________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૩૬ )
શ્રી કર્મળ ગ્રંથ-સવિવેચન.
ઉદય બળવાન હોય છે તો તેને ક્ષય અને ઉપશમ કરતાં વાર લાગે છે. અમુક વર્ષપર્યંત કેઈને પુરુષવેદનો ઉદયજ પ્રાપ્ત ન થયું હોય અને આત્મપ્રદેશમાં રહેલાં પુરુષવેદાદિનાં દલિકે ઉદયગત ન થયાં હોય ત્યાંસુધી અમુકજીવ એમ જાણે છે કે દ્રવ્યબ્રહ્મચર્ય પાળવું સહેલ છે પરંતુ જ્યારે પુરુષ અને સ્ત્રીવેદના દલિકો ઉદયમાં આવે છે અને નિમિત્ત કારણે પણ તેવાં મળે છે ત્યારે તે સમયે કેટલાક જી પિતાની શક્તિને ઈ દે છે અને કેટલાક કામની પરિણતિ સાથે યુદ્ધ કરે છે. અજ્ઞાનીજી તો કામના તીવોદયના સપાટે નીચા નમી જાય છે. આત્મજ્ઞાનીઓને કદાપિ કામની સાથે યુદ્ધ કરતાં પોતાનું જોર ચાલતું નથી ત્યારે તેઓ અંતરથી ન્યારા તથા ઉદાસ રહીને કામગોને ભોગવે છે. પરંતુ તેઓ અંતરમાં પશ્ચાત્તાપ કરે છે અને પુનઃ કામનું જોર નરમ થતાં તેઓ બ્રહ્મચર્યની ક્ષપશમભાવે ઉપાસના કરે છે. જેમ જેમ પુરુષવેદને ક્ષયોપશમ થાય છે તેમ તેમ તે તે ભાવે બ્રહ્મચર્યની વિશુદ્ધિ થતી જાય છે. આ કાળમાં ભારતવર્ષમાં જૈનજ્ઞાનદૃષ્ટિએ કામને સર્વથા ક્ષાયિકભાવ થતો નથી તેથી આ કાલમાં પુરુષવેદાદિકામના પશમની મુખ્યતા ગણાય છે. વેદાંતાદિ દષ્ટિએ આ કાલમાં કામને સર્વથા નાશ કરી શકાય છે–એમ અવબોધાય છે. પુરુષવેદાદિ કામ પરિણતિને ક્ષય પશમ કદી રહે છે અને કદી રહેતો નથી તે કદી આવે છે અને કદી જાય છે તેથી કામનો દયિકભાવ થતાં દ્રવ્યબ્રહ્મચર્યથી વિમુખ થવાય છે. વ્યવહારથી દ્રવ્યબ્રહ્મચર્યને પશમભાવે આદરી શકાય છે અને તેમાં
દયિક પરિણતિગે અતિચારાદિ દોષ લાગે છે તે દોષને કામની ક્ષયોપશમભાવનાના બળવડે પુનઃ ટાળીને વ્યવહારથી બ્રહ્મચર્યને રક્ષી શકાય છે. નિશ્ચયથી કામ પરિણતિને ઇંધી આત્માની સમભાવરૂપ બ્રહ્મચર્ય વા આત્મામાં રમણતા કરવારૂપ બ્રહ્મચર્ય પરિણતિને ધારણ કરી શકાય છે આત્મજ્ઞાન-ગર્ભિત વૈરાગ્ય મેળવી આત્મજ્ઞાનના ગ્રંથ અને આત્મજ્ઞાની મુનિવરોના અવલંબનવડે કામના ક્ષયોપશમના સંસ્કારોમાં વૃદ્ધિ કરી શકાય છે. કામની પરિણતિને જેનામાં ઉદય ન થાય એવો તે આ વિશ્વમાં કઈ મનુષ્ય છે જ નહીં. નવમાં ગુણસ્થાનક પર્યત પુરુષવેદાદિરૂપ કામ રહ્યો છે. પ્રદેશદયથી અને વિપાકેદયથી પુરુષવેદાદિ ભગવ્યા વિના છૂટકો થતો નથી. પુરુષવેદાદિરૂપ કામને ક્ષપશમ કરવામાં આવે છે તેથી જે જે અંશે કામને જે જે કાલે પરાજ્ય થાય છે તે તે અંશે તે તે કાલે મનુષ્ય તરતમયેગે બ્રહ્મચર્ય પાળી શકે છે. દ્રવ્યબ્રહ્મચર્યને મુખ્યદેશ ખરેખર વીર્યની સંરક્ષા કરવાનું હોય છે. કેઈ પણ રીતે વીર્યને નાશ ન થવા દેવો અને તેનું પાલન કરવું કે જેથી અનેક પ્રકારના માનસિક વાચિક અને કાયિક બળથી સંરક્ષા થાય. આ ઉદેશપૂર્વક દ્રવ્યબ્રહ્મચર્યનું ફળ ત્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે આત્મજ્ઞાનપ્રાપ્તિપૂર્વક આત્મગુણોમાં સ્થિરતા-સમાધિ કરવામાં કાયિક વીર્યની સાહાય મળે છે. કેટલાક જ દ્રવ્યબ્રહ્મચર્યથી વીર્યની રક્ષા કરીને તેને ઉપગ ખરેખર અધર્મે યુદ્ધો કલેશ ઝઘડા મારામારી
For Private And Personal Use Only