ કર્તવ્ય પ્રવૃત્તિના મૂલ મંત્રને લક્ષ્યમાં રાખે. સર્વ પ્રકારના વ્યવહારમાં કર્તાભોક્તાની પ્રવૃત્તિ છતાં તેમાં વૃત્તિ ન રાખવી એજ નિર્લેપીપણું છે. કર્તવ્ય કાર્ય પ્રવૃત્તિના શુભાશુભ વ્યવહારમાં શુભાશુભત્વને હૃદયમાં ન ધારણ કરવું એજ વ્યવહારમાં નિર્લેપત્વ અવધવું. કર્તવ્યકાર્ય
For Private And Personal Use Only