________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shin Kailassagarsun Gyanmandir
-
:
-
-
- -
-
-
-
-
-
-
- -- -
-
-
-
-
-
--
-
-
-
-
-
-
-
- *
- -
-
*
( ૨૫૦ ).
શ્રી કાગ ગ્રંથ-સવિવેચન.
મનુષ્ય પ્રાપ્ત થઈ શકે છે. જે આત્મજ્ઞાનીઓ પરમાક્ષરરૂપ અનુભવવા માટે આત્માના પ્રદેશોમાં ઊંડા ઊતરીને તલ્લીન થઈ જાય છે તેઓ અલ્પકાળમાં મનની નિર્વિકલ૫દશાએ પરમાક્ષરરૂપ અનુભવી શકે છે. જગતમાં બાહ્ય મૂર્ત વસ્તુઓને અનુભવ પ્રાપ્ત કરે એ સહેલ છે પરંતુ પરમાક્ષરરૂપને અનુભવ પ્રાપ્ત કરે એ અત્યંત દુષ્કર કાર્ય છે એમ અનુભવ કરતાં અનુભવાશે. આત્માનું સ્વરૂપ પ્રપંચ રહિત છે. જ્યાં અનેક પ્રકારના બાહ્ય પ્રપંચથી સ્વાર્થની મારામારી થઈ રહી હોય છે ત્યાં આત્મસ્વરૂપના અનુભવની ગંધ પણ ક્યાંથી હોઈ શકે ? અલબત ન હોઈ શકે. રાગદ્વેષના સદ્દભાવે અનેક પ્રકારના પ્રપંચે ઉદ્દભવે છે. વ્યાવહારિક દશામાં બાહ્યાચક્ષતઃ કઈ પ્રપંચથી જય વિજયને પ્રાપ્ત કરી શકે તો તત્સંબંધી કથવાનું કે બાહ્ય ભૌતિક જ્ય અને વિજ્ય તે સ્વમ સમાન ક્ષણિક છે અને તેથી આત્માનંદને સાક્ષાત્કાર થઈ શકતું નથી. વૃત્તિના યોગે અનેક પ્રકારના પ્રપંચની પ્રવૃત્તિ પ્રગટે છે; પરંતુ પ્રપંચવૃત્તિને સેવવામાં આવે છે તે કર્મને ઔદયિકભાવજ વેદવામાં આવે છે અને એવા કર્મના ઓદયિકભાવને જય પરાજય કાલ્પનિક હોવાથી આત્મજ્ઞાની તેમાં મુંઝાતા નથી. આત્મજ્ઞાની અંતરમાં પ્રપંચવૃત્તિથી રહિત એવું આત્મસ્વરૂપ દવાને શુદ્ધોપગમાં મસ્ત રહે છે. પાંચ ઇંદ્રિય અને છઠ્ઠા મનથી ભિન્ન એવું આત્મસ્વરૂપ છે. ઇદ્રિથી ભિન્ન એવું આત્મસ્વરૂપ દવાને માટે ઇન્દ્રિયાતીત ઉપયોગથી ધ્યાન ધરવાની જરૂર છે. ઇંદ્રિયથી ભિન્ન એવું આત્મસ્વરૂપને મનન કરતાં ઇંદ્રિયાતીત આત્મસ્વરૂપની ઝાંખી થાય છે. હે ચેતન ! તું પોતાનું સ્વરૂપ ખરેખર પિતાના શુદ્ધોપયેગે આત્મામાં દેખ. આત્મામાં આત્માનું સ્વરૂપ આત્માવડે દેખાયા બાદ અન્ય કંઈ દેખવાનું અવશેષ રહેતું નથી. આત્મજ્ઞાની સૂક્ષ્મ શુદ્ધોપગે આત્મસ્વરૂપને વેદના સમર્થ થાય છે. જે મહાત્માઓ આત્મસ્વરૂપને દેખે છે તેઓ પરમાત્મસ્વરૂપને દેખે છેજ એમ અવધવું. આત્મસ્વરૂપ અને પરમાત્મસ્વરૂપમાં જે શુદ્ધોપગે અભેદતા અનુભવે છે તે સ્વયં પરમાત્મા છે એમ અવબોધવું. આત્મજ્ઞાની નિત્યાનંદમય શુદ્ધ-
ચિસ્વરૂપ સનાતન એવી જ્યોતિ પિતાના આત્મામાં શુદ્ધ ધ્યાનદષ્ટિએ દેખે છે. હે ચેતન ! તું પિતાની સનાતન ચિસ્વરૂપ અને આનંદમય જ્યોતિને પિતાનામાં દેખ. બાહ્યમાં લક્ષ દેવાથી કંઈ વળવાનું નથી. આત્મસ્વરૂપ પદાર્થના જ્ઞાન વિનાનું અવશેષ પદાર્થવજ્ઞાન કદી આત્મશાંતિને અને નિત્યાનંદને સમર્પવા શકિતમાનું થતું નથી. લૌકિકેન્નતિથી અંજાયલા અજ્ઞ મનુષ્યો આત્માની ચિદાનંદમયન્નતિને દેખવા સમર્થ ન બને અને તેઓની ઇચ્છા પણ ન થાય એ બનવા યોગ્ય છે; પરંતુ તેઓએ સમજવું જોઈએ કે રજોગુણ અને તમે ગુણથી ભરેલી ભૌતિકેન્નતિ સદા સ્થિર રહેતી નથી. સ્વપ્નની પેઠે ક્ષણિક એવી ભૌતિકેન્નતિથી નિત્યાનંદની પ્રાપ્તિ થઈ શકતી નથી. ભૌતિકેન્નતિવાદિને તેઓના મૃત્યુ વખતે પૂછવાથી અવબોધાશે તેમજ ભૌતિકેન્નતિમાં સમાયેલા ક્ષણિક સુખ અને અનંત
For Private And Personal Use Only