________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૪૬ ).
શ્રી કર્મયોગ મંથ–સવિવેચન.
હેય તે પણ ભયવાસનાથી વિમુક્ત ન થવાય ત્યાં સુધી કર્મગીપણું પ્રાપ્ત થતું નથી. લેકસંજ્ઞાની વાસનાથી જે જે અંશે વિમુકત થવાય છે અને જે જે અંશે તટસ્થ રહી ઉપગપૂર્વક કાર્ય કરી શકાય છે તે તે અંગે કાર્ય કરવામાં કર્મચાગીને અધિકાર ઉરચ થતું જાય છે. આવી કર્મયેગીની નિલે પદશા પ્રાપ્ત કરવાને અને તેની સ્થિરતા કરવાને ઉપગની અત્યંત આવશ્યકતા છે. જે મનુષ્ય અંતરમાં ઉપગપૂર્વક અપ્રમત્ત રહે છે તે બાધવ્યાવહારિક ધાર્મિક કાર્યો કરતાં અપ્રમત્ત રહી સ્વને તથા પરને લાભ સમર્પવા શકિતમાન થાય છે. ઉપયોગ વિના પ્રત્યેક કાર્યમાં પ્રવર્તતાં ડગલેને પગલે હાનિ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય છે અને તેથી પશ્ચાત્તાપનો પ્રસંગ પ્રાપ્ત થાય છે; તેથી પ્રત્યેક કાર્ય કરતાં ઉપગથી સાવધાન રહેવું જોઈએ. આત્મા સ્વ અને પરની દયાથી કર્મયગમાં આગળ વધે છે. દયાવિના ધર્મ નથી. દયા અને યતનાના પરિણામથી કર્મચાગની વિશુદ્ધતાને પ્રાપ્ત કરી શકાય છે. જેટલા તીર્થકરે થયા અને જેટલા થશે તે સર્વે એમ કથે છે કે એકેંદ્રિયથી તે પંચેંદ્રિય પર્યત સર્વ જીવો પર દયાના પરિણામ ધારણ કરવા, કઈ જીવની હિંસા કરવી નહિ, કરાવવી નહિ અને જીવની હિંસા કરનારની અનમેદના કરવી નહિ. જીવની દયા અને યતનાની જેમ જેમ વૃદ્ધિ થાય છે તેમ તેમ વિશુદ્ધ કર્મયોગની ભૂમિકામાં ઉત્તરોત્તર ગુણસ્થાનક શ્રેણિએ આરોહાય છે. દયા અને યતનાના પરિણામ વિનાને કર્મચાગી સ્વાધિકારથી અધઃપતન પામે છે. જ્યાં દયાને પરિણામ નથી ત્યાં પ્રભુપ્રાપ્તિનું દ્વાર નથી. ગમે તેવા વ્યાવહારિક કર્મચગાધિકારે કૃત્ય કરતી વખતે સ્વફરજ અદા કરતાં દયાના પરિણામ અને યતના તો હેવી જોઈએ. જેને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું છે તેને દયાવતના તો અવશ્ય હોય છેજ. જે આત્મજ્ઞાન આત્મજ્ઞાન એવી બૂમ પાડે છે અને દયા તથા ચેતનાથી રહિત હોય છે તે આત્મજ્ઞાની થતો નથી તથા તે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા અધિકારી પણ બની શકતો નથી. આચારાંગ વગેરે સૂત્રોમાં દયાસંબંધી વિશેષતઃ વર્ણન કરવામાં આવ્યું છે. વિશ્વમાં જ્યાં દયા નથી ત્યાં ધર્મ નથી એમ નિશ્ચયતઃ અવધવું. દયા એજ પ્રભુને સત્યપદેશ છે. જે દયાથી રહિત સત્ય છે તે સત્ય ગણી શકાય જ નહિ. દયાની વૃદ્ધિ ન થાય અને હિંસાની પુષ્ટિ કરે તે સત્ય નથી પરંતુ અસત્ય છે. ગૃહસ્થ સર્વથા પ્રકારે દયા પાળી શક્તા નથી તેથી તે દેશથી હિંસા વિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. દયા વિના ગૃહસ્થ મનુષ્ય પોતાના કાર્યમાં વિશુદ્ધ રહી શકતો નથી. શ્રીવીતરાગ પરમાત્માની આજ્ઞાપાલક ગૃહસ્થ જેમ જેમ દયા અને યતનાના સ્વાધિકારે આવશ્યક કાર્યોની ફરજ અદા કરવા પ્રવૃત્તિ કરે છે તેમ તેમ તે દયા અને યતનાને વિશેષતઃ આચારમાં મૂકે છે. મુનિરાજ સર્વથા પ્રકારે હિંસાવિરમણ વ્રતને અંગીકાર કરી શકે છે. સર્વશાસ્ત્રો અને સર્વ ધર્મને સાર એ છે કે દયા પાળવી; સત્યાદિ વ્રતો પણ અહિંસા વ્રતરૂપ કલ્પવૃક્ષની વાડ સમાન છે. જેના હૃદયમાં
For Private And Personal Use Only