________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિલે પત્ય અને સલેપટવ સંબંધી વિવરણ.
( ૨૫૫ )
થયા કરે છે અને તેઓ બાહ્ય વિશ્વવર્તિજનેને પણ નિર્લેપવ્યવહારી બનાવી ઉચ્ચ બનાવે છે. જળમાં કમળ વહ્યા છતાં જળથી નિર્લેપ વ્યવહાર રાખે છે તદ્દત આ વિશ્વમાં સર્વ પ્રકારના આવશ્યક વ્યવહારને આચરતાં છતાં નિર્લેપ રહેવું જોઈએ કે જેથી આમેજતિની સાથે વિશ્વોન્નતિ કરવા માટે વિશ્વમાં સર્વત્ર ધર્મ પ્રવર્તાવવાનું બની શકે. જે મનુષ્ય વ્યવહારમાં રાગદ્વેષના લેપથી લેપાય છે તે મન, વચન અને કાયાની અનેક શુભ શકિતને દુર્વ્યય કરે છે. કેધાદિક કષાયને શમાવવાનું બળ પ્રાપ્ત કરવાથી અનેક પ્રકારના લૌકિક તથા લેકેત્તર વ્યવહારમાં નિર્લેપતા ધારી શકાય છે. અને તેથી રાગી અને દ્વેષી મનુષ્યના વચ્ચમાં રહી કર્તવ્ય કર્મો કરી શકાય છે. અનન્તાનુબંધિ ક્રોધ માન માયા અને લોભ, અપ્રત્યાખ્યાની કોઇ માન માયા લેભ પ્રત્યાખ્યાની કે માન માયા લેભ અને સંજવલનના ક્રોધ માન માયા અને લેભ એ સેળ પ્રકારના કષાયો અવધવા. મિથ્યાત્વ દશાવાળાને સેળ કષાય હોય છે. અવિરતિસમ્યદૃષ્ટિ ગૃહસ્થને અનન્તાનુબંધી કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અન્તાનુબંધી કષાયના અભાવની અપેક્ષાએ નિર્લેપ રહી કર્તવ્યકર્મ કરી શકે છે. દેશવિરતિ ગૃહસ્થવર્ગને અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયને ઉપશમાદિ ભાવ હોય છે તેથી તે અનન્તાનુબંધી અને અપ્રત્યાખ્યાન કષાયના અભાવની અપેક્ષાએ કર્તવ્ય કાર્યમાં નિર્લેપ વ્યવહારને સંરક્ષી શકે છે. અનન્તાનુબંધી અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાના ઉપશમાદિ ભાવે નૈૠયિકદષ્ટિએ ત્યાગી સાધુઓ નિર્લેપ રહી શકે છે અને નૈયિક દૃષ્ટિએ સંજવલન કષાયે સલેપ બની શકે છે; પરન્તુ પ્રતિક્રમણદિ આવશ્યકરૂપ ધર્માનુષ્ઠાનવડે ત્યાગીઓ, વ્યવહારમાં કર્તવ્યકર્મો કરતા છતા નિર્લેપ રહી શકે છે. ગૃહસ્થ પણ જે જે કષાના અભાવે જે જે ગુણસ્થાનકદ્દષ્ટિએ નિર્લેપ રહેવાના હોય છે તે તે ગુણસ્થાનક દષ્ટિએ વ્યવહારમાં અમુક કષાયથી નિર્લેપ રહી શકે છે અને અન્યકષાદયથી સલેપ હોય છેપરંતુ પ્રતિકમણુદિ ધર્મર્તવ્યવડે પશ્ચાત્તાપાદિ પરિણામે પુનઃ નિર્લેપ થઈ શકે છે એમ જૈનગુણસ્થાનગતનૈશ્ચયિદષ્ટિએ ગૃહસ્થ અને ત્યાગીઓને નિર્લેપત્વ અને સલેપત્વ અવધવું. ગૃહસ્થ ગૃહસ્થદશા પ્રમાણે અપ્રમત્તાગના તરતમયેગે નિર્લેપ રહી શકે છે અને ત્યાગીઓ સાધુની દશા પ્રમાણે વ્યવહાર અને નિશ્ચયતઃ કર્તવ્ય કાર્યો કરતા છતા નિર્લેપ વ્યવહારને સાધી શકે છે. કામના પ્રબળ સંસ્કારોના વેગો કષા અને સંસારમાં પાણિગ્રહણ તેમજ કામના પ્રબળ સંસ્કારના વેગોની મન્દતા, સંસારમાં ગૃહિણી સાથે સંબંધ બાંધવાની તીવ્ર અરુચિ, અત્યાગ દશા અને ત્યાગના વિચારેવડે ગૃહસ્થદશા અને સાધુદશા બેમાંથી કઈ દિશામાં રહીને નિર્લેપ વ્યવહાર સાધે તેને નિશ્ચય કરી શકાય છે અને સ્વાધિકાર દશાને નિશ્ચય ક્યાં પછી સ્વાધિકાર વ્યવહારની નિર્લેપતા માટે ધર્મક્રિયા વડે વતી
For Private And Personal Use Only