________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મજ્ઞાનથી જ મુક્તિ.
( ૨૪૭ ).
દયા છે તેનું હૃદય પ્રભુરૂપ છે અને જેના હૃદયમાં દયા નથી તે નાસ્તિક છે એમ નયની અપેક્ષાએ અવધવું. જે ધર્મ હિંસાનું પ્રતિપાદન કરે છે તે ધર્મ નથી પરંતુ અધર્મ છે. ધર્માર્થે કેઈનું રકત રેડવાનું કોઈના પ્રાણ લેવાનું જે ધર્મશાસ્ત્રો ફરમાન કરે છે તે અધર્મશાસ્ત્રો છે; કારણકે અનંત દયાવાન સર્વજ્ઞ પરમાત્મા દેવ કદાપિ અન્યાયી અધર્મે હિંસાને ઉપદેશ આપેજ નહિ. અતએવ ભવ્ય મનુષ્યોએ દયા અને યતનાપૂર્વક સ્વસ્વાધિકાર વ્યાવહારિક તથા ધાર્મિકકર્મચેગમાં પ્રવૃત્ત થવું જોઈએ. દયા સત્ય અસ્તેય અને પ્રામાણ્યથી ગૃહસ્થોએ ગૃહસ્થ ધર્માનુસારે અને મુનિવરોએ મુનિધર્માનુસારે આત્મજ્ઞાનપૂર્વક નિર્લેપરીત્યા કર્મવેગને આદર જોઈએ. મુનિવરેએ સ્વધર્માનુસાર ધર્મકર્મ એગપ્રવૃત્તિ કરતાં આત્મસમાધિમાં સ્થિર થવું જોઈએ. આત્માને પરમાત્મારૂપ જાણો અને દેખો એ ખાસ સાધ્યબિંદુ ગમે તે દશામાં વિસ્મરવું ન જોઈએ. આત્મારૂપ પરમાત્માના સ્મરણમનનથી ઉત્તરોત્તર પરમાત્મસ્વરૂપને અનુભવ સાક્ષાત્કાર વધતો જાય છે. જ્ઞાનાવમાં આત્મજ્ઞાન મહિમા સંબંધી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે
जानाति यः स्वयं स्वस्मिन्स्वस्वरूपं गतभ्रमः । तदेवतस्यविज्ञानं तवृत्तं तश्च दर्शनम् ॥
જે મહાત્મા સ્વયં પિતાના આત્મામાં ગતભ્રમ થઈ સ્વસ્વરૂપને જાણે છે તેજ તેનું વિજ્ઞાન છે. આત્માને અવબોધ્યા વિનાનું જે વ્યાવહારિકદષ્ટિએ વિજ્ઞાન ગણાય છે તે દ્રવ્ય વિજ્ઞાન છે અને આત્માના સ્વરૂપને અવબોધવું તે ભાવ વિજ્ઞાન છે. આત્માના ભાવવિજ્ઞાનથી રાગદ્વેષની ઘનવાસનાની ગ્રથિને નાશ થાય છે. સ્વમાં સ્વનું જાણવું તેજ સત્ય વિજ્ઞાન છે; તેજ તેનું વિજ્ઞાન અને તેજ ચારિત્ર તથા તેજ દર્શન અવધવું. બંધ મક્ષનો વિવેક કરાવનાર આત્મજ્ઞાન છે. કચ્યું છે કે
स्वज्ञानादेव मुक्तिः स्याजन्मबन्धस्ततोऽन्यथा। एतदेव जिनोद्दिष्टं सर्वस्वं बंधमोक्षयोः॥
આત્મજ્ઞાનથી જ મુક્તિ થાય છે, અન્યથા જન્મબંધની પરંપરા પ્રવર્યા કરે છે એજ જિનેદિષ્ટ બંધ મોક્ષનું સર્વસ્વ છે. સંબંધી વિશેષ વર્ણવતાં લખે છે કે –
अयमात्मैवसिद्धात्मास्वशक्त्याऽपेक्षयास्वयम् । व्यक्तीभवतिसद्ध्यान वन्हिनात्यन्तसाधितः ।। एतदेव परं तत्त्वं ज्ञानमेतद्धि शाश्वतम् । अतोऽन्यो यः श्रुतः स्कन्धः सतदर्थ प्रपश्चितः॥ ।
For Private And Personal Use Only