________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kothatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અહંકારથી અનેક પ્રકારના વિક્ષેપે.
( ૨૪૩ )
ભાવે આત્માના ધર્મ પ્રકટતા જાય છે. કષાયને પ્રકટતા સમાવવા એજ સહજ સમાધિ છે યાને રાજયોગ સમાધિ છે. કષાયાની ઉપશમતાપૂર્વક સમાધિની પ્રાપ્તિ થાય છે તેજ ખરી આત્મસમાધિ છે અને તેવી આત્મસમાધિથી આત્માની શાંતતા પ્રકટે છે અને સહજ સુખની ખુમારી ને અનુભવસ્વાદ આવે છે. આત્મસમાધિના સુખના અનુભવસ્વાદ પ્રાપ્ત કરવા હાય તે કષાયોના ઉપશમ કરવાપૂર્વક ધાર્મિક પ્રવૃત્તિ અંગીકાર કરવી જોઇએ, કષાયાની મંદતા કરવાથી સાંસારિક વ્યાવહારિક ધાર્મિક કાર્યાં કરવામાં વીની સ્થિરતા વધતી જાય છે અને તેથી પ્રત્યેક કાર્ય કરવામાં સાનુકૂળ પ્રસંગાને વિશેષતઃ પ્રાપ્ત કરી શકાય છે. લેહચુંબકની પેઠે વિશ્વવત્તિ મનુષ્યને પોતાની તરફ આકર્ષવા હોય તે નિઃકષાય પરિણતિની પ્રાપ્તિ કરવા પ્રયત્ન કરવા જોઈએ, નિઃકષાયભાવને પ્રાપ્ત કરવા માટે જગને નાટ્યભૂમિ સમાન અવલાકવી જોઇએ અને પેાતાને એક પાત્ર સમાન માનીને બાહ્યકાર્ય કર્તવ્યાક્રિક ફરજ પ્રતિ લક્ષ દેવું જોઇએ. સાંસારિક વ્યાવહારિક અને ધાર્મિક કન્યકામિાં એક ફરજ માત્ર માનીને તે વિના થતું અહત્વ અને મમત્વ બિલકુલ ન રહે એવા આત્મભાવ ધારણ કરવા જોઇએ. આત્મજ્ઞાની મનુષ્ય વસ્તુત: વિચારે તે તેને પેાતાના કન્યકર્મની ફ્રજમાં ક્રોધ લાભ માન માયા કામ નિંદા અને ઈર્ષ્યા વગેરે પરિણામ સેવવાની કંઇ જરૂર રહેતી નથી. ક્રોધ કર્યાંવિના પ્રત્યેક કાર્ય થઇ શકે છે અને ઊલટું પ્રત્યેક કાર્યને સારી રીતે કરી શકાય છે. માન કર્યાંવિના પ્રવ્રુત્તિ કરવી, ઉપદેશ દેવા, ખાવું-પીવુ' ઇત્યાદિક કાર્યાં કરવાં, ક્ષાત્રધર્મનું સેવન કરવું, સેવાધર્મની ફરજ અદા કરવી વગેરે ચાલી શકે તેમ છે. ઉલટુ કન્યકામાં માન ( અહંકાર) કરવાથી અનેક વિક્ષેપ ઉભા થાય છે અને સાનુકૂળ સંચાગે પણ પ્રતિકૂળતાને પામે છે. કર્તવ્યકમ અને આત્મરમણતા એ બેમાં અહંકારથી અનેક વિજ્ઞો ઉપસ્થિત થાય છે. પેાતાના આત્માને આત્મરૂપે માનીને બાહ્યકાર્ય કરવાની ફરજો અદા કરવા ઉપયોગ કરવામાં આવે છે તે અવમેધાય છે કે માન પરિણામને સેવવા એ એક જાતની ભ્રમણા છે. માનપરિણતિથી આ વિશ્વમાં મનુષ્યોમાં પરસ્પર અનેક યુદ્ધો થયા છે થાય છે અને થશે. માન યાને અહંકાર પરિણતિથી પ્રત્યેક કાર્યની ફરજને અદા કરવામાં મલિન બુદ્ધિ સ્વાર્થ કપટ લાભ વિશ્વાસઘાત હિંસાભાવ અસત્યવાદ સ્ટેયભાવ પ્રપંચ અને વૈર વગેરે દુર્ગુણ્ણા સામા આવીને ઉભા રહે છે અને જે કાર્ય નિરભિમાનપણાથી સહેજે થાય છે તેને અશક્ય બનાવી દેવામાં આવે છે. પ્રત્યેક મનુષ્ય સ્વાધિકાર પ્રમાણે ફરજ બજાવે એ યોગ્ય છે પરંતુ તેને અહંકાર કરવાની કંઈ જરૂર રહેતી નથી. અન્ય મનુષ્યો પોતપાતાના સ્વાધિકાર પ્રમાણે કાર્યાં કરે છે; તે તેની ફરજ ( ડયુટી ) ખજાવવાના કારણથી તે તે સ્થિતિએ યોગ્ય છે એટલે પેાતે પાતાની સ્થિતિએ યોગ્ય છે તેથી સર્વ મનુષ્યો કર્તવ્ય ફરજ તરીકે ભિન્ન ભિન્ન કાર્યાં કરતાં છતાં પણ સમાન છે; તેમ છતાં અન્ય મનુષ્યો કરતાં પેાતાના આત્માને
For Private And Personal Use Only