________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાન કયારે પ્રગટે?
( ૨૫૧ )
દુઃખને અનુભવ કરાશે. આત્મામાં સ્વશુદ્ધસ્વરૂપને જે દેખે છે તેને ભૌતિકેન્નતિની શ્રદ્ધા રહેતી નથી. જો કે ભૌતિક પદાર્થો વિના વ્યવહાર નથી પરંતુ તેથી એમ નથી સિદ્ધ થતું કે ભૌતિકેન્નતિ એજ વાસ્તવિક ઉન્નતિ છે; ભૌતિકનૈતિથી ભિન્ન એવી આત્મોન્નતિના નિત્યાનંદનો અનુભવ થતાં આત્મસ્વરૂપજ પ્રાપ્તવ્ય છે; એમ સાયોપયોગમાં તે લક્ષીભૂત થઈ રહે છે અને તેને તે દેખે છે. જડવાદિયે જડવસ્તુઓમાં સુખની ભાવનાથી અંતે ઠગાય છે અને ફાંફા મારીને થાકી જઈ હાય ! કંઈ જડમાં સુખ નથી એવા અંતે ઉદ્દગાર કાઢે છે. અદ્વિતીય અવ્યય એવું ચિદાનંદમય શુદ્ધ આત્મસ્વરૂપ વેદવું એજ આત્મજ્ઞાનિયાનું કર્તવ્ય છે. શુદ્ધ સ્વરૂપ દવાનું ક્યાં છે ત્યાં આત્મસુખને સાક્ષાત્કાર છે. આત્મજ્ઞાની આત્માનું શુદ્ધ સ્વરૂપ વેદવામાં સ્વકર્તવ્યની પરિસમાપ્તિ ગણે છે. દુઃખનું વેદન એ આત્માના શુદ્ધ સ્વરૂપથી ભિન્ન છે તેથી જે વખતે દુઃખનું વેદના થાય છે તે વખતે આત્માનું શુદ્ધ સ્વરૂપ ખરેખર શુદ્ધોપગે વેદાતું નથી એમ અવબોધવું. અશુભ કર્મના યેગે જો કે દુઃખ વેદાય છે તો પણ તે વખતે આત્મજ્ઞાની દુઃખની વેદનાથી ભિન્ન એવા શુદ્ધ સ્વરૂપને જાણે છે તેથી દુઃખ ભોગવતાં સ્વસ્વરૂપને શુદ્ધોપગે સિદ્ધ કરે છે. દેહધારક કેવલીને શાતા અને અશાતા બંનેને ભેગ ઘટે છે તથાપિ તે વખતે તેઓ કેવળ જ્ઞાનવડે સ્વશુદ્ધસ્વરૂપનેજ અવધે છે. આત્મજ્ઞાનીને દુખવેદન ન વેદાય એવું તો જ્યાં સુધી તેને કર્મ છે ત્યાં સુધી બન્યા વિના રહેતું નથી, પરંતુ અજ્ઞાની અને આત્મજ્ઞાનીમાં એટલે ફેર છે કે અજ્ઞાની કર્મ વેદતાં સ્વશુદ્ધસ્વરૂપથી અજ્ઞાન રહે છે અને આત્મજ્ઞાની સ્વશુદ્ધસ્વરૂપને ઉપયોગી રહે છે. મહાત્માઓ ઉપદેશ છે કે હે ભવ્ય ! તું પોતાનામાં સ્વશુદ્ધસ્વરૂપથી દેખ?!! આત્મશુદ્ધસ્વરૂપદર્શન વિના ત્રણ કાળમાં સત્ય સુખને જોતા થવાને નથી એમ ખાત્રી કરીને માન ! ! ! લ્હારા આત્મામાં મેહની વાસનાઓ જે જે વર્તે છે તેને મૂળમાંથી ક્ષય કરીને વાસના રહિત નિઃશેષ કલેશ મુક્ત શુદ્ધ ચેતનનું દર્શન કર અને આત્માના શુદ્ધ સ્વરૂપની યાને પરમાત્મપદની પ્રાપ્તિ કર. આત્મજ્ઞાની મુનિ સ્વકીય શુદ્ધ સ્વરૂપને દેખીને તેનું ધ્યાન ધરી કૃતકૃત્ય થાય છે. અધ્યાત્મજ્ઞાની મુનિ આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહે છે, તેને આત્મસુખની ખુમારીમાં મગ્ન રહેવું એજ ગમે છે અને તેથી તે આત્મસુખની ખુમારીમાં સદા મગ્ન રહેવાય એવા આચરણને આચરે છે. આત્મજ્ઞાની મુનિની દશા ખરેખર દુનિયાથી જુદા પ્રકારની હોય છે; આત્મજ્ઞાની મુનિનું વર્તન બાહ્ય વિશ્વ મનુષ્યોથી ભિન્ન પ્રકારનું હોય છે અને દૃષ્ટિ પણ આશય ભેદે ભિન્ન પ્રકારની હોય છે. જે મુનિને ત્રણ ભુવન આદેય નથી અને હેય પણ નથી અર્થાત્ ત્રણ ભુવનમાં હેય બુદ્ધિ અને આદેય બુદ્ધિ જેની નથી એવા મુનિવરને સ્વાન્ય પ્રકાશક એવું આત્મજ્ઞાન પ્રકટે છે. આવી હેયાદેયબુદ્ધિ વિનાની આત્મદશા પ્રાપ્ત કરવાથી આત્માનું જ્ઞાન પ્રકટે છે. જે મુનિવરે ત્રિભુવનવતી પદાર્થોમાં હેય અને આદેયતાને ધારણ કરતા નથી તેઓ ત્રિભુવનબંધનેથી
For Private And Personal Use Only