SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ત્રણ વેદનું સ્વરૂપ. ( ૨૩૫ ) આત્માની શક્તિને મરોડી નાખે છે. આત્મજ્ઞાની ખરેખર નિકાચિત ભેગાવલીકર્મના ઉદયમાં જરા નીચે પડીને પાછા ઊંચા થાય છે અને આત્મજ્ઞાનના બળવડે નિકાચિત કામકમેન અર્થાત્ પુરુષવેદાદિને નાશ કરવા સમર્થ થાય છે. નદીમાં પાન ઊગે છે તે જ્યારે રેલ આવે છે ત્યારે નીચા નમી જાય છે અને રેલ ઉતરતાં પાછાં ટટાર થાય છે તદ્ધત્ આત્મજ્ઞાની નિકાચિત પુરુષવેદાદિના સમ્રવેગના સામો થાય છે, પણ તેમાં તેની શક્તિ જ્યારે ચાલતી નથી ત્યારે તે વખતે નીચે પડી જાય છે, અને પાછા પુરુષવેદાદિને વેગ નરમ પડતાં પુરુષવેદાદિ પરિણતિપર પિતે ચડી બેસે છે અને તેને સામને કરે છે. અનેક આત્મજ્ઞાનિયોને આ પ્રમાણે નિકાચિત પુરુષવેદાદિ કર્મથી બને છે અને તે તે કર્મભેગને ભેગવી નિર્જરા કરી ઉચ્ચગુણસ્થાનશ્રેણિપર આરોહે છે તેમાં કિંચિત્ પણ આશ્ચર્ય નથી. આત્મજ્ઞાની પુરુષવેદાદિને અંતરના ઉપયોગ વડે જીતે છે. અજ્ઞાનીઓ “ન મળે નારી ત્યારે બાવો બ્રહ્મચારી ” પેઠે વર્તે છે અને હું બ્રહ્મચારી છું, મારા જેવા અન્ય કોઈ બ્રહ્મચારી નથી આવી અહંવૃત્તિને ધારણ કરે છે તેમજ અન્ય જીવને નિન્દીને કર્મથી ભારે થાય છે એટલું જ નહિ પરંતુ તે આજુબાજુના કામના નિમિત્ત હેતુઓ મળતાં તેમાં ફસાઈને નીચા પડે છે. તેઓ ભાવબ્રહ્મચર્ય તથા દ્રવ્યબ્રહ્મચર્ય બન્નેથી પણ પરામુખ રહે છે. દ્રવ્યયબ્રહ્મચર્યમાં વીર્યની રક્ષા કરવાની હોય છે. સ્વમદ્વારા વીર્યપાત થતાં દ્રવ્યબ્રહ્મચર્યની હાનિ થાય છે. દ્રવ્યબ્રહ્મચર્યને યથાયોગ્ય રીતે ધારણ કરતાં શારીરિક અને માનસિક બળની રક્ષા થાય છે. કામના વેગને ખાળવામાં આવે છે ત્યારે દ્રવ્યબ્રહ્મચર્યનું પાલન થાય છે. સાથે રહે છે, જાણt gવવા મેદુવાસ વે મને દર ગુરૂ અને એ પાક્ષિસૂત્રમાં કથેલી ગાથાના અનુસાર મૈથુનવૃત્તિ ટળે છે ત્યારે મૈથુનવિરતિ અર્થાતુ ખરેખરા બ્રહ્મચર્યની સિદ્ધિ થએલી અવબોધવી. પુરુષવેદરૂપ કામવૃત્તિને ક્ષોપશમ થાય છે તે સદાકાળ એક સરખે રહેતો નથી; કારણ સામગ્રી પામીને પુરુષવેદાદિને ઉદય થાય છે અને બ્રહ્મચર્ય પરિણામમાં મલિનતા આવે છે. પુરુષવેદાદિનો ઉપશમ થાય છે તો તે અંતર્મુહૂર્તપર્યંત રહે છે. પુરુષવેદ નપુંસકવેદ અને સ્ત્રીવેદનો સર્વથા ક્ષય થતાં ક્ષાયિકભાવ થાય છે અને તેનો સર્વથા ક્ષાયિકભાવ થતાં પ કદી પુરુષવેદાદિ પરિણતિને ઉદય થતું નથી–એમ જેનગુણસ્થાનક દષ્ટિએ કથાય છે. નવમા ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિને ઉદય છે તેથી તે કર્મથી વિરહિત તે ત્યાંસુધી કથી શકાય નહિ, પરંતુ વિશેષ એટલું છે કે-મુખ્યતાએ પુરુષવેદાદિની પ્રકૃતિને ક્ષયોપશમ કરીને દ્રવ્ય અને ભાવથી બ્રહ્મચર્યની આરાધના કરી શકાય છે. પુરુષવેદાદિના ક્ષપશમની સંસારમાં સર્વ જીવોમાં તરતમતા હોય છે તેથી તેનું વૈચિત્ર્ય સ્વાનુભવદુષ્ટિએ અવલોકાય છે. કેઈને પુરુષવેદને ક્ષપશમ મન્દ થયે હોય છે તો કોઈને ઉગ્ર થયે હોય છે. આત્મજ્ઞાન અને વૈરાગ્યબળવડે પુરુષવેદના ક્ષપશમમાં આગળ વધી શકાય છે. પુરુષવેદન For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy