________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેભ એજ પરતંત્રતાની બેડી છે.
( ૨૫૩ ).
શોધ. કરવાથી ચેતન તત્વ કયાંથી મળી શકે? આત્મા જ્યાં રહ્યો હોય ત્યાં જ ધ્યાન લગાવીને તેની શોધ કરી સાક્ષાત્કાર કરવો જોઈએ. આત્માને સાક્ષાત્કાર થતાં આત્મા સ્વયં પરમાતમ જેતિ વડે પ્રકાશિત થાય છે. અજ્ઞમનુષ્ય આત્મારૂપ પરમાત્મ દેવને જડ વસ્તુઓમાં શેધે છે પરંતુ તેથી તેઓ મૃગજલ તૃષ્ણની પ્રવૃત્તિને અનુસરે છે? ચેતના પોતાના આત્મારૂપ પરમાત્માસ્વામિની શોધ માટે પ્રવૃત્તિ કરીને જણાવે છે કે चौद भुवनमां आथडी पण प्रभु न दीठा कयांयरे । शरीर भीतर खोलीया तो, प्रभुजी વીટા સ્વાં? | ચેતના પોતાના સ્વામીને શરીરમાં શેધ કરીને સાક્ષાત્કાર કરી શકે છે. જ્યાં ચેતનાને સ્વપરપ્રકાશ થાય છે ત્યાં જ પ્રભુજી છે. સ્વપરપ્રકાશક ચેતનાથી અભિન્ન એવા પરમાત્મા દેવ છે. જે જે અંશે ચેતનાનો પ્રકાશ તે તે અંગે પરમાત્માને પ્રકાશ અવધવો. ચેતનાનો સ્વપરપ્રકાશક અનુભવ કરવો એજ પરમાત્માનો સાક્ષાત અનુભવ અવબોધવો. ચેતના એજ પરમાત્માને ધર્મ છે. ચેતનારૂપ પરમાત્માના ધર્મને જે જે અંશે પ્રકાશ થાય છે તે તે અંશે પરમાત્માનોજ સાક્ષાત્કાર થતો અવબોધવો. ચેતનાને સર્વથા પરિપૂર્ણ પ્રકાશ તેજ કેવળજ્ઞાન અવબોધવું અને એ કેવળજ્ઞાનથી અભિન્ન આત્મા એજ પરમાત્મદેવ છે એમ અનુભવ કરીને સ્વરૂપ દશામાં તન્મય બની જવું એજ સત્ય ધર્મનું આચરણ જાણવું. આત્માને ગુણ તેજ સત્ય ધર્મ છે. આત્માને જે સ્વભાવ તેજ આત્માને સત્ય અસ્તિધર્મ છે. તેમાં જેઓ રમણતા કરે છે તેઓ સ્વહૃદયમાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. ધ્યાનવડે આત્માનો સાક્ષાત્કાર કરવો એજ પરમાત્માનો અભેદપણે સાક્ષાત્કાર અવધીને વિશ્વના પરતંત્ર બંધનભૂત અસદુવ્યવહારોથી મુક્ત થઈને આત્માના જ્ઞાનાદિ ગુણને આવિર્ભાવ અને તેમાં રમણુતારૂપ સદ્ભૂત સ્વતંત્રતા પ્રાપ્ત કરવી એજ મનુષ્યભવનું સાફલ્ય અવધવું. આત્મસ્વરૂપ પ્રાપ્તિ સંબંધી એ ઉદ્ગારો અનુભવવા યોગ્ય છે.
અવતરણકર્તવ્ય કાર્ય પ્રવૃત્તિમાં ચિત્તશુદ્ધયર્થે અને સ્વાધિકાર નિશ્ચયાર્થે અધ્યાત્મજ્ઞાનની ઉપયોગિતા દર્શાવી. હવે ધર્માનુષ્ઠાનકારકોની કર્તવ્યપ્રવૃત્તિમાં નિર્લેપતા સંબંધી ઉપાયે દર્શાવવામાં આવે છે.
શોre धर्मानुष्ठानयोगेन वर्तन्ते तत्ववेदिनः। निर्लेपव्यवहारार्थं विश्वधर्मप्रवर्तकाः ॥३९॥ धर्ममार्गप्रवृत्तिस्तु शुभा स्वोन्नतिकारिका । विना प्रवृत्ति कार्यस्य सिद्धिस्तु नैव जायते ॥४॥
For Private And Personal Use Only