________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૮ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
अपास्यकल्पनाजालं चिदानन्दमये स्वयम् । यः स्वरूपेलयं प्राप्तः सस्याद्रत्नत्रयास्पदम् ॥ नि:शेषक्लेशनिर्मक्तममूर्त परमाक्षरम् । निष्प्रपञ्चं व्यतीताक्षं पश्य स्वं स्वात्मनि स्थितम् ।। नित्यानंदमयं शुद्धं चित्स्वरूप सनातनम् । पश्यात्मनि परंज्योतिरद्वितीयमनव्ययम् ।। यस्य हेयं न वाऽऽदेयं नि:शेष भुवनत्रयम् । उन्मीलयति विज्ञानं तस्य स्वान्यप्रकाशकम् ॥ आराध्यात्मानमेवात्मा परमात्मत्वमश्नुते । यथा भवतिवृक्ष: स्वं स्वेनोद्धृष्यहुताशनः ॥ इत्थं वागूगोचरातीतं भावयन्परमेष्ठिनम् । आसादयति तद्यस्मान्नभूयो विनिवर्तते ॥
આ શરીરમાં સ્થિતાત્મા તેજ સ્વસત્તાની અપેક્ષાએ સિદ્ધાત્મા છે. સધ્યાનરૂપ વહનિવડે અત્યન્ત સાધેલે આમા તેજ પરમાત્મપર્યાયથી વ્યક્ત થાય છે. અતએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાનું આત્મવિજ્ઞાન જ પરંતત્વ છે; આત્મજ્ઞાન શાશ્વત છે. અન્ય જે શ્રુતસ્કંધ અંગ ઉપાંગાદિક છે તે આત્મજ્ઞાનાર્થે કથેલાં છે એમ અવબોધવું. અંગઉપાંગ અને દૃષ્ટિવાદ શ્રતધવડે આત્મજ્ઞાન પ્રાપ્ત કરીને આત્માની પરમાત્મદશા પ્રકટાવવી એજ ખરેખરૂં તત્વ છે. જે આત્મજ્ઞાની શરીરમાં રહેલા આત્માને મેહભાવ કે જેવડે રાગદ્વેષની કલપનારૂપ જાળ લાગી છે તેને દૂર કરીને ચિદાનંદમય એવા સ્વરૂપમાં લયને પ્રાપ્ત કરે છે અર્થાત્ નામ રૂપાદિની કલ્પનાથી ઉઠતા રાગદ્વેષના વિકલ્પને શમાવીને આત્મસ્વરૂપમાં લયલીન થઈ જાય છે તે ખરેખર જ્ઞાનદર્શન અને ચારિત્રના સ્થાનરૂપ થાય છે. નામરૂપની અહંવૃત્તિના યોગે ઉદ્ભવેલી રાગદ્વેષની કલ્પનાજાળને ઉશ્કેરવી એ દુષ્કર કાર્ય છે પરંતુ જ્યારે આત્મજ્ઞાન થાય છે ત્યારે આત્મા સ્વયં પરમાત્મદશા પ્રતિ ઉપચોગી બનતો જાય છે અને રાગદ્વેષ કરવાને ઈરછત નથી અને રાગદ્વેષની કલ્પનાજાળને છેદીને પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરે છે. પિતાનું પરમાત્મસ્વરૂપ પ્રાપ્ત કરવું એ ખરેખર આત્મજ્ઞાન વિના બની શકે તેમ નથી. આત્મજ્ઞાનવિના નામરૂપમાં બંધાયેલી અહંવૃત્તિ ટળતી નથી. નામરૂપના ચેગે રાગ દ્વેષ કામ માયા ઈર્ષ્યા પ્રપંચ ભય લજ્જા લેભ અને વિશ્વાસઘાત આદિ અનેક પ્રકારની મેહવૃત્તિ ઉદ્દભવે છે. ઉત્પન્ન થનાર વૃત્તિનું મુખ્ય કારણ અજ્ઞાન છે. આત્માનું જ્ઞાન પ્રાપ્ત થતાં અજ્ઞાન સ્વયમેવ ટળે છે અને તે વખતે આત્મામાં આત્મસુખને વિશ્વાસ પ્રકટવાથી નામરૂપમાં સુખના વિશ્વાસે થતી અહંવૃત્તિનો પાયે સર્વથા નષ્ટ થઈ જાય છે; નામરૂપથી ભિન્ન એવા આત્મામાં મુખ્યતાએ ઉપયોગ વહે છે તેથી તેનું પરિણામ એ આવે છે કે ઉપગરૂપ મહાદેવની શક્તિ વડે કલ્પનાજાળ છેદાય છે અને આત્માની
For Private And Personal Use Only